________________
શ્રમણ કથા
૧૩૫
ગવેષણા કરવી તે કાળથી જયણા છે અને સર્વત્ર મમત્વરહિત રહેવું તે ભાવથી જયણા છે.
ત્યારપછી કંઈક વર્ષ ગયા પછી સિંહાચાર્યે તે ગુરુ ભગવંતની સેવા નિમિત્તે દત્ત નામના શિષ્યને મોકલ્યા. તે અનુક્રમે વિહાર કરી ત્યાં આવ્યા. જે ક્ષેત્ર–વિભાગમાં પહેલા સંગમસ્થવિર આચાર્યને મૂકીને ગયા હતા, તે જ સ્થાને રહેલા તેમને જોયા. તે જોઈ દત્તમુનિ વિચારવા લાગ્યા કે, અહો ! આ ગુરુ ભગવંત ભાવથી પણ માસકલ્પ કરતા નથી. તેથી આવા શિથિલાચાર્ય સાથે એક સ્થાને રહેવું યોગ્ય નથી. એમ વિચારીને વસતિની બહારના મંડપમાં તે ઉતર્યા. પછી આચાર્ય ભગવંતને વંદના કરી, સુખશાતા પૂછી અને પોતાના ગુરુ ભગવંત સિંહાચાર્યનો સંદેશો કહ્યો.
જયારે ભિક્ષાની વેળા થઈ, ત્યારે સંગમસ્થવિર આચાર્યની સાથે તે દત્તમુનિ ભિક્ષાર્થે ગયો. ત્યાં અંતપ્રાંત ઘરોને વિશે તેની પાસે ભિક્ષા ગ્રહણ કરાવી. તેથી દત્તમુનિ કાંતિરહિત મુખવાળા થયા. તે વખતે આચાર્ય ભગવંત તેમના મુખભાવ જાણીને કોઈ ધનાઢયને ઘેર ગયા. ત્યાં વ્યંતરીથી અધિષ્ઠિત થયેલ કોઈ બાળક નિરંતર રડતો હતો. ત્યારે આચાર્ય ભગવંતે તેમની સન્મુખ જોઈ ચપટી વગાડીને કહ્યું કે, “હે વત્સ! તું રડ નહીં.'
જ્યારે સંગમસ્થવિરે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પૂતના વ્યંતરી ત્યાંથી નાસી ગઈ, બાળક તુરંત જ રડતો બંધ થઈ ગયો. તેથી ગૃહસ્વામીએ હર્ષિત થઈ તેને ઘણાં મોદકો વહોરાવ્યા. આ મોદક આચાર્ય ભગવંતે દત્તમુનિને અપાવ્યા. ત્યારે તે હર્ષિત થયો. પછી તેને વસતિમાં પાછો મોકલ્યો.
ત્યારપછી આચાર્ય ભગવંત પોતે પોતાના શરીર પર નિઃસ્પૃહ હોવાથી આગમોક્ત પદ્ધતિએ પ્રાંતકુળમાં ભ્રમણ કરીને વસતિમાં આવ્યા. પછી પ્રતિક્રમણ વેળાએ દત્તમુનિને કહ્યું, હે વત્સ ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની તું આલોચના કર. ત્યારે તે બોલ્યા કે, તમારી સાથે જ મેં વિહાર કર્યો છે. તેથી મને ધાત્રીપિંડાદિકનો પરિભોગ કઈ રીતે હોય?
ત્યારે સંગમ સ્થવિર બોલ્યા કે, લઘુ બાળકની ક્રીડા વડે ક્રીડન ધાત્રીપિંડ થયો અને ચપટી વગાડીને પૂતના વ્યંતરીના દોષ થકી તે બાળકને મુક્ત કરાવવાથી ચિકિત્સાપિંડદોષ થયો. તે સાંભળીને ઠેષ પામેલા દત્તમુનિ મનોમન વિચારવા લાગ્યા કે, પોતે ભાવથી પણ માસિકલ્પ કરતા નથી અને આવો પિંડ હંમેશાં ગ્રહણ કરે છે છતાં એક જ દિવસ ગ્રહણ કરેલા પિંડથી મને આલોચના આપે છે.
આ પ્રમાણે વિચારીને તે દ્વેષ પામીને વસતિની બહાર જઈને રહ્યો. ત્યારપછી આચાર્ય પરના દ્વેષને જોઈને કોપ પામેલી અને સંગમ સ્થવિરાચાર્યના ગુણથી વશ થયેલી દેવીએ તેને શિક્ષા આપવા માટે વસતિમાં અંધકાર અને વાયુસહિત વૃષ્ટિને વિકુળં. ત્યારે ભયભીત થયેલ તે દત્તમુનિએ આચાર્ય ભગવંતને કહ્યું કે, હે ભગવન્! હું જ્યાં જઉ ? ત્યારે ક્ષીરસમુદ્રના જળની જેવા અતિનિર્મળ હૃદયવાળા આચાર્યએ કહ્યું કે, હે વત્સ ! અહીં આવ. વસતિમાં પ્રવેશ કર.
ત્યારે દત્તમુનિએ કહ્યું કે, હે ભગવન્! અંધકારને લીધે હું દ્વારને જોઈ શકતો નથી.