SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આગમ કથાનુયોગ-૪ અનેકવાર કહેલું કે, હે આર્ય ! તું ભણ, કંઈક ભણ. પણ હું આત્મવૈરીની માફક ભણતો ન હતો. જો આવા મુગ્ધજનો વડે ભણેલા શ્લોકનું પણ આવું મહાનું ફળ પ્રાપ્ત થાય, તો પછી સર્વજ્ઞ ઉપદિષ્ટ શ્રત કેટલું મહાફળદાયી બને ? એમ વિચારી જવરાજર્ષિ ગુરુ સમીપે ગયા. પછી મિથ્યાદુકૃત્ આપી સમ્યક્તયા ભણવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભરૂ. ૮૭; બુહ.ભા. ૧૧પપ થી ૧૧૬૧ + – ૪ – ૪ – ૦ યશોભદ્ર કથા - આચાર્ય શäભવસૂરિના મુખ્ય શિષ્ય યશોભદ્ર થયા. શય્યભવસૂરિજી પોતાની પાટે તેમને સ્થાપીને સ્વર્ગ સંચર્યા. આ યશોભદ્રસૂરિ તુંગિકાયન ગોત્રના હતા. તેમને બે વિર શિષ્યો થયા. (૧) આર્ય સંભૂતિવિજય નામે સ્થવિર, જેઓ માઢરગોત્રના હતા. (૨) પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ નામે સ્થવિર. (યશોભદ્રસૂરિની વિશેષ કથા તો પ્રાપ્ત થઈ નથી, પણ તેનો એક પ્રસંગ દશવૈકાલિક નિર્યુક્તિની હારિભદ્રીય વૃત્તિમાં નોંધાયેલ છે.) જ્યારે પુત્ર–મુનિ મનક માત્ર છ માસનું સાધુપણું પાલન કરી કાળધર્મ પામ્યા, ત્યારે શય્યભવસૂરિની આંખમાં આનંદના અશુપાત થયો – અહો ! ખરેખર ! આ આરાધના પામી ગયો – આ વખતે તેમના પ્રધાન શિષ્ય એવા યશોભદ્રએ ગુરુ ભગવંતના અશ્રુપાત દર્શનથી – અરે આ શું? એવું આશ્ચર્ય અનુભવ્યું. વિસ્મિત થયેલા એવા તેમણે પૂછયું કે, હે ભગવન્! આ શું ? પૂર્વે તો ક્યારેય આવું બન્યું નથી. ત્યારે શય્યભવસૂરિએ તેમને જણાવ્યું કે, સંસારનો સ્નેહ આવા પ્રકારનો છે. આ મનક મારો પુત્ર હતો. ત્યારે યશોભદ્ર આદિ શ્રમણને થયું કે, અહો ! ગુરુ સમાન ગુરપુત્ર હોવા છતાં પણ અમોને જણાવ્યું નહીં. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :દસ.નિ ૩૭૨ + વૃક નંદી. ૨૪+ વૃ; તિલ્યો. ૭૧૩; કલ્પ. સ્થવિરાવલિ + વૃત્તિ. --- - ૪ - ૦ જિનદેવ કથા : ભરૂચ નગરમાં જેમણે બૌદ્ધ મતાવલંબી ભદંતમિત્ર અને કુણાલને વાદમાં હરાવેલા એવા એક આચાર્ય. જે બંને પછીથી જિનદેવના શિષ્ય બન્યા. (કથા જુઓ-કુણાલ) ૦ આગમ સંદર્ભઃઆવનિ ૧૩૦૪ + 9 આવ.પૂ.ર-પૂ. ર૦૧; – ૪ – ૪ – ૦ યુધિષ્ઠિર કથા : હસ્તિનાપુરના પાંડુ રાજાના મોટા પુત્રનું નામ યુધિષ્ઠિર હતું. તે દીક્ષા લઈ મોલે ગયા. (આ કથા “પ્રૌપદી"ની અને “પાંડવ"ની કથામાં આવી ગયેલ છે, ત્યાંથી જોઈ લેવી.) ૦ આગમ સંદર્ભ :
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy