________________
શ્રમણ કથા
– આ પોતાનો પિતા છે તેમ જાણીને તે બાળકો યક્ષપ્રતિમાના ખોળામાં બેસી ગયા. તેના પરથી નિર્ણય થતાં, અભયકુમારે પેલી વણિક માતાને ધમકાવીને બધો વૃત્તાંત પૂછયો. પછી સાચી વાત જાણી તે ચારે સ્ત્રીઓ પણ કૃતપુણ્યને આપી.
એ રીતે કૃતપુણ્યને કુલ સાત સ્ત્રીઓ થઈ. પોતાની પત્ની, રાજાની પુત્રી, ગણિકા અને આ ચાર પુત્રવધૂઓ. એ સાતે સાથે ભોગ ભોગવતો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. તેટલામાં ત્યાં વર્ધમાન સ્વામી પધાર્યા. તે વખતે કૃતપુણ્ય પણ ભગવંતના વંદનને માટે નીકળ્યો. ભગવંતની દેશના બાદ તેણે ભગવંતને વંદના કરીને પોતાને પ્રાપ્ત થયેલ સંપત્તિ અને વિપત્તિ વિશે પ્રશ્ન કર્યો. ત્યારે ભગવંતે તેને તેનો પૂર્વભવ કહ્યો. પછી જણાવ્યું કે, તે ખીરનું દાન ત્રણ કટકે કર્યું, એટલે તને ત્રણ ટુકડે આ સંપત્તિની પ્રાપ્તિ થઈ.
ભગવંત મહાવીર પાસેથી પોતાનો વૃત્તાંત સાંભળી કૃતપુણ્યને સંવેગ ઉત્પન્ન થયો. પોતાના મોટા પુત્રને ઘરનો ભાર સોંપીને તેણે શ્રી વીર પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. કાળ કરી સ્વર્ગે ગયો.
આ પ્રમાણે દાનના નિમિત્તથી પણ સામાયિકની પ્રાપ્તિ થાય છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૮૪૬, ૮૪૭ + ,
આવ રૃ.૧–પૃ. ૪૬૭ થી ૪૬૯;
૦ કાર્તિક શ્રમણ કથા :
સુરવણગ્રામના શ્રીકાર્તિકાર્ય ઋષિ હતા. તેઓનું શરીર મલિન હતું. રસ્તાની ધૂળ અને પરસેવા આદિથી તેમનું શરીર કાદવમય બન્યું હતું. તેઓ બાહ્ય સ્વરૂપે મલિન હોવા છતાં શરીરના સહજ અશુચિ સ્વભાવના જ્ઞાતા હતા. શીલ અને સંયમગુણના આધાર સમાન હતા. ગીતાર્થ એવા તે મહર્ષિનો દેહ અજીર્ણ બિમારીથી પીડિત હોવા છતાં પણ તેઓ સદાકાળ સમાધિ ભાવમાં રમણ કરતા હતા.
કોઈ વખતે કાર્તિકાર્ય રોહિતક નગરમાં પ્રાક આહારની ગવેષણા કરતા હતા. ત્યારે તે ઋષિના પૂર્વના વૈરી એવા કોઈ ક્ષત્રિયે – કુંચ રાજાએ – શક્તિ પ્રહાર વડે વિંધી નાખ્યા. તે વખતે તેમના શરીરનું ભેદન થવા છતાં પણ તે મહર્ષિ એકાંત-વિજ્ઞાન અને તાપરહિત એવી વિશાળ ભૂમિ પર પોતાના દેહનો ત્યાગ કરીને સમાધિ મરણ પામ્યા.
(- તે વેદનાને સહન કરતા ઉત્તમાર્થને પામ્યા.) ૦ આગમ સંદર્ભ :ભા. ૧૬૩;
સંથા. ૬૭ થી ૧૯;
૪ – – ૦ કપિલમુનિ કથા -
તે કાળે, તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં કાશ્યપ નામે બ્રાહ્મણ હતો, તે ચૌદ વિદ્યાનો પારગામી હતો. તે રાજા દ્વારા બહુમાન્ય એવો બ્રાહ્મણ હતો. તેને પુરોહિતની વૃત્તિ–આજીવિકા હતી. તે કાશ્યપ બ્રાહ્મણને યશા નામની પત્ની હતી. તે કાશ્યપ અને યશાનો એક પુત્ર હતો, તેનું નામ કપિલ હતું. આ કપિલ બાળક હતો