________________
૭૮
આગમ કથાનુયોગ-૪
ત્યારે જ તેના પિતા કાશ્યપ મૃત્યુ પામ્યા હતા.
જ્યારે કાશ્યપ પુરોહિતનું મૃત્યુ થયું ત્યારે તેનું પુરોહિત પદ રાજાએ અન્ય કોઈ બ્રાહ્મણને આપી દીધું. તે અશ્વ ઉપર બેસીને મસ્તકે છત્ર ધારણ કરીને નીકળ્યો. તે જોઈને યશા રડવા લાગી, ત્યારે કપિલે તેની માતાને પૂછયું કે, હે માતા ! તું શા માટે રડે છે ? ત્યારે યશાએ જણાવ્યું કે, તારા પિતા પણ આવા પ્રકારની ઋદ્ધિથી નીકળતા હતા. ત્યારે કપિલે પૂછયું કે, હે માતા ! તે કઈ રીતે ? ત્યારે યશાએ કહ્યું કે, કેમકે તેઓ ઘણાં ભણેલા હતા. તેથી તેમને આવી ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
ત્યારે કપિલે કહ્યું કે, હું પણ ભણીશ, યશાએ જણાવ્યું કે, હે પુત્ર! અહીં ઇર્ષ્યા માત્સર્યને લીધે તને કોઈ ભણાવશે નહીં. તું શ્રાવસ્તી નગરી જા. ત્યાં તારા પિતાના મિત્ર ઇન્દ્રદત્ત નામના બ્રાહ્મણ છે, તે તને શિક્ષણ આપશે. ત્યારે કપિલ તેમની પાસે ગયો. ઇન્દ્રદત્તે પૂછયું કે, તું કોણ છે ? શા માટે આવ્યો છે ? તેણે જે કંઈ ઘટના બની હતી, તે જણાવી. ત્યારપછી તે તેમની પાસે ભણવા પ્રવૃત્ત થઈ ગયો.
તે નગરમાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠિ હતો. ઉપાધ્યાય ઇન્દ્રદત્ત એ પ્રમાણે વ્યવસ્થા કરેલી કે, પોતે ભણાવશે અને શાલિભદ્ર શેઠને ત્યાં તેને રોજ જમવા મળી રહેશે. કપિલ પણ ત્યાં ભોજન લેતો-લેતો અધ્યયન કરતો હતો. ત્યાં એક દાસી રોજ તેને ભોજન પીરસતી હતી. તે ઘણી હસમુખી હતી. તેણીની સાથે કપિલને પ્રીતિ બંધાણી, તે તે દાસીમાં આસક્ત થયો. તેણીએ કહ્યું, તું મને ખૂબ પ્રિય છે. તારું કોઈ નથી, મારું પણ કોઈ નથી, પેટને માટે આપણે બીજા–બીજાની પાસે રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ.
કોઈ વખતે મહોત્સવ આવ્યો. તે દાસી તેની સાથે વિરક્ત થઈ. તેણીને નિદ્રા આવતી ન હતી. કપિલે તેણીને પૂછયું કે, તને કેમ અરતિ–અસુખ થાય છે? દાસીએ કહ્યું કે, દાસી મહોત્સવ આવ્યો છે. પણ મારી પાસે પત્ર-પુષ્પ આદિને માટે નાણાં નથી. સખીજનોની વચ્ચે મારો તિરસ્કાર થાય છે. તે આ સાંભળી દુઃખી થયો. ત્યારે દાસીએ કહ્યું કે, તું વ્યથિત ન થા. અહીં ધન નામનો શ્રેષ્ઠી છે. વહેલી સવારમાં જઈને જે તેને પહેલા આશીર્વચન કહે છે, તેને તે બે માસા (પ્રમાણ) સુવર્ણનું દાન આપે છે. તું ત્યાં જા અને તેને આશીર્વચન કહેજે. ત્યારે કપિલે તે વાત કબૂલ રાખી.
ત્યારે લોભથી કપિલે વિચાર્યું કે, મારી બદલે કોઈ વહેલો ત્યાં ન પહોંચી જાય. તે માટે હું ખૂબ જ વહેલી સવારે પહોંચી જાઉ. તે મોડી રાત્રે જ નીકળી ગયો. ત્યારે તેને કોઈ ચોર છે તેમ સમજી કોટવાળ પરષોએ તેને પકડી લીધો અને બાંધીને લઈ ગયા. ત્યારપછી વહેલી સવારે તેને પ્રસેનજિત રાજા પાસે હાજર કર્યો. રાજાએ તેને પૂછયું કે, તું કોણ છે ? આટલો વહેલો કેમ ભટકી રહ્યો હતો ? તેણે જે હતો તે સત્ય વૃત્તાંત જણાવી દીધો. ત્યારે રાજાએ તેના પર દયા ધારણ કરી કહ્યું કે, તારે જે જોઈએ તે હું તને આપીશ, તો બોલ, તારે શું જોઈએ છે ?
કપિલે ત્યારે રાજાને જવાબ આપ્યો કે, હું વિચારીને કંઈક માંગીશ. રાજાએ તેને અનુમતિ આપી. તે અશોકવાટિકામાં જઈને વિચારવા લાગ્યો – બે માસા સુવર્ણમાં તે