SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૪ – ક્રીડા કરતા પલીયુગલને દેખીને મારું મન લોભાણું છે, મને પુરુષની અભિલાષા પ્રગટી છે કે હું તેની સાથે મૈથુન સેવન કરું. પરંતુ આજે મેં ચિંતવ્યું છે તે માટે સ્વપ્નમાં પણ ન કરવું ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરષને ઇચ્છુક્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્નમાં પણ તેની અભિલાષા કરી નથી. તો ખરેખર હું દુરાચારી, પાપ કરવાના સ્વભાવવાળી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારીને મેં તીર્થકરની આશાતના કરી છે. ૦ લક્ષ્મણા આર્યાને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત વિચાર : તીર્થકર ભગવંતોએ પણ અત્યંત કષ્ટકારી, કઠણ, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુશ્કેલીથી પાલન કરી શકાય તેવું આકરું આ વ્રત ઉપદેશેલું છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાલન કરવા કોણ સમથે થઈ શકે છે ? વચન અને કાયાથી સારી રીતે આચરાતું હોવા છતાં ત્રીજા મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા તો દુઃખની ચિંતા કરવામાં આવે છે. આ તો વળી સુખપૂર્વક કરાય છે, તો જે મનથી પણ કુશીલ થયો તે સર્વ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંકાના યોગે એકદમ મારી જે આ સ્કૂલના થઈ દોષ લાગ્યો, તેનું મને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું તો આલોચના કરીને જલદી પ્રાયશ્ચિત્તનું સેવન કરું. સમગ્ર સતીઓ, શીલવંતીઓની અંદર હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સરખી હું સર્વમાં અગ્રેસરી છું. એ પ્રમાણે સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. તેમજ મારા પગની ધૂળને સર્વે લોકો વંદન કરે છે. કારણ કે તેની રજથી દરેકની શુદ્ધિ થાય છે. એ પ્રમાણે જગતમાં મારી પ્રસિદ્ધિ થયેલી છે. હવે જો હું આલોચના આપીશ. મારો આ માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો, મારા ભાઈઓ પિતા–માતા આ વાત જાણશે તો દુઃખી થશે. અથવા તો પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યું તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારા સંબંધી વર્ગને કયું દુઃખ થવાનું છે? ૦ શલ્યયુક્ત આલોચના અને લક્ષ્મણા આર્યાનું મૃત્યુ - જેટલામાં આ પ્રમાણે ચિંતવીને આલોચના લેવા માટે તૈયાર થઈ, તેટલામાં ઊભી થતી હતી, ત્યારે પગના તળીયામાં ઢસ કરતાંક એક કાંટો ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા નિરાશાવાળી બનીને સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય પણ કાંટો પેઠો ન હતો, તો હવે આ વિષયમાં શું (અશુભ) થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચકલા ચકલી ઘટ્ટન (મૈથુન) કરતા હતા. તેની મેં અનુમોદના કરી તે કારણે મારા શીલવતની વિરાધના થઈ. – મૂંગો, આંધળો, કુષ્ઠી, સડી ગયેલા શરીરવાળો લજ્જાવાળો હોય તો તે જ્યાં સુધી શીલનું ખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. આકાશગામી અર્થાત્ ઊભો કાંટો મારા પગમાં ખેંચી ગયો. આ નિમિત્તથી મારી જે ભૂલ થયેલી છે તેનો મને મહાલાભ થશે. જે સ્ત્રી મનથી પણ શીલનું ખંડન કરે તે પાતાળની અંદર સાત પેઢીની પરંપરા– શાખામાં અગર સાતે નારકીમાં જાય છે. આવા પ્રકારની ભૂલ મેં કેમ કરી? તો હવે જ્યાં સુધીમાં મારા પર વજની કે ધૂળની વૃષ્ટિ ન પડે, મારા હૈયાના સો ટુકડા થઈને ફૂટી ન
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy