________________
૧૩૬
આગમ કથાનુયોગ-૪ તે વખતે શિષ્યની અનુકંપાને માટે આચાર્યએ શ્લેષ્મ વડે પોતાની અંગુલિને ખરડીને ઊંચી કરી. તે વખતે તે અંગુલિ દીપશિખાની જેમ પ્રદીપ્ત થઈ ત્યારે તે દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યા કે, અહો ! આમના પરિગ્રહમાં અગ્નિ પણ છે. આવો વિચાર કરતા તેને દેવતાએ નિર્ભર્ચના કરી કે–
હા ! દુષ્ટ ! અધમશિષ્ય! આવા સર્વગુણના સાગરૂપ આચાર્યને માટે તું અન્યથા ચિંતવે છે ? એમ કહીને મોદકના લાભ વગેરે સર્વ વૃતાંત દેવતાએ સાચેસાચો કહ્યો. ત્યારે તેને ભાવપરાવર્તન થયું. પછી દત્તમુનિએ આચાર્ય મહારાજને ખમાવ્યા. સારી રીતે આલોચના કરી. (ઉત્તરાધ્યયન વૃત્તિમાં આચાર્યએ વસતિના નવ ભાગ કઈ રીતે કર્યા હતા. તે વાત દત્તમુનિને જણાવી તેમ કહેલું છે.)
- આ દષ્ટાંત ધાત્રિપિંડ દોષના અનુસંધાને પણ છે અને ચર્યાપરિષહના વિષયમાં પણ આવે છે.
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૯૨; નિસી.ભા. ૪૩૯૩ + ;
આવ.નિ. ૧૧૮૬ની વૃ, આવ.પૂ.ર– ૩૫; પિંડ.નિ ૪૬૦, ૪૬૧ + બૂક | (પિંડ.નિ.ભા. ૪૦), ઉત્ત.નિ ૧૦૬ + વૃક ઉત્તપૂ9 ૬૭,
– ૪ — — ૦ દધિવાહન કથા –
ચંપાનગરીના રાજાનું નામ દધિવાહન હતું. તેની પત્ની (રાણી)નું નામ પદ્માવતી હતું. તેમને કરકંડુ નામે પુત્ર હતો.
જ દધિવાહનને ઘારિણી નામે પણ પત્ની હતી. જેની વસુમતી નામે પુત્રી હતી. જે પછીથી ચંદના (ચંદનબાલા) નામે પ્રસિદ્ધ થઈ.
દધિવાહને છેલ્લે દીક્ષા લીધી. આ કથા કરકંડુ પ્રત્યેકબુદ્ધમાં પણ આવે છે અને ચંદનાની કથામાં પણ આવે છે. (જુઓ કથાનક-કઠંડુ તથા કથા-ચંદના)
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧ર૧ + આવ..૧–પૃ. ૩૧૮;
ર–પૃ. ૨૦૪ થી ૨૦૭; ઉત્તમૂ. ૬૦પની , ઉત્તનિ. ૨૬૬ +
ઉત્ત. ૫. ૧૭૮; — ૪ ૪ - ૦ દમદંત કથા :
( સામાયિક શબ્દના આઠ પર્યાયો છે. તે આઠે પર્યાયના અર્થને સ્પષ્ટ કરતી એક–એક કથા છે. જેમાં “સામાયિક” શબ્દના અર્થને સ્પષ્ટ કરતી એવી દમદંત મુનિની આ કથા છે.)
હસ્તિ શીર્ષ નગરમાં દમદંત નામનો રાજા હતો. આ તરફ ગજપુર નગરમાં પાંચ પાંડવો હતા. પાંડવોને દમદંતરાજા સાથે વૈરભાવ હતો. જ્યારે દમદંત રાજા જરાસંધની સાથે રાજગૃહ ગયેલો ત્યારે પાંડવોએ તેના દેશને લૂંટીને બાળી નાંખેલ. પછી કોઈ વખતે દમદંત રાજા પાછો આવ્યો. ત્યારે તેણે હસ્તિનાપુર (ગજપુર)ને ઘેરી લીધું. તેના ભયથી પાંડવ-કૌરવ આદિ કોઈ બહાર નીકળતા ન હતા. ત્યારે દમદંતે તેમને કહ્યું, શીયાળની