________________
૫૦
આગમ કથાનુયોગ-૪
૦ અમૃતઘોષ કથા -
કાકંદી નામે નગરી હતી, ત્યાં અમૃતઘોષ નામે એક રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજ્યની સોંપણી કરી, પોતે ધર્મ આચરણા શરૂ કરી અર્થાત્ દીક્ષા લીધી. પૃથ્વી પર વિચરણ કરતા–કરતા તેઓ સૂત્ર અને અર્થના વિશારદ બન્યા. શ્રત રહસ્યના પારગામી બન્યા. પછી ગ્રામાનુગ્રામ વિચરતા એવા તે ફરી કાકંદી નગરી પધાર્યા. ત્યારે પૂર્વેનો તેનો મંત્રી કે અન્ય કોઈ વ્યક્તિ જેનું નામ ચંડવેગ હતું તેવો આ વાત જાણી. પોતાનું પૂર્વનું વૈર સંભારી તે ત્યાં આવ્યો અને અમૃતઘોષમુનિને શસ્ત્રપ્રહારથી હણ્યા. મુનિના દેહને છેદી નાંખ્યો. એ પ્રમાણે મુનિ છેદાતા હતા તો પણ તેમણે સમાધિ જાળવી રાખી અને ઉત્તમાર્થની સાધના કરી. તેઓ મોક્ષે પામ્યા.
(સંથારાની આરાધનાના વિષયમાં અપાયેલ આ દૃષ્ટાંત છે.) * ૦ આગમ સંદર્ભ :સંથા. ૭૬ થી ૭૮;
– – ૪ – ૦ અજાપાલક વાચક કથા :
(“કૃતિકર્મ” સંબંધે આ દૃષ્ટાંત છે. તે બૃહકલ્પમાં ભાષ્યમાં આવે છે. જો કે ભાષ્યકારે “અતિપાલકવાચક” એવું નામ જણાવેલ છે. પણ વૃત્તિકાર તથા ગ્રંથોમાં તેનું નામ અજાપાલક વાચક નિર્દેશલ છે. કથાનો અર્થ જોતા અજાપાલક વાચક નામ જ બંધબેસતું આવે છે. તેથી અમે તે જ નામ નોંધ્યું છે)
અજાપાલક વાચક નામે કોઈ અગીતાર્યમુનિ હતા. કોઈ વખતે આચાર્ય ભગવંતે ગીતાર્થમુનિના અભાવે અગીતાર્થ એવા આ અજાપાલક સાધુને નજીકની પલ્લીમાં ક્ષેત્રની પ્રત્યુપ્રેક્ષણા કરવા માટે મોકલ્યા. ત્યારે તેમણે ત્યાં જઈને લોકોને પૂછયું કે, અહીં કોઈ રહે છે ? લોકોએ કહ્યું કે, અરણ્યમાં રહે છે. તેથી તે મુનિ પણ ત્યાં ગયા. જ્યારે સાધુઓએ તેમને જોયા ત્યારે તે વ્રતથી ભ્રષ્ટ થઈને બકરીના રક્ષણની (ઉછેરવાની પ્રવૃત્તિ) કરતા હતા.
ત્યારે આ મુનિ જોવાલાયક પણ નથી, તેમ વિચારી ત્યાંથી સરકવા લાગ્યા. તેઓને એ રીતે ત્યાંથી સરકી જતા જોઈને અજાપાલક વાચકને શંકા થઈ કે, આ લોકો કેમ અહીંથી ચાલ્યા જાય છે ? નક્કી મને વ્રતથી ભ્રષ્ટ થયેલો જાણીને જ જતા લાગે છે.
ત્યારપછી પોતાની શંકાને છેદવા તે વાચકે કોપાયમાન થઈને પલ્લી પતિને કહ્યું, તેઓને ગુપ્ત રીતે ક્યાંક સંતાડી દો. ત્યારપછી તેમને શોધવા ગુરુ પોતે ત્યાં આવ્યા. ત્યારે તેમણે તે વાચકને વંદન કરીને કહ્યું કે, મારા આ શિષ્યો અગીતાર્થ છે, માટે તેમને છોડી મૂકો. આ પ્રમાણે શ્રેણિબાહ્ય હોવા છતાં વંદન કર્યું.
૦ આગમ સંદર્ભ :બુ.ભા. ૪૫૩૫;
બુદ.ભા. ૪૫૩૫ થી ૪૫૩૮ની વૃક
- - - ૦ અહંન્નક કથા –
(ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉષ્ણ પરીષહના સંદર્ભમાં આ કથા નિયુક્તિકાર મહર્ષિએ નોધેલી છે. અત્રકનું