SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૪ ૦ મુનિનું અવિનીતપણું – ચરણાદિ ગુણરૂપી રત્નો આપનાર, ઉત્તમ સંઘયણવાળા, મોડમલને જિતનાર, મહાપ્રભાવશાળી અને કોઈથી પરાભવ ન પામનારા, ઘણા શિષ્યોના પરિવારવાળા (સંગમસિંહ નામના) આચાર્ય હતા. તેમના શિષ્યો પૈકી એક લગાર ઉશૃંખલ સ્વભાવના શિષ્ય હતા. તેઓ દુષ્કર તપસ્વી હતા. છતાં સ્વચ્છંદમતિ અને ઇચ્છાનુસાર વર્તન કરતા હોવાથી આજ્ઞાનુસારી ચારિત્રપાલન કરતા ન હતા. આચાર્ય ભગવંતે તેને બોધ આપતા કહેલું કે, હે દુર્વિનીત શિષ્ય ! આ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ નિષ્ફળ, કષ્ટકારી, દુષ્ટા કરી અમને ખોટો સંતાપ પમાડે છે. ભગવંતની આજ્ઞાનુસાર જે હોય, તે જ ચારિત્ર છે. આજ્ઞાભંગ થયા પછી શું ભાંગવાનું બાકી રહે છે. ગુરુના આવા સબોધ વચનો સાંભળી તે ગુરુ પરત્વે વૈરભાવ વહન કરવા લાગ્યા. કોઈ સમયે ગુરુ મહારાજ તે શિષ્યની સાથે એક મોટા પર્વત પર આરૂઢ થયા. ત્યાંથી ક્રમશઃ ઉતરવાનું શરૂ કર્યું. ત્યારે દુર્વિનીત એવા તે શિષ્ય વિચાર્યું કે, આ યોગ્ય સમય પ્રાપ્ત થયો છે. તો દુર્વચનના ભંડાર એવા આ આચાર્યને આજે હું હણી નાખું. અત્યારે તેઓ સહાય વગરના એકલા છે. જો હું આ તક ગુમાવીશ તો તેઓ જીવનપર્યત કુવચનો સંભળાવીને મારો તિરસ્કાર કરશે. એમ વિચારી, પાછળથી એક મોટી શીલા ગબડાવી, ગુરુ એ શીલા ગબડતી જોઈ ખસી ગયા અને કહ્યું કે, ઓ મહાદુરાચારી ! ગુનો દ્રોહ કરવા જેવું બીજું કોઈ પાપ નથી. તું આવું અકાર્ય કેમ આચરે છે ? ૦ ગુરુ દ્વારા ભાવિ કથન, ફૂલવાલક દ્વારા પ્રતિકાર : આચાર્ય ભગવંતે કહ્યું, ઓ દુર્વિનીત ! તું આ લોક સ્થિતિને જાણતો નથી. તું ઉપકાર કરનાર પર વધ બુદ્ધિ ધારણ કરે છે ? લાંબા-કાળ સુધી તને શિક્ષા આપી, સાચવ્યો, તો પણ તું કૃતન બનીને વધ કરવા તૈયાર થયો છે ? આજ પર્યત તે જે કંઈ સુકૃત કર્યું છે, તેને તું મૂળમાંથી ઉખેડી નાંખવા તૈયાર થયો છે. તું ધર્મપાલન માટે તદ્દન અયોગ્ય છે. હે પાપી ! સ્ત્રી દ્વારા તારું પતન થશે. તું સાધુપણાનો પણ ત્યાગ કરીશ. એમ કહી આચાર્ય ભગવંત સ્વસ્થાને ગયા. ત્યારે તે અવિનીત પાપી શિષ્ય વિચારવા લાગ્યો કે, હું તે પ્રકારે કરીશ કે જેથી આ સૂરિનું વચન મિથ્યા થાય. એમ વિચારી તે કુશિષ્ય અરણ્યભૂમિમાં ગયા. જ્યાં લોકોની અવરજવર ન હોય તેવા એક તાપસ આશ્રમમાં રહ્યો. તેમણે નદી કાંઠે ઉગ્રતા કરવાનો આરંભ કર્યો. વર્ષાકાળ આવી પહોંચ્યો. એટલે તેના તપથી તુષ્ટ થયેલા ત્યાંના કોઈ વનદેવતાએ “આ તપસ્વી નદીના પૂરના જળથી તણાઈ ન જાય' તેમ વિચારી નદીનો પ્રવાહ બદલાવી નાંખ્યો અને બે કાંઠા એકઠા થયેલી નદીને જોઈને તે દેશના લોકોએ ગુણનિષ્પન્ન એવું. “કૂલવાલક" નામ પાડ્યું. તેઓ ત્યારપછી માર્ગથી જતા-આવતા સાથે અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ ચલાવતા હતા. ૦ ફૂલવાલક મુનિ દ્વારા વેશ ત્યાગ : (સેચનક હાથી પ્રાપ્ત કરવા માટે રાજા કોણિકને ચેટકરાજા સાથે મહાયુદ્ધ થયું.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy