SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૨૩ અલાભ પરીષહ હજી ક્ષય પામ્યો નથી. તેને આ લાભ મળ્યો છે તે કૃષ્ણ વાસુદેવના નિમિત્તે મળેલ છે. ત્યારે પરલાભથકી (બીજાના નિમિત્તે પ્રાપ્ત થયેલ ભિક્ષાથી) મારે જીવન પસાર કરવું નથી, તેમ વિચારી ઢંઢણ અણગાર છરહિતપણે તે મોદકની પારિષ્ઠાપના કરવા કુંભારની શાળામાં ગયા. ત્યાં જઈને મોદકના ચૂરેચૂરા કરી પરઠવી દીધા. આ સમયે શુક્લધ્યાનની ધારાએ ચઢેલા ઢંઢણ અણગારને કેવળજ્ઞાન સમુત્પન્ન થયું - આમ – જે રીતે ઢંઢણ અણગારે અલાભ પરીષહને સહન કર્યો તે રીતે અલાભપરીષહ સહન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.કૃ. ૭૫, ૩૭૪; મરણ. ૪૯૮; ઉત્ત.ચૂ૫ ૭૬; ઉત્તનિ ૧૧૪ + વૃ; ૦ તોસલિપુત્ર કથા : એક આચાર્ય ભગવંત. તોસલિપત્ર દૃષ્ટિવાદના ધારક હતા. તેમની પાસે રક્ષિત (આર્યરક્ષિત) ભાણવા આવેલા. પછી તેમના શિષ્ય બન્યા. (આ સર્વ કથા “આર્યરક્ષિત” કથાનકથી જાણી લેવી) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૭૬ + , આવ.૧–પૃ. ૪૦૨, ઉત્ત.નિ. ૯૭ + ; – ૮ –– » –– ૦ સ્થૂલભદ્ર કથા : – – (સ્થૂલભદ્ર, શ્રીયક, યક્ષા–ચક્ષદિાદિ સાત બહેનોની કથા) (ગુજરાતી કક્કાવારી મુજબ આ કથા “સ” વિભાગમાં જ આવે, પણ પ્રાકૃત-અર્ધ માગધીમાં “ભૂલભ” શબ્દ હોવાથી તે અહીં “થ"માં નોંધેલ છે.) માઢરગોત્રાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. તેમનો સંબંધ આ પ્રમાણે – ૦ સ્થૂલભદ્રનો કૌટુંબિક પરીચય : પાટલિપુત્ર નગરમાં નવમો નંદરાજા રાજ્ય કરતો હતો. તેને કલ્પક વંશનો શકટાલ નામે મંત્રી હતો. શકટાલ મંત્રીને બે પુત્રો હતા – સ્થૂલભદ્ર અને શ્રેયક. (સ્થૂલભદ્રને વ્યવહારમાં લોકો સ્થૂલિભદ્ર નામે ઓળખે છે. પણ ફક્ત ઉત્તરાધ્યયન ચૂર્ણિમાં જ “યૂનિમઃ” શબ્દ છે. બાકી સર્વત્ર “ધૂનમ' જ લખાયેલ છે.) શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી – (૧) યક્ષા, (૨) યક્ષત્રિા , (૩) ભૂતા. (૪) ભૂતદિત્રા, (૫) સેણા, (૬) વેણા, (૭) રેણા. જે સ્થૂલભદ્રની બહેનો તરીકે પ્રસિદ્ધ છે. ૦ વરરુચિ અને શકટાલ વચ્ચે વૈરનું બીજ : આ તરફ વરરુચિ નામનો એક બ્રાહ્મણ રોજ નંદરાજાની ૧૦૮ શ્લોક વડે સ્તુતિ કરતો હતો. તે રાજા તેનાથી સંતુષ્ટ થઈ તે બ્રાહ્મણને દાન આપવાની ઇચ્છા કરતો હતો. તે રાજા આ શ્લોક સાંભળીને શકટાલમંત્રીના મુખ સામે જોતો. પણ શકટાલમંત્રીને
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy