SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા નામક સમ્યક્ દયાપૂર્વક જીવો સાથે રહેવું તે રૂપ સામાયિકને “સમયિક’ સામાયિક કહેવાય છે. જેનું દૃષ્ટાંત આ મેતારજમુનિ છે. જે મેતાર્યમુનિએ અનુકંપા બુદ્ધિથી, જેમની આંખો મસ્તક બંધાવાથી નીકળીને જમીન પર પડી ગઈ, તો પણ સંયમથી ચલિત ન થયા તેવા મેતાર્યમુનિને નમસ્કાર થાઓ. ૦ આગમ સંદર્ભ : આ.નિ. ૮૬૫, ૮૬૮, ૮૭૦ + ; મરણ. ૪૨૫, ૪૨૬; આવ.યૂ.૧૦૫ ૪૯૪, ૪૯૫; X X ૧૮૭ ૦ રંડાપુત્ર કથા ઃ * (આ કથા ખંડોષ્ઠાની કથા અંતર્ગત્ કથા છે. જે લક્ષ્મણા આર્યાની કથામાં તેણીના ભાવિ ભવોના વર્ણનમાં આવે છે.) સંખેડ નામે એક ખેટક હતું. ત્યાં કુબેર સમાન વૈભવયુક્ત એક રંડાપુત્ર હતો. ખંડોષ્ઠા નામક એક સ્ત્રી તેની સાથે રહેવા લાગી. ત્યારે તેની પહેલાંની પત્નીને ઇર્ષ્યા જાગી. તેના રોષથી કાંપતા કાંપતા તેણીએ કેટલાંક દિવસ પસાર કર્યા. એક રાત્રિએ ખંડોષ્ઠા ભર નિદ્રામાં સુતી હતી. ત્યારે તેને જોઈને તેણી અચાનક ચૂલા પાસે દોડી, એક સળગતું લાકડું લઈને આવી. તે સળગતા લાકડાને ખંડોષ્ઠાના ગુપ્તાંગમાં ઘુસેડી દીધું ઇત્યાદિ. (ખંડોષ્ઠાની કથામાં જોવું) તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર ઘેર આવી પહોંચ્યો. તે મનમાં વિકલ્પ કરવા લાગ્યો. સંસાર પરથી તેને નિર્વેદ આવ્યો. વૈરાગ્ય પામી તેણે સાધુના ચરણ કમળમાં પહોંચીને દીક્ષા અંગીકાર કરીને મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ : મહાનિ ૧૨૦૫ થી ૧૧૧૪; = X = ૦ રૌહિણિક (રોહિણિયા) કથા ઃ શતગૃહ નામે નગર હતું. ત્યાં રોહિણિક નામે ચોર હતો. બહારના દુર્ગમાં રહીને તે સઘળા નગરને ઘમરોળતો – લૂંટતો હતો. તેને પકડવાને માટે કોઈ સમર્થ ન હતું. કોઈ દિવસે વર્ધમાન સ્વામી સમવસર્યા. ભગવંત ધર્મ કથન કરતા હતા, તે અતિ દૂરથી પણ સંભળાતુ હતુ. તેથી ચાલતી વખતે તીર્થંકરની વાણી કાનમાં ન પડી જાય અને રખેને ‘‘ચોરી ન કરવાનો ઉપદેશ ન સંભળાય જાય'' તે માટે કાનમાં આંગળી નાંખી દીધી. પણ તેટલામાં રોહિણિયાના પગમાં કાંટો વાગ્યો. જેટલામાં તે એક હાથ વડે તે કાંટાને કાઢવા ગયા, તેટલામાં તીર્થંકર મહાવીરે આ ગાથાની પ્રરૂપણા કરી - ચારે નિકાયમાંના કોઈપણ દેવની માળા કદી કરમાતી નથી, તેના નયન કદી મટકું મારતા નથી અર્થાત્ અનિમેષ નયનવાળા હોય છે. તેઓ રજરહિત અર્થાત્ મેલરહિત શરીરવાળા હોય છે. તેના ચરણ ભૂમિથી ચાર આંગળ ઊંચા રહે છે ભૂમિને સ્પર્શતા નથી. આ પ્રમાણે સર્વજ્ઞોનું કથન છે. આ પ્રમાણે સર્વ તીર્થંકરો
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy