________________
શ્રમણી કથા
૩૩૯
દૂધના લોભી, મધુર કર્ણપ્રિય વાણીનું ઉચ્ચારણ કરનારી – માં! માં ! બોલનારી સ્તનમૂળ અને કક્ષની વચ્ચેના ભાગમાં અભિસરણ કરનાર સંતાન જેના સ્તનને દૂધથી પરિપૂર્ણ કરે છે, પછી તે સંતાન કોમળ કમળ સમાન હાથોથી લઈને ખોળામાં બેસાડ઼યા પછી માં! માં! જેવા મધુર શબ્દોને સંભળાવી સંભળાવી સંભળાવીને પ્રસન્ન કરે છે. પરંતુ હું હતભાગિની છું, પૂણ્યહીન છું કે જેણે એક પણ પુત્રને જન્મ આપ્યો નથી. આ પ્રમાણે તેણી ભગ્ર મનોરથા થઈને – યાવત્ – આર્તધ્યાન કરવા લાગી. ૦ સુભદ્રા દ્વારા પુત્ર–ઉપાયની પૃચ્છા :
તે કાળે, તે સમયે ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી સમિત – ચાવતુ – ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા અને ઘણાં જ શિષ્યાઓના પરિવારવાળા સુવ્રતા આર્યા પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરણ કરતા એવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા એવા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાટક (સાધ્વીયુગલ) વારાણસી નગરીમાં ઉચ્ચ, મધ્યમ અને નીચ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા ભદ્ર સાર્થવાહના ઘરમાં પ્રવિષ્ટ થયા. ત્યારે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાને આવતા જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થતી જલદી આસનેથી ઉઠી, ઉઠીને સાત-આઠ કદમ તેઓની સન્મુખ ગઈ. જઈને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઉત્તમ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વડે પ્રતિલાભિત કરતા–કરતા સુભદ્રાએ આ પ્રમાણે કહ્યું
હે આર્યાઓ ! વાત એ છે કે, હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગોપભોગને ભોગવતી વિચારી રહી છું. પરંતુ હજી સુધી મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે – યાવત્ – હું એક પણ સંતાનને પ્રાપ્ત કરી શકી નથી. આપ આર્યાઓ તો ઘણાં જ્ઞાની છો, ઘણાં જ જાણકાર છો અને ઘણાં જ ગામ, આકર, નગર - યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર – યાવત્ - સાર્થવાહ વગેરેના ઘરોમાં પ્રવેશ કરો છો. તો શું કોઈ વિદ્યાપ્રયોગ કે મંત્રપ્રયોગ કે વમન, વિરેચન, વસ્તિકર્મ, ઔષધિ કે ભૈષજય આપ જાણો છો, જેનાથી હું કોઈ બાળક કે બાલિકાને પ્રાપ્ત કરી શકું? – જન્મ આપી શકું? ૦ આર્યાના ઉપદેશથી સુભદ્રા શ્રાવિકા બની :
- ત્યારપછી તે સાધ્વીઓ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિયે ! અમે ઇર્યા આદિ સમિતીઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથી શ્રમણીઓ છીએ. આ પ્રકારના કથનને અમારે કાન વડે શ્રવણ કરવું પણ કલ્પતું નથી. તો પછી અમે તેનો ઉપદેશ કે આચરણ કઈ રીતે કરી શકીએ ? પરંતુ હે દેવાનુપ્રિયે ! અમે તો વિશેષતા સાથે માત્ર કેવલી પ્રરૂપિત વિવિધ પ્રકારના ધર્મનું કથન કરી શકીએ.
ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે ધર્મનું શ્રવણ કરીને અને અવધારિત કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને તે આર્થીઓને ત્રણ વખત વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે આર્યાઓ હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું.