SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૨૧ પપ્પા. ૨૦ની , નાયા. ૧૭૦, ૧૭૫, ૧૭૬, ૧૮૨; આવ.પૂ.૧–. ૪૯૨; અંત ૨૦; આવનિ ૮૬૪ની જ ૦ જવલન આદિ કથા - વલન–દહન હુતાસન–જ્વલનશિખા કથા : પાટલીપુત્રમાં હુતાશન નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ જ્વલનશિખા હતું. તે બંને શ્રાવકધર્મની પરિપાલના કરતા હતા. તે દંપતિને બે પુત્રો થયા – જ્વલન અને દહન. કાળક્રમે આ ચારેએ પ્રવજ્યા અંગીકાર કરી. તેમાં જ્વલનમુનિ ઋજુતા સંપન્ન હતા. જ્યારે દહન માયાની બહુલતાવાળા હતા. તેઓ આવતા-જતા, જતા-આવતા, પણ દહન તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરતા ન હતા. બંને મુનિઓ કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં શક્રની અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ભગવંત મહાવીર આમલકલ્પામાં આપ્રશાલવન ચૈત્યમાં સમવસર્યા. ત્યારે જ્વલન અને દહન બંને દેવો ત્યાં આવ્યા. આવીને નૃત્યવિધિ દેખાડી – અર્થાત્ નાટકનૃત્યાદિ કર્યા. પરંતુ જ્વલન દેવે જ્યારે વિકુર્વણા કરી ત્યારે સરળ અને સુંદર વિકુવણા થઈ, જ્યારે દહનદેવે વિકુવણા કરી ત્યારે વિપરિતપણે પરિણમી. આ રીતે બંનેની વિકુવણામાં ભેદ જોઈને ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પૂછયું – આ બંને દેવોની વિદુર્વણામાં ભેદ કેમ જણાય છે ? ત્યારે ભગવંત મહાવીરે તે બંને દેવોના પૂર્વભવનું કથન કર્યું અને પછી જણાવ્યું કે, હે ગૌતમ આ માયાદોષનું પરિણામ છે, જે દેવે સરળતાપૂર્વક સંયમ જીવન વ્યતીત કર્યું. તેની નૃત્યવિધિની વિફર્વણા બરાબર થઈ અને જે દેવે માયાપૂર્વક સંયમ જીવન વ્યતીત કરેલું તેની નૃત્યવિધિ વિપરીત પરિણમી કેમકે જવલનદેવે આચારના ઉપયોગપૂર્વક યોગ સંગ્રહ કર્યો હતો. (નોંધ :- આ પ્રકારનો પ્રશ્નોત્તર ભગવતી સૂત્રમાં પણ આવે છે. જુઓ સૂત્ર–૧૯૧માં માયિ મિથ્યાષ્ટિ અણગાર સંબંધિ પ્રશ્નોત્તર. અલબત્ત ત્યાં આ કથા આપેલ નથી. અમે તો માત્ર દ્રવ્યાનુયોગનો સંબંધ નિદર્શિત કર્યો છે.) આ દૃષ્ટાંત આચારના ઉપયોગપૂર્વક યોગસંગ્રહ માટે અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૯૯ + વૃક આવ.ચૂં.- ૧૯૫, ૧૯૬; – – ૪ – ૦ ઢઢણકુમાર કથા : (અલાભ પરીષહના સંદર્ભમાં કૃષિપારાસર – ઢંઢ એ પ્રમાણે ઉદાહરણ અપાયેલ છે. જેમાં કૃષિ પારાસર એ પૂર્વભવનું નામ છે જે મૃત્યુ પામીને આ ભવે ઢઢણકુમાર થયો. તેનો નિર્યુક્તિકારે “ઢેઢ” એવા નામે પણ ઉલ્લેખ કર્યો છે.) ૦ ઢઢણકુમારનો પૂર્વભવ : એક ગામમાં એક પારાશર હતો. (ધાન્યપૂરણ નામના ગામમાં એક બ્રાહ્મણ હતો,
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy