SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૧૫ રાજાનો નિમંત્રણ લેખ આપ્યો. ત્યારપછી જિનદાસ શ્રાવકને ચિલાત રાજાને લઈને સાકેત નગરે આવ્યો. સ્વામી – ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. રાજા શત્રુંજય પરિવાર અને ઋદ્ધિસહિત નીકળ્યો, સ્વજન સમૂહ પણ નીકળ્યો. ત્યારે ચિલાતે પૂછયું કે, હે જિનદેવ આ બધાં લોકો ક્યાં જાય છે ? ત્યારે જિનદેવ શ્રાવકે કહ્યું કે, આ તે રત્નના વ્યાપારી છે. ત્યારે ચિલાત રાજાએ કહ્યું, ચાલો, આપણે ત્યાં જોવા જઈએ. ત્યારે તે બંને પણ નીકળ્યા. ત્યાં પહોંચતા તેમણે ભગવંત મહાવીર સ્વામીના છત્રાતિ છત્ર, સિંહાસન ઇત્યાદિ અતિશયો જોયા. ત્યારે પૂછયું કે, હે જિનદેવ ! રત્નો જ્યાં છે ? તે વખતે ભગવંત મહાવીરસ્વામીએ ભાવરનો અને દ્રવ્યરત્નોની પ્રજ્ઞાપના–વ્યાખ્યા કરી. તે સાંભળીને ચિલાતે કહ્યું કે, મને ભાવરનો અર્પણ કરો. તેણે આ પ્રમાણે કહ્યું, ત્યારે તેને રજોહરણગુચ્છા આદિ દેખાડવામાં આવ્યા. ચિલાત રાજાએ પણ તે ભાવરત્નોનો સ્વીકાર કર્યો અને દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૧૦ + ; આવપૂર–પૃ. ૨૦૩; ૦ દંડમુનિ અને યમુન રાજાની કથા : મથુરા નામની નગરીમાં યમુના નામે રાજા હતો. યમુનાવક્ર ઉદ્યાનની પશ્ચિમે કોઈ વખતે તેણે પડાવ નાખેલો હતો. તે વખતે દંડ નામના અણગાર ત્યાં આતાપના લેતા હતા. કોઈ વખતે યમુન રાજા બહાર નીકળ્યા. ત્યારે તેણે તે સાધુને જોયા. ત્યારે વિના કારણે રાજા રોષાયમાન થયો અને તેણે તલવાર વડે સાધુના મસ્તકને છેદી નાંખ્યું. બીજા કોઈ એમ કહે છે કે બીજોરાના ફળ વડે તે રાજાએ દંડમુનિને હણ્યા. તે વખતે રાજસેવક આદિ સર્વે મનુષ્યોએ પણ ઢેફાંઢેખાળા વગેરે ફેંકીને ત્યાં મોટો ઢગલો કર્યો. રાજાના કોપોદયને ભાવ આપત્તિ ગણી, સમભાવથી સહન કર્યું. અંતકૃત કેવલી થઈ, સિદ્ધિપદને પામ્યા. ત્યારે દેવોએ ત્યાં આવીને મહિમા કર્યો. ત્યારપછી પાલક વિમાનમાં શક્રેન્દ્ર આવ્યા. તેને જોઈને રાજા અતિ ખેદ પામ્યો. વજ વડે તેને ભયભીત કરી કહ્યું કે, હવે જો તું દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય તો જ તને મુક્ત કરીશ. ત્યારે યમુન રાજાએ દીક્ષા અંગીકાર કરી, ત્યારપછી સ્થવિરોની પાસે અભિગ્રહ ગ્રહણ કર્યો કે જો મને ભિક્ષા જતી વખતે આ અપરાધ યાદ આવે – (કોઈ પણ મારા અપરાધને યાદ અપાવે) તો હું ભોજન કરીશ નહીં. જો અડધુ ભોજન કર્યું હશે અને અપરાધ યાદ આવશે (કોઈ યાદ અપાવશે) તો બાકીના ભોજનનો ત્યાગ કરી દઈશ. આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને તે યમુનમુનિએ એક પણ દિવસ આહાર કર્યો નહીં. કેમકે પ્રતિદિન તેને અપરાધનું સ્મરણ થતું હતું. અહીં આહાર ન કર્યો તે દ્રવ્ય આપત્તિ અને પોતાને દંડ દેવો તે ભાવ આપત્તિ. છેલ્લે પુનઃ વ્રતોચ્ચારણ કરી, પંડિતમરણની આરાધના કરી, કાળ કરી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy