________________
શ્રમણી કથા
૩૨૯
દત્તિઓ ગ્રહણ કરવાની થાય છે.
યથાસૂત્ર દશદશમિકા ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા બાદ આર્યા સુકૃણાએ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, છ, સાત, આઠથી લઈને પંદર અને માસક્ષમણ સુધીની તપશ્ચર્યાથી અતિરિક્ત, અન્ય અનેકવિધ તપો વડે પોતાની આત્માને ભાવિત કર્યો. આ કઠિન તપને કારણે આર્યા સુકૃષ્ણા અત્યધિક દુર્બળ થઈ ગયા. – યાવત્ – સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૧૪;
નિર. ૨૧;
કમ્પ. 3; – ૪ – ૪ –– ૦ મહાકૃષ્ણા કથા :
શ્રેણિક રાજાની એક પત્નીનું નામ મહાકૃષ્ણા હતું, તેને મહાકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – ચેટક રાજાના હાથે મૃત્યુ પામ્યો. શેષ કથન કાલી મુજબ કથા જુઓ “મહાકૃષ્ણ"
મહાકૃષ્ણા રાણીની શ્રમણીપણાની કથા “કાલી રાણી મુજબ જ જાણવી. વિશેષ એ કે મહાકૃષ્ણા આર્યાએ લઘૂસર્વતોભદ્રપ્રતિમા અંગીકાર કરેલી.
- પહેલા એક ઉપવાસ કર્યો પછી સર્વકામ ગુણયુક્ત (વિગઈસહિત) પારણું કર્યું. પછી છઠ, અઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કર્યા. તે બધામાં પારણું વિગઈયુક્ત કર્યું. – કરીને – પછી અઠમ કર્યો, વિગઈયુક્ત પારણું કર્યું, ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું.
પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, એ જ ક્રમે ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણું કર્યું - કરીને – પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. એ જ ક્રમે અઠમ – ચાર ઉપવાસ – પાંચ ઉપવાસ અને ઉપવાસ કર્યો, દરેકમાં પારણું વિગઈયુક્ત કર્યું.
એ જ રીતે પાંચમી પંક્તિમાં ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, ઉપવાસ, છઠ અને અઠમ કર્યો. બધાં જ પારણા વિગઈયુક્ત કર્યા.
આ પ્રમાણે આ લઘુ સર્વતોભદ્ર તપકર્મની પહેલી પરિપાટી ત્રણ માસ અને દશ દિવસોએ પૂર્ણ થઈ. તેની સૂત્રાનુસાર સમ્યગ્રતયા આરાધના કરીને આર્યા મહાકૃષ્ણાએ બીજી પરિપાટીમાં ઉપવાસો કર્યા પણ પારણા વિગઈરહિત કર્યા. એ રીતે રત્નાવલી તપમાં બતાવ્યા મુજબ આ તપમાં પણ ચાર પરિપાટી હોય છે અને પારણાની વિધિ પણ તે જ પ્રમાણે જાણવી.
પહેલી પરિપાટીમાં પુરા ૧૦૦ દિવસ થાય. જેમાં ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા હોય છે ત્યારે પરિપાટીમાં કુલ સમય ૧ વર્ષ, ૧ માસ, ૧૦ દિવસ અર્થાત્ ૪૦૦ દિવસનો હોય છે. શેષ વર્ણન કાલી આર્યા પ્રમાણે જાણવું – યાવત્ – મહાકૃષ્ણા આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા.