________________
શ્રમણી કથા
૨૪૩
શાક ભૂભાગ પર નાંખી દઈશ તો ઘણાં જ પ્રાણીઓ યાવત્ સત્ત્વોના વધનું કારણ થશે.
તેથી મારા માટે એ જ ઉચિત રહેશે કે, આ શરદઋતુજન્ય કડવા તુંબડાના મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત શાકને સ્વયં ખાઈ જઉં. આ શાક મારા આ શરીર દ્વારા જ નષ્ટ થઈ જાય. આ પ્રકારે વિચાર કર્યો. વિચાર કરીને મુખવત્રિકાનું પ્રતિલેખન કર્યું. મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને તે બધું જ શાક જેમ સર્પ બિલમાં પ્રવેશ કરે તે રીતે પોતાના શરીરરૂપી કોઠામાં નાંખી દીધું.
ત્યારપછી તે ધર્મરુચિ અણગારે તે શાક વાપર્યા પછી એક જ મુહૂર્તમાં તેમના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. એ વેદના ઉત્કટ યાવતું દુસ્સહ હતી. તે ઘકને પેટમાં નાંખ્યા પછી તે ધર્મરુચિ અણગાર ઉઠવા-બેસવાની શક્તિથી રહિત, બળહીન, વીર્યહીન, પુરુષાકાર પરાક્રમથી રહિત થઈ ગયા, તેમને માટે શરીર ધારણ કરવું અશક્ય થઈ ગયું હતું - આ પ્રમાણે જાણીને તેમણે પોતાના આચાર ભાંડ (સંયમોપયોગી વસ્ત્ર–પાત્રાદિ)ને એકાંતમાં મૂકી દીધા.
ત્યારપછી તેમણે સ્પંડિલ ભૂમિભાગની પ્રતિલેખના કરી, દર્ભનો સંથારો બિછાવ્યો. તે દર્ભના સંથારા પર બેઠા અને પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસને બેસીને બંને હાથ જોડી – મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું – અરિહંતો યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત ભગવંતોને મારા નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ધર્મઘોષ સ્થવિરને નમસ્કાર થાઓ. પહેલાં પણ મેં ધર્મઘોષ સ્થવિરની પાસે સમસ્ત પ્રાણાતિપાત થાવત્ સમસ્ત પરિગ્રહના જીવનપર્યત માટે પ્રત્યાખ્યાન કર્યા હતા. આ સમયે પણ હું તે જ ભગવંતોની સમીપે સમસ્ત પ્રાણાતિપાત યાવત્ સમસ્ત પરિગ્રહનો જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરું છું. ઇત્યાદિ જે પ્રમાણે કુંદક (અંધક)મુનિનું વર્ણન છે તે પ્રમાણે જાણવું - યાવત્ – છેલ્લા શ્વાસોચ્છવાસે હું આ શરીરનો પણ પરિત્યાગ કરું છું. એ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત કરી કાળધર્મ પામ્યા. –૦- ધર્મચિની સાધુ દ્વારા ગવેષણા અને સમાધિમરણ નિવેદન :
ત્યારપછી ધર્મઘોષ સ્થવિરે ધર્મરુચિ અણગારને ઘણી જ વાર સુધી ગયેલા જાણીને શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણગારને આ જ માસક્ષમણને પારણે પ્રાપ્ત શરદઋતુમાં ઉત્પન્ન પ્રચૂર મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત કડવા તુંબડાનું શાક પ્રાપ્ત થયું – યાવત્ – તે પરઠવવા ગયે ઘણો સમય થઈ ગયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને ધર્મરુચિ અણગારની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા–ગવેષણા કરો.
ત્યારે તે શ્રમણ નિગ્રંથોએ ધર્મઘોષ સ્થવિરની – યાવતું – “તહત્તિ” કહીને આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તેઓ ધર્મઘોષ સ્થવિરની પાસેથી બહાર નીકળ્યા, નીકળીને ધર્મચિ અણગારની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા ગવેષણા કરતા-કરતા જ્યાં સ્પંડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા.
- ત્યાં આવીને ધર્મચિ અણગારનું નિષ્માણ નિશ્રેષ્ઠ અને જીવરહિત શરીરને જોયું. જોઈને હા – હા! અહો ! આ અકાર્ય થયું, અનિષ્ટ થયું. એમ કહીને ધર્મરુચિ અણગારના