________________
શ્રમણી કથા
૩૫૭
કારણે દુઃખ પરંપરા પામી તે હું જાણતો નથી.
હે ગૌતમ ! પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર વિશે ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ કાળમાં એક એક ચોવીશી શાશ્વત અને અવિચ્છિન્નપણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિ ધ્રુવ વસ્તુ છે. જગની આ સ્થિતિ કાયમ ટકવાની છે.
હે ગૌતમ! આ ચાલ ચોવીશીની પહેલા ભૂતકાળમાં એંસીમી ચોવીશી હતી, ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા પ્રકારના સાત હાથની કાયા પ્રમાણના, દેવો અને દાનવોથી પ્રણામ કરાતા, તેવાજ છેલ્લા તીર્થકર હતા.
તે સમયે ત્યાં જંબૂદાડિમ નામનો રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામની ભાર્યા હતી. એક પણ પુત્રી ન હોવાથી કોઈક સમયે રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવોની કુલ દેવતાની, ચંદ્ર, સૂર્ય, ગ્રહોની બહુ માનતાઓ કરતી હતી. કાલક્રમે કરી કમલપત્ર સમાન નેત્રવાળી પુત્રી જન્મી. તેનું લક્ષ્મણા એવું નામ સ્થાપન કર્યું.
હવે કોઈક સમયે લક્ષ્મણાદેવી પુત્રી યૌવનવય પામી, ત્યારે સ્વયંવર કર્યો. તેમાં નયનને આનંદ આપનાર, કલાઓના ઘર સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ કર્યો. પરણ્યા પછી તરત જ તેનો ભર્તાર મૃત્યુ પામ્યો. એટલે તે એકદમ મૂચ્છ પામી. બેભાન બની ગઈ. કંપતી એવી તેને સ્વજન પરિવાર વીંઝણાના વાયરાથી મુશ્કેલીએ સભાન બનાવી. ત્યારે હા હા એમ આઠંદન કરીને છાતી મસ્તક કુટવા લાગી. તે પોતાને દશે દિશામાં મારતી, કુટતી, પીટાતી આબોહવા લાગી. બંધુવર્ગે તેને આશ્વાસન આપીને સમજાવી ત્યારે કેટલાંક દિવસ પછી રૂદન બંધ કરીને શાંત થઈ. ૦ લક્ષ્મણાની દીક્ષા અને વિપરિત વિચારણા :
કોઈ સમયે ભવ્ય જીવોરૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાનરૂપી સૂર્ય સમાન તીર્થકર ભગવંત ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમવસર્યા.
પોતાના અંતઃપુર, સેના તથા વાહનો સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી તેમને વંદન કરવા ગયો. ધર્મશ્રવણ કરીને ત્યાં અંતઃપર, પુત્રો અને પુત્રીસહિત દીક્ષા અંગીકાર કરી. (જબૂદાડિમ રાજા, સરિતા સાણી, લક્ષ્મણાદેવી આદિ સર્વેએ દીક્ષા લીધી) શુભ પરિણામવાળા મૂચ્છ વગરના ઉગ્ર કષ્ટકારી, ઘોર દુષ્કર તપ કરવા લાગ્યો. કોઈક સમયે સર્વેને યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા દેવીને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા કરવા માટે ન મોકલ્યા. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલી લક્ષ્મણાદેવી સાધ્વીએ ક્રીડા કરતા પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પ્રયતમને આલિંગન આપીને પરમ આનંદ સુખ આપે છે.
અહીં તીર્થકર ભગવંતે પુરુષ અને સ્ત્રીઓને રતિક્રીડા કરતા હોય તેને જોવાનું અમોને શા માટે સર્વથા નિવાર્યું હશે ? તેઓ તો વેદ ના દુ:ખ રહિત હોવાથી બીજાના સુખ દુઃખો જાણી શકતા નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખે તેને – જોનારને બાળતો નથી. અથવા તો ના, ના, ના, ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે, તે યથાર્થ જ છે. તેઓ વિપરિત આજ્ઞા કરે જ નહીં.