SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૪ અધ્યયન આ પ્રમાણે છે– (૧) પદ્માવતી (૨) ગૌરી (૩) ગાંધારી (૪) લક્ષ્મણા (૫) સુશીમાં (૬) જાંબવતી (૭) સત્યભામા (૮) રુકિમણી (૯) મૂલશ્રી અને (૧૦) મૂલદત્તા. ૦ પદ્માવતી કથા - તે કાળે, તે સમયે દ્વારિકા નામની નગરી હતી. જેનું આધિપત્ય કૃષ્ણ વાસુદેવ કરી રહ્યા હતા – યાવત્ – તેઓ નગરીનું પાલન કરતા વિચારી રહ્યા હતા. તે કૃષ્ણ વાસુદેવને પદ્માવતી નામે એક રાણી હતી. ૦ અહંતુ અરિષ્ટનેમિ દ્વારા ઘર્મદેશના : તે કાળે, તે સમયે અહંતુ અરિષ્ટનેમિ સમવસર્યા – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ નીકળ્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. તે સમયે તે પદ્માવતીદેવી આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થતી એવી જે રીતે દેવકીદેવી વંદનાર્થે નીકળ્યા હતા, તે જ પ્રમાણે પદ્માવતીદેવી પણ – યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે અર્પતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, પદ્માવતી રાણી અને તે વિશાળ એવી પર્ષદાને ચતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે -- સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, સર્વથા મૃષાવાદથી વિરમણ, સર્વથા અદત્તાદાનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ. ત્યારપછી પર્ષદા પાછી ફરી. ૦ કૃષ્ણ દ્વારિકા વિનાશ વિશે કરેલ પૃચ્છા :– ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અત્ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! મારી આ બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી – યાવત્ – દેવલોકની સમાન આ દ્વારિકા નગરીનો કયા કારણથી વિનાશ. થશે ? હે કૃષ્ણ! આ પ્રમાણે કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ નિશ્ચયથી આ બાર યોજન લાંબી અને નવી યોજના વિસ્તારવાળી – યાવત્ – દેવલોક જેવી આ કારાવતી નગરીનો સુરા (મદિરા), અગ્નિ અને કૈપાયનના નિમિત્તે વિનાશ થશે. ૦ દ્વારિકા વિનાશના વૃતાંતથી કૃષ્ણની ચિંતા : અહંતુ અરિષ્ટનેમિના મુખેથી દ્વારિકાના વિનાશની વાત સાંભળીને કૃષ્ણ વાસુદેવને આ અધ્યવસાય – કાવત્ – સંકલ્પ સમુત્પન્ન થયો. ધન્ય છે તે જાલિ, મયાલી, ઉવયાલી, પુરુષસેન, વારિષણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, દઢનેમિ, સત્યનેમિ વગેરે કુમારો - જેઓએ સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને યાચકોને દાન આપીને અર્પત અરિષ્ટનેમિપ્રભુની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગાર પ્રવજ્યા લીધી. - હું અધન્ય છું, અકૃત્ પુણ્ય છું, જે રાજ્યમાં, રાષ્ટ્રમાં, કોશમાં, કોઠાગારમાં,
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy