________________
શ્રમણી કથા
૩૧૩
કાંપિલ્યપુરના પદ્મ ગાથાપતિ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થઅર્વત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમડિષી થયા. ત્યાંથી આવીને મહાવિદેહ મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ અચલા :
સાકેતનગરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભાપાર્થ અર્હત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગમહિષી થયા. ત્યાંથી વીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું. ૦ અપ્સરા :
સાકેતનગરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થ અહંતુ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું.
૦ આગમ સંદર્ભ :- (પઘાથી અપ્સરા સુધીના શ્રમણીના) ઠા. ૭ર૩; ભગ. ૪૮૯;
નાયા. ૨૩૭; – ૮ – ૮ – ૦ કૃષ્ણા આદિ કથા :
(કૃષ્ણા આદિ આઠ શ્રમણીઓની કથા નાયાધમ્મકહાના શ્રુતસ્કંધ બીજાના વર્ગ નવમાં આપેલી છે. આ આઠે શ્રમણીઓ કાળધર્મ પામી ઇશાનેન્દ્રના અગમહિષી થયા)
(૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજ, (૩) રામા, (૪) રામરણિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા, (૮) વસુંધરા.
તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. – યાવત્ – પર્ષદા પર્થપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે કૃષ્ણાદેવી ઈશાનકલ્પમાં કૃષ્ણાવતંસક વિમાનમાં સુધર્માસભામાં કૃષ્ણ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ સર્વકથા “કાલીદેવી” અનુસાર જાણવી.
આ પ્રમાણે આઠે અધ્યયનો (કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરણિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરાની કથા) “કાલીદેવી"ની કથા અનુસાર જાણવી.
વિશેષતા માત્ર એટલી છે કે – પૂર્વભવમાં (૧) કૃષ્ણા અને કૃષ્ણરાજિ બંને વાણારસી નગરીમાં થયા. (૨) રામાં અને રામરણિતા બંને રાજગૃહ નગરીમાં થયા. (૩) વસુ અને વસુગુપ્તા બને શ્રાવતી નગરીમાં થયા. (૪) વસુમિત્રા અને વસુંધરા બંને કૌશાંબી નગરીમાં થયા. કૃષ્ણા આદિ આઠે કન્યાના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું.
આ આઠે કન્યાઓએ ભ.પાર્થ અર્પત્ની પાસે દીક્ષા લીધી હતી અને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપાયા હતા.
– આ આઠે શ્રમણીઓ કાળધર્મ પામીને ઇશાનેન્દ્રની અગ્રમહિષીઓ થયા. – ત્યાં બધાં દેવીની સ્થિતિ નવ પલ્યોપમની હતી.