________________
૬૪
આગમ કથાનુયોગ-૪
પ્રસિદ્ધિ પામ્યા.
કોઈ વખતે હસ્તિનાપુરના કનકધ્વજ રાજાએ પોતાની અદ્ભુત રૂપવાળી પુત્રીના સ્વયંવરમાં આમંત્રણ આપ્યું. ત્યાં આવી પહોંચ્યા એટલે તેઓએ આખા શરીરે પ્રચંડ ખરજવું વૃદ્ધિ પામેલ, પુષ્કળ ભાર લાદેલો, મહારોગવાળો એક ઊંટ જોયો. વળી પીઠ ઉપર ન સમાવાથી ગળે ભાર લટકાવ્યો હતો. બીજો પણ ઘણો સામાન લાદેલો હતો. પીડાથી અતિ વિરસ શબ્દ કરતો, લગાર પણ ચાલવાને અસમર્થ હતો. યમદૂત સરખા ક્રૂર પામર લોકોથી વારંવાર આગળ-પાછળથી ચાબુકના ફટકાથી મરાતો હતો. અતિશય કરુણાથી ફરીફરી તેને જોતાં જોતાં રાજકુમારોને જાતિસ્મરણ થયું.
સર્વેને પૂર્વનો સાધુભવ યાદ આવ્યો. આ તે જ છે કે જે આપણાં ગુરુ આચાર્ય હતા, તે અત્યારે ઊંટ થયા છે. દેવભવમાં સર્વેએ આ નક્કી જાણેલું હતું કે, તેવા પ્રકારનો જ્ઞાનનો ભંડાર હતા. તેવા પ્રકારની તલવારની તીક્ષ્ણ ધાર સરખી ક્રિયા કરતા હતા, તેવા પ્રકારનું આચાર્ય પદ વિશેષ પામેલા હતા. આવા આ ગુણીજન હતા. તો પણ સમ્યક્ત્વ કે તત્વનો લેશમાત્ર અંશ ન પામેલા હોવાથી કલેશ ઉપાર્જન કરીને ભવાટવીમાં અથડાતા એવા તે આવી દુ:ખી અવસ્થા પામેલા છે. અરેરે ! જિનેશ્વર ભગવંતના વચનની શ્રદ્ધા ન કરનાર એવા દ્રોહનો કેવો પ્રભાવ છે ? આચાર્ય પદવી પામ્યા છતાં આવી સ્થિતિ પામ્યા.
વળી શરીર તદ્દન સુકાઈને કૃશ બની જાય, તેવી સુંદર તપસ્યા કરો. સાચી મતિ વહન કરો. સુંદર બ્રહ્મચર્ય પાલન કરો. લોકોને સાચી પ્રરૂપણા દ્વારા ઉપકૃત્ કરો. જીવોને અભયદાન આપો તો જ આ સર્વે અનુષ્ઠાનો અને ક્રિયા સફળ છે. અતિ કરુણાથી તેમના માલિકને ઉચિત દ્રવ્ય અપાવીને તે ઊંટને છોડાવ્યો. તીવ્ર વૈરાગ્યથી તે ૫૦૦ રાજકુમારોએ આર્યસમુદ્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી.
૦ આગમ સંદર્ભ : ઠા. ૬૧ની વૃ;
મહાનિસીહ.
×
= X
૦ ઇંદ્રદત્ત પુરોહિત અંતર્ગત્) સાધુ કથા ઃ
લાંબાકાળથી પ્રતિષ્ઠિત એવી મથુરા નગરીમાં ઇન્દ્રદત્ત પુરોહિતના પ્રાસાદની નીચેથી જતા સાધુની ઉપર પગ લટકાવ્યા હતા. આ દૃશ્ય કોઈ શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તેને ગુસ્સો આવ્યો. અરે ! જુઓ આ પાપીએ સાધુની ઉપર પગ લટકાવ્યા. ત્યારે તે શ્રેષ્ઠીએ પ્રતિજ્ઞા કરી કે અવશ્ય મારે આનો આ પગ છેદી નાંખવો.
ત્યારપછી તે શ્રેષ્ઠી તે ઇન્દ્રદત્તના દોષ શોધવા લાગ્યો. પણ તે તેના છિદ્ર શોધી ન શક્યો. કોઈ વખતે તે આચાર્ય ભગવંતની પાસે ગયો અને વંદન કરીને કહ્યું કે, મેં આવી પ્રતિજ્ઞા કરી છે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, સાધુએ સત્કાર પુરસ્કાર પરીષહ સહન કરવો જોઈએ. ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે, મેં પ્રતિજ્ઞા કરી છે તેનું શું ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ પુરોહિતનું ઘર ક્યાં છે ? શ્રેષ્ઠીએ કહ્યું કે, આ પુરોહિતે પ્રાસાદ બનાવેલ છે.
આચાર્ય ભગવંતે કહ્યું કે, જ્યારે રાજા તે પ્રાસાદમાં પ્રવેશ કરશે ત્યારે તું રાજાને