SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૩૧૭ સેનામાં, વાહનમાં, પુરમાં, અંતઃપુરમાં, કામભોગોમાં મૂર્ણિત થઈ રહ્યો છું – યાવત્ – આસક્ત થઈને અહં અરિષ્ટનેમિ પ્રભુની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવામાં સમર્થ નથી. ૦ વાસુદેવ કદી દીક્ષા ન લે તેવું જિનવચન : હે કૃષ્ણ ! આ પ્રમાણે અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને કહ્યું, હે કૃષ્ણ ! નિશ્ચયથી તને આ માનસિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો છે કે, તે જાલિકુમાર આદિ ધન્ય છે – યાવત્ – પ્રવ્રજિત થયા છે. પરંતુ હું અધન્ય છું – થાવત્ – અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા ધારણ કરવામાં સમર્થ નથી. હે કૃષ્ણ ! આ વાત યથાર્થ છે ? હાં, ભગવન્! આ વાત યથાર્થ છે. હે કૃષ્ણ ! એવું કદાપી થયું નથી થતું નથી અને થશે પણ નહીં કે સ્વર્ણ આદિ ધનસંપત્તિનો ત્યાગ કઈને વાસુદેવ પ્રવજ્યા અંગીકાર કરે. ૦ કૃષ્ણની અનંતર ભવે નરકગતિનું વિધાન : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! હું અહીંથી કાળના અવસરે કાળ કરીને ક્યાં જઈશ? ક્યાં ઉત્પન્ન થઈશ ? ત્યારે અર્પતું અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! એ પ્રમાણે નિશ્ચયથી તું દારું, અગ્નિ અને દ્વૈપાયનના ક્રોધથી દ્વારિકા નગરીના ભસ્મ થઈ ગયા પછી માતા–પિતા અને સ્વજનોથી અલગ થઈને રામબલદેવની સાથે દક્ષિણી સમુદ્ર કિનારાની તરફ પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર અને પાંચ પાંડવોની પાસે પાંડુમથુરાની તરફ જતી વેળાએ કોસાંબવન નામના કાનનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર પીતાંબર વસ્ત્ર ઓઢીને સુતો હોઈશ ત્યારે જરાકુમાર દ્વારા ધનુષ્યથી છોડાયેલા તીક્ષ્ણ બાણ વડે ડાબા પગમાં વિંધાઈને કાળના અવસરે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના ઉજ્વલિત નરકમાં નારકરૂપે ઉત્પન્ન થઈશ. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ અર્વત્ અરિષ્ટનેમિની પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાન કરવા લાગ્યા. ૦ આગામી ભવે કૃષ્ણનું તીર્થકરત્વ – કથન : હે કૃષ્ણ ! આ પ્રમાણે અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું ભગ્ર મનોરથ થઈને – યાવત્ – આર્તધ્યાન ન કરો. કેમકે, હે દેવાનુપ્રિય! ખરેખર, તું તે ત્રીજી પૃથ્વીના ઉજ્વલિત નામક નરકથી નીકળીને અનંતર જ આ જંબૂતીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પૌંડ્ર જનપદના શતતાર નામના નગરમાં બારમાં અમમ નામના અરિહંત-તીર્થકર થશો. (અન્ય સ્થાને અમમ તીર્થકરનો ક્રમ તેરમો કહેલ છે. જૂઓ ભાવિ તીર્થકર વર્ણન) ત્યારે ત્યાં તમે ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરી સિદ્ધ થશો – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશો. – કૃષ્ણ દ્વારા પ્રવજ્યા ગ્રહણ માટે પ્રેરણા : ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે અહત અરિષ્ટનેમિની પાસેથી આ વાતને સાંભળીને
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy