________________
શ્રમણ કથા
૦ આગમ સંદર્ભ :સમ. ૨૨રની વૃ દસ..પૂ. ૯૬;
નિસી.ભા. ૩રની ચૂ ઉત્તનિ ૧૨૩ની વ
૦ અંગાર મઈક :
ગર્જનક નામના નગરમાં ઘણા ઉત્તમ સાધુઓના ગણથી પરિવરેલા વિજયસેન આચાર્ય સુંદર ધર્મ કરવામાં તત્પર હતા, તેઓ ત્યાં માસકલ્પ કરીને રહેતા હતા. તે આચાર્યના શિષ્યોને પાછલી રાત્રિના સમયે એવું સ્વપ્ન જોવામાં આવ્યું કે ૫૦૦ નાના હાથીના ટોળાથી પરિવરેલો એક ભુંડ વસતિમાં પ્રવેશ કરતો હતો. વિસ્મય પામેલા તેઓએ આ સ્વપ્નનો ફલાદેશ પૂછયો. એટલે ગુરુએ તેમને કહ્યું કે, સાધુ સરખા હાથીઓ અને મુંs સરખા ગુરુ અહીં આવશે.
કલ્પવૃક્ષના વનથી શોભાયમાન એરંડાના વૃક્ષ સરખા ૫૦૦ ઉત્તમ મુનિવરોથી પરિવરેલ એવા અંગારમર્દક આચાર્ય આવ્યા. સાધુઓએ તેમની ઉચિત એવી પરોણાગત કરી, હવે અહીંના સ્થાનિક મુનિઓએ મુંડની પરીક્ષા માટે ગુરુના વચનથી માત્રુ પરઠવવાની ભૂમિમાં ગુપ્તપણે કોલસી નંખાવી. સાધુઓ તેમને જોવા માટે કોઈક પ્રદેશમાં સંતાઈને રહેલા. ત્યારે પરોણા તરીકે આવેલા સાધુઓ જ્યારે કાયિકીભૂમિમાં ચાલતા હતા, ત્યારે કોલસી ઉપર પગના ચાલવાથી ઉત્પન્ન થતા ક્રશ ક્રશ શબ્દના શ્રવણથી તેઓ આ શું ? આ શું ? એમ બોલતા મિચ્છામિદુક્કડં આપતા હતા. અંગારાના ક્રશ ક્રશ શબ્દોના સ્થાનમાં જલ્દી નિશાની કરતા હતા કે, સવારે તપાસીશું કે આ શું હશે ? આમ બુદ્ધિ કરીને જલ્દી પાછા ફરી જાય છે.
તે સમયે તેમના ગુરુ તો આ શબ્દોથી તુષ્ટ થયા કે અહો ! જિનેશ્વરે આવાઓને પણ જીવ તરીકે ગણાવ્યા છે. એમ બોલતા હતા. પોતે અંગારાને ખરેખર પગથી ચાંપતા કાયિકભૂમિએ ગયા. આ હકીકત તે સાધુઓએ પોતાના આચાર્યને જાણવી. તેણે પણ પેલા સાધુઓને કહ્યું કે, હે તપસ્વી મુનિવરો ! આ તમારો ગુરુ ભુંડ છે. આ તેના ઉત્તમ શિષ્યો હાથીના બચ્ચા સમાન મુનિવરો છે. ત્યારપછી યોગ્ય સમયે પરોણા સાધુઓને વિજયસેન આચાર્યએ યથાયોગ્ય દૃષ્ટાંત, હેતુ, યુક્તિથી સમજાવ્યા અને કહ્યું કે, હે મહાનુભવો ! આ તમારો ગુરુ અભવ્ય છે. જો તમોને મોક્ષની અભિલાષા હોય તો જલ્દી તેનો ત્યાગ કરો.
આ પ્રમાણે સાંભળીને તે શિષ્યોએ અભવ્ય એવા અંગાર મઈકાચાર્યનો ત્યાગ કર્યો. ઉગ્રત૫ વિશેષ કરીને તેઓએ દેવ–સંપત્તિ મેળવી. પણ અંગારમર્દિક આચાર્ય સમ્યકત્વથી વિવર્જિત હોવાથી લાંબા કાળ સુધી કષ્ટાનુષ્ઠાન કરતો હોવા છતાં ભાવોમાં દુઃખ ભોગવનારા થયા.
પેલા ૫૦૦ શિષ્યો દેવલોકમાંથી ઍવીને ભરતક્ષેત્રમાં વસંતપુર નામના ઉત્તમ નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. રૂપ–ગુણથી શોભાયમાન સમગ્ર કળાસમૂહના જાણકાર તેઓ મનોહર તરુણપણું પામ્યા. દેવકુમારની આકૃતિ સરખા, અસાધારણ પરાક્રમ અને પ્રતાપના વિસ્તારવાળા એવા તેઓ પૃથ્વીના રાજાઓની પર્ષદામાં