________________
૩૧૨
આગમ કથાનુયોગ-૪
પામીને ચંદ્રદેવની અગ્રમહિષીરૂપે ઉત્પન્ન થયેલ. આ ત્રણે પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થયેલ, ત્રણેના માતાપિતાના નામ તે કન્યાઓના નામની સદશ હતા. ઇત્યાદિ
૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭; ભગ. ૪૮૯;
નાયા. ૨૩૬; જીવા. ૩૧૯; સૂર. ૧૨૬; ચંદ. ૧૩૦
જંબૂ ૩૫૧;
૦ પદ્મા/પદ્માવતી આદિ કથા :
(નાયાધમ્મકહા – કુતસ્કંધ-બીજાના વર્ગ નવમાં શક્રની આઠ અગ્રમડિલીનો ઉલ્લેખ છે. આ આઠે પૂર્વભવે શ્રમણીઓ હતા. તે કથા આ પ્રમાણે-) ૦ પદ્મા(પદ્માવતી) :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગરમાં ભગવંત મહાવીરસ્વામી પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યુપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે પદ્માવતીદેવી સૌધર્મકલ્પમાં પદ્માવતંસક વિમાનમાં સુધર્મા સભામાં પદ્મ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ કથન “કાલીદેવી"ની કથા સમાન જાણવું. પૂર્વભવે આ પઘા (પદ્માવતી) શ્રાવસ્તીના પડા નામના ગાથાપતિની પુત્રી હતી. તેની માતાનું નામ વિજ્યા હતું. પછી “કાલીદેવી"ની માફક પાર્શ્વનાથ અર્વતની પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રેન્દ્રની અગ્રમહિષી થયા. ત્યાં તેણીની સ્થિતિ સાત પલ્યોપમની હતી. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ શિવા :
શ્રાવસ્તી નગરીના પ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભપાર્થઅર્હત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમષિી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષમાં જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ શચિ :
હસ્તિનાપુરના પદ્મ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થાત્ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમડિષી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું. ૦ અંજૂ :
હસ્તિનાપુરના પદ્મ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભપાર્શઅહંતુ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું ૦ રોહિણી :
કાંપિલ્યપુરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થઅર્પતું સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ નવમિકા :