________________
૧૦૦
આગમ કથાનુયોગ-૪
- -
-
આ બધી વાતથી ખિન્ન થઈને ધર્મરૂપી યાનના સારથી આચાર્ય વિચારે છે કે, મારે આવા દુષ્ટ શિષ્યોથી શો લાભ ? આમને કારણે તો મારો આત્મા સીદાય છે. એમ વિચારતા તે ગાર્ગાચાર્યએ ચિંતવ્યું કે આવા દુષ્ટ શિષ્યોને કારણે તેમને સન્માર્ગે પ્રેરિત કરવામાં મને ઘણો જ શ્રમ પડે છે, આવા દુષ્ટ શિષ્યોને સતત માર્ગે લાવવામાં – તેમને પ્રેરણાદિ કરવામાં મારે સતત વ્યગ્રતા અનુભવવી પડે છે. ગર્દભ સમાન મારા આ શિષ્યો છે. તેમને પ્રેરિત કરવામાં જ મારો કાળ વીતી જાય છે.
આ પ્રમાણે વિચારીને તે ગર્ગાચાર્યે ગળિયાગર્દભ સમાન શિષ્યોનો ત્યાગ કર્યો અને દૃઢતાથી તપસાધનામાં લાગી ગયા અને તે મૃદુ અને માર્દવ સંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલસંપન્ન મહાન્ આત્મા એવા ગર્ગાચાર્ય પૃથ્વી પર વિચારવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૧૦૫૯ થી ૧૦૭૫,
ઉત્ત. ૧૦૫ત્ની ,
૦ ગાગલિ કથા :
(આ કથાનો સંદર્ભ ગૌતમ ગણધર કથામાં તથા શાલ–મહાશાલની કથામાં પણ આવે છે)
તે કાળ, તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી, ત્યાં શાલ નામે રાજા હતો, મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ–મહાશાલની બહેન યશોમતી નામે હતી, તેણીના લગ્ન કંપિલપુરના રાજા પિઢર સાથે થયા હતા. આ પિઢર અને યશોમતીનો ગાગલિ નામે એક પુત્ર હતો.
ત્યારે વર્ધમાનસ્વામી સમોસર્યા. સુભૂમિભાગ ઉદ્યાનમાં રહ્યા. રાજાશાલ નીકળ્યો, ધર્મ સાંભળીને બોધ પામ્યો, ભગવંતને કહ્યું કે, મહાશાલને રાજ્ય પર સ્થાપીને હું દીક્ષા લેવા ઇચ્છું છું. તેણે આવીને મહાશાલને વાત કરી. ત્યારે મહાશાલે કહ્યું કે, હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. મારે પણ દીક્ષા ગ્રહણ કરવી છે ત્યારે તે બંનેએ પોતાના ભાણેજ ગાગલિને કાંપિલ્મથી બોલાવ્યો અને પટ્ટબદ્ધ રાજારૂપે અભિષેક કર્યો. ગાગલિએ પણ શ્રેષ્ઠ એવી શિબિકા તૈયાર કરાવી, તેમાં બિરાજમાન થઈ શાલ અને મહાશાલ નીકળ્યા. બંને પ્રવજિત થયા.
તે વખતે યશોમતી શ્રાવિકા થઈ, શ્રમણ બનેલા શાલ અને મહાશાલ બંનેએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું – યાવત્ – શાલ અને મહાશાલ મુનિની વિનંતીથી ભગવંત મહાવીર જ્યારે ચંપાનગરી પધાર્યા, ત્યારે શાલ-મહાશાલ સાથે ગૌતમસ્વામીને પૃષ્ઠ ચંપાનગરી મોકલ્યા.
પૃષ્ઠચંપામાં આ સમાચાર મળતા ગાગલિ, પીઢર અને યશોમતી નીકળ્યા. ભગવદ્ ગૌતમસ્વામીએ ધર્મ કહ્યો. તેઓ ધર્મનું શ્રવણ કરીને સંવેગ પામ્યા. ત્યારે ગાગલિએ પોતાના પુત્રને રાજ્યભાર સોંપ્યો અને માતાપિતાની સાથે પોતે પણ દીક્ષા લીધી. ત્યારપછી ગૌતમસ્વામી તેમને લઈને ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. તે સમયે શાલ અને મહાશાલને અતિ હર્ષ થયો. અહો ! આવા શુદ્ધ ભાવથી અમને સંસારથી ઉદ્ધર્યા. શાલને એમ વિચારતા તે બંનેને કેવળજ્ઞાન થયું.