SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૬૫ હાથ વડે પકડીને લઈ જજે. ત્યારે હું પ્રાસાદ વિદ્યા ભણીને પ્રાસાદને પાડી દઈશ. ત્યારે શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. પછી શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે, આ પુરોહિતે તમને મારી નાંખ્યા હોત. ત્યારે રોષાયમાન થયેલા રાજાએ તે પુરોહિતને શ્રાવકને હવાલે કરી દીધો. ત્યારે શ્રેષ્ઠીએ ઇન્દ્રદત્તના પગ ઇન્દ્રકીલે રાખી પછી તેનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને બીજાને વિસર્જિત કર્યો. તેણે સત્કારપુરસ્કાર પરીષહ સહન કર્યો નહીં. અહીં શ્રાવકે જે કર્યું તેમ ન કરવું જોઈએ. પણ સાધુની માફક સત્કાર પુરસ્કાર પરીષહ સહન કરવો જોઈએ. જેમ ઇન્દ્રદત્તે સાધુનું મસ્તક નીચે અને પગ ઉપર કર્યા તો પણ તે સાધુ મહારાજે આ અસત્કાર પરીષહ સહન કર્યો. તેમ સાધુઓએ સહન કરવો. આ કથા બાવીશ પરીષહમાં સત્કા–પુરસ્કાર પરીષદ્ધની કથામાં નોંધાયેલ છે. પણ ત્યાં સાધુ કે આચાર્યનું નામ આપેલ નથી. ૦ આગમ સંદર્ભ :મરણ. પર; ઉત્ત.નિ. ૧૧૮ની વૃક – x — — ૦ ઇલાચિપુત્ર કથા : (વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામે એક બ્રાહ્મણ હતો. તેને પ્રીતિમતિ નામે સ્ત્રી હતી.) એક બ્રાહ્મણ હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે ધર્મ સાંભળીને પોતાની સ્ત્રી સહિત પ્રવ્રયા અંગીકાર કરી. ઉગ્રમાં ઉગ્ર પ્રવજ્યાનું પાલન કરતા હતા. પણ પરસ્પર પ્રીતિને ઘટાડી શકતા ન હતા. પણ તે વિજાતિય મહિલા અર્થાત્ બ્રાહ્મણી થોડા જાતિમદને ધારણ કરતી હતી. તે દુષ્ટ્રની આલોચના કર્યા વિના અનશન કરીને મૃત્યુ પામી તે વૈમાનિકમાં – દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું યથાયુષુ ભોગવ્યું. આ તરફ ઇલાવર્ધન નગરમાં ઇલા નામક દેવી હતી. ત્યાં એક સાર્થવાહી પુત્રની ઇચ્છાથી તેની આરાધના કરતી હતી. તે આ પ્રમાણે ઇલાવર્ધન નામે એક નગર હતું. ત્યાં ઇભ્ય નામે શ્રેષ્ઠી હતો, તેને ધારિણી નામે સ્ત્રી હતી. તેણીએ ઇલાદેવીની આરાધના કરી, પુત્રની કામના કરી હતી. તેના ઉદરમાં (અગ્નિશમ) બ્રાહ્મણનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ઇલાદેવીના વરદાનથી તે પુત્ર થયો હોવાથી તેનું ઇલાપુત્ર નામ રાખવામાં આવ્યું. જે ઇલાચીપુત્ર નામે પણ ઓળખાય છે. - તે (અગ્નિશમ) બ્રાહ્મણની પુત્રી ગર્વદોષથી (જાતિમદથી) સ્વર્ગથી ચ્યવીને કોઈ નટકુળમાં ઉત્પન્ન થઈ. બંને (ઇલાપુત્ર–નટપુત્રી) યુવાન થયા. તે નટપુત્રી વિલાસ હાસ્યયુક્ત એવી સારી નર્તકી થઈ. કોઈ વખતે ઇલાપુત્રે તે નટકન્યાને જોઈ. પૂર્વભવના રાગથી તે તેણીના પ્રત્યે આકર્ષિત થયો. ઇલાપુત્રે નટ લોકોને ઘણું દ્રવ્ય આપી તે નટડીની માંગણી કરી. તે નટકન્યાના વજન જેટલું સુવર્ણ આપવા છતાં તેણી પ્રાપ્ત ન થઈ, તે નટકૂળવાળા લોકોએ કહ્યું કે, આ તો અમારી અક્ષયનિધિ છે. તો પણ જો તું અમારી નટકળાને શીખે, અમારી સાથે જ રહેવા અને ભ્રમણ કરવા તૈયાર હો તો અમે આ કન્યા તને આપવા તૈયાર છીએ. ત્યારે ઇલાપુત્ર તેની સાથે ચાલી નીકળ્યો. નટની કળા પણ શીખ્યો. ત્યારપછી | ૪/૫
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy