________________
૧૨૨
આગમ કથાનુયોગ-૪
તેનું નામ પારાસર હતું, ત્યાં બીજા પણ પારાશર વસતા હતા. તે ઘણો જ કૃષ – શરીરે દુર્બલ હોવાથી અથવા કૃષિ–ખેતીમાં જોડાયેલો હોવાથી કે કુશલ હોવાથી તેને કૃષિપારાશર અથવા કૃષ પારાશર તરીકે બધાં ઓળખતા હતા.
તે કૃષિ પારાશર તે ગામમાં રાજકુળ દ્વારા નિયુક્ત થયેલ ચારિવાહક રૂપે કામ કરતો હતો. તે દિવસના ગાયો વગેરે તથા ખેડૂતોને ભોજન વેળા લઈ જતો હતો.
ત્યારપછી જ્યારે ભોજન-પાન આવે અને ભોજનની ઇચ્છાવાળા અથવા સુધાતુર ખેડૂતોને કહેતો કે, તમે બધાં પહેલા એક–એક ચાસ ખેડી લો ત્યારપછી ભોજન કરજો. તે વખતે તેઓ પ૦૦ (ઉત્તરાધ્યયનવૃત્તિ મુજબ ૬૦૦) હળ અને બળદ વડે ખેતી કરતા.
તે કૃષિ પારાશરે આ પ્રમાણે કરીને તેમના ભોજનમાં અંતરાય કર્યો, તે રીતે અંતરાય કરવા દ્વારા ગાઢ અંતરાયકર્મ ઉપાર્જિત કર્યું. ત્યાંથી મરણ પામી, સંસારમાં ભટકીને અન્ય કોઈ સુકત આરાધનાને બળે તે વાસુદેવનો પુત્ર ઢંઢ થયો. (કૃષ્ણ વાસુદેવની ઢઢણા નામની રાણીથી તે ઉત્પન્ન થયો હોવાથી તેનું ઢઢણકુમાર એવું નામકરણ થયું.)
એક વખતે અરિષ્ટનેમિ ભગવંત સમવસર્યા. તેમની વાણીથી બોધ પામીને ઢંઢણકુમાર વૈરાગ્ય પામ્યા. તેણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અંતરાયકર્મ ઉદીર્ણ થયું. તેને ફેડવા—ખપાવવા માટે દ્વારિકામાં ગૌચરી અર્થે ગમન કરતા હતા, છતાં ઢંઢણમુનિને ગૌચરી પ્રાપ્ત થતી ન હતી. જો કોઈ વખત કંઈ પ્રાપ્ત થાય તો પણ તે લખું– સુકું મળતું હતું. ત્યારે તેમણે ભગવંત અરિષ્ટનેમિને પૂછયું કે, મને આહાર કેમ ઉપલબ્ધ થતો નથી ? ભગવંતે તેમને પૂર્વભવ સંબંધી બાંધેલ અંતરાયકર્મની વાત કરી.
ત્યારપછી ઢઢણમુનિએ અભિગ્રહ ગ્રહણ કર્યો. હવે સ્વલિબ્ધિએ કરીને જો કંઈ ભિક્ષા પ્રાપ્ત થશે, તો હું આહાર કરીશ, પરલબ્ધિ વડે જો કોઈ લાભ થશે તો તે આહાર વાપરીશ નહીં. એ રીતે કર્મો ખપાવવા પ્રવૃત્ત થયા.
કોઈ દિવસે કૃષ્ણ વાસુદેવે તીર્થકર અરિષ્ટનેમિને પૂછયું કે, આપના આ અઢાર હજાર શ્રમણોમાં દુષ્કરકારક અણગાર કોણ છે ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો – ઢંઢણ અણગાર આ અઢાર હજાર મુનિઓમાં સૌથી દુષ્કરકારક છે. ત્યારપછી ઢઢણમુનિના અલાભ પરીષહ અને તેમણે ગ્રહણ કરેલા અભિગ્રહનો વૃત્તાંત કહ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે પૂછયું – તે ક્યાં છે ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ કહ્યું, તમે જ્યારે નગરીમાં પ્રવેશ કરશો ત્યારે તમે તેને જોશો. કૃષ્ણ વાસુદેવે નગરીમાં પ્રવેશતી વેળાએ તેમને જોયા.
ત્યારે કૃષ્ણ વાસુદેવે હાથીના સ્કંધ પરથી ઉતરીને તેમને વંદન કર્યું. આ દશ્ય કોઈ શ્રેષ્ઠીએ જોયું. શ્રેષ્ઠીને થયું કે નક્કી આ કોઈ મહાત્મા લાગે છે – જેથી વાસુદેવ એવા કૃષ્ણ મહારાજાએ તેમને વંદના કરી. તે વખતે ઢઢણ અણગાર પણ ભિક્ષાર્થે તે શ્રેષ્ઠીના ઘરમાં જ પ્રવેશ્યા. તે શ્રેષ્ઠીએ પરમશ્રદ્ધાથી મોદક (લા) વડે ઢઢણમુનિને પ્રતિલાભિત કર્યા, ગૌચરી ભ્રમણા કરીને ઢઢણમુનિ આવ્યા. ભગવંતને ગૌચરી બતાવીને પૂછયું
હે ભગવંત ! શું મારો અલાભ પરીષહ ક્ષીણ થઈ ગયો ? અર્થાત્ શું મારું લાભાંતરાય કર્મ નાશ પામ્યું ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો કે, તારો