________________
શ્રમણી કથા
૩૧૫
અધ્યયન કરાવ્યું ઇત્યાદિ – કથા જુઓ પોલિા.
દ્રૌપદીએ પણ સુવ્રતા આર્યા પાસે પ્રવજ્યા ગ્રહણ કરેલી. અગિયાર અંગોનું અધ્યયન કરેલું, અનેકવિધ તપ કર્યા હતા – કથા જુઓ દ્રૌપદી.
વારાણસીના ભદ્ર સાર્થવાહની પત્ની સુભદ્રાને પણ સુવ્રતા આર્યાએ પ્રતિબોધ કરેલ, ત્યારપછી તેણીએ સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરેલી. જ્યારે સુભદ્રા આર્યા બાળકોમાં મૂર્ણિત બન્યા ત્યારે તેણીને આ અકલ્પનીય કાર્યોથી સુવતા આર્યાએ નિવારવા પ્રયન કરેલ. કથા જુઓ સુભદ્રા/સોમાં.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૧, ૧૫ર, ૧૮૧, ૧૮૩;
પુષ્ફિ ૮; – ૮ – – ૦ સુવ્રતા–૨ કથા -
(આ કથા પુફિયા આગમની છે. આગમ ક્રમ એટલે તોડવો પડેલ છે કે સુવતા–૧, સુવતા–રની તુલના થઈ શકે.)
તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – ચાવતુ – અનેક સાધ્વીઓની સાથે સુવ્રતા નામના આર્યા તે બિભેલ સન્નિવેશમાં આવશે. અણગાર ઉચિત અવગ્રહ લઈને ત્યાં સ્થિરતા કરશે. સોમા બ્રાહ્મણી.. આવીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કરશે. ત્યારપછી સુવ્રતા આર્યા તે સોમા બ્રાહ્મણીને કર્મથી જીવ બદ્ધ થાય છે. ઇત્યાદિ રૂ૫ કેવલિ પ્રરૂપિત ધર્મોપદેશ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરશે અને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કરી, પાછી જશે.
..સુવ્રતા આર્યા કોઈ સમયે ગ્રામાનુગ્રામ વિચરણ કરતા પુનઃ બિભેલ સંનિવેશમાં આવશે... સોમા બ્રાહ્મણી તેમની પાસે પ્રવૃજિત થશે... ત્યારપછી સોમાં આર્યા સુવ્રતા આર્યાની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરશે ઇત્યાદિ – કથા જુઓ સુભદ્રા/સોમા.
(નોંધ :- સુવતા–૧ અને સુવ્રતા–ર બંને અલગ જ હોય. કેમકે સુભદ્રાને પ્રતિબોઘ કરનાર આર્યા સુવ્રતા છે. પછી સુભદ્રા આર્યા કાળધર્મ પામીને બહપુત્રિકાદેવી થયા. તેનું આયુષ્ય ચાર પલ્યોપમ છે. તે દેવી ભગવંત મહાવીરને વંદનાર્થે આવે છે. પછી ભગવંત મહાવીર તેના આગામીભવનું વર્ણન કરે છે. આગામી ભવે તે સોમા બ્રાહ્મણીરૂપે જન્મ લે છે, ત્યાં તેને સુવતા આ પ્રતિબોધ કરે છે. મનુષ્યાયુ ચાર પલ્યોપમ હોય નહીં. તેથી આ સુવતા આર્યા બીજા જ હોય માટે અલગ નોંધેલ છે. સંદર્ભ-કથા જુઓ સુભદ્રા/સોમા)
૦ આગમ સંદર્ભ :પુષ્ક્રિ. ૮;
– ૪ – ૪ – ૦ પદ્માવતી આદિ કથા :
(અંતકૃત્ દશા આગમના પાંચમાં વર્ગમાં આ દશ અધ્યયનો આપેલા છે જે મુખ્ય ત્રણ વિભાગમાં છે. અધ્યયન–૧માં પદ્માવતીની કથા, અધ્યયન–૨ થી ૮ એક જ સૂત્રમાં છે તેમાં ગૌરી આદિ સાતની કથા અને અધ્યયન ૯ અને ૧૦ એક જ સૂત્રમાં છે તે ત્રીજા વિભાગમાં મૂલશ્રી અને મૂલદત્તાની કથા. આ દશ