________________
શ્રમણી કથા
૨૪૭
થાઓ. ત્યારે તે બાલિકાના માતાપિતાએ તે બાલિકાનું સુકુમાલિકા એવું નામ રાખ્યું.
ત્યારપછી પાંચ ધાવમાતાઓએ તેણીને ગ્રહણ કરી, તે આ પ્રમાણે – (૧) દૂધ પીવડાવનારી ઘાત્રિ, (૨) સ્નાન કરાવનારી ધાત્રિ, (૩) આભૂષણ પહેરાવનારી ધાત્રિ, (૪) ગોદમાં લેનારી ધાત્રિ અને (૫) ક્રીડા કરાવનારી ધાત્રિ દ્વારા એક ખોળામાંથી બીજા ખોળામાં લેવાતી એવી તે સુકુમાલિકા બાલિકા – મણિ દ્વારા ખચિત પ્રદેશવાળા રમણીય પર્વતની ગુફામાં રહેલી ચંપકલતા વાયુવિહિન પ્રદેશમાં વ્યાઘાતરહિત થઈને વૃદ્ધિ પામે છે, તે જ પ્રકારે સુખપૂર્વક મોટી થવા લાગી. –૦- સુકુમાલિકાનો સાગર સાથે વિવાહ :
ત્યારપછી તે સુકુમાલિકા બાલિકા બાલ્યાવસ્થાનું અતિક્રમણ કરીને સંજ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે – યૌવનાવસ્થાના કારણરૂપે રૂપથી-યૌવનથી અને લાવણ્યથી ઉત્કૃષ્ટ થઈ, ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ અને સર્વાગ સુંદરી બની ગઈ.
તે જ ચંપાનગરીમાં જિનદત્ત નામનો એક સાર્થવાહ રહેતો હતો. જે ધનાઢ્ય – થાવત્ – અપરિભૂત હતો. તે જિનદત્ત ને ભદ્રા નામે પત્ની હતી. જે સુકોમળ, ઇષ્ટ અને મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી – અનુભવતી વિચરતી હતી. તે જિનદત્તનો પુત્ર ભદ્વાભાર્યાનો આત્મજ સાગર નામનો પુત્ર હતો. જે હાથ–પગ વડે સુકોમળ – યાવતું – સુંદરરૂપ વડે સંપન્ન હતો.
ત્યારપછી કોઈ એક સમયે તે જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને સાગરદત્ત સાર્થવાહના ઘરની નજીકથી જઈ રહ્યો હતો. આ તરફ સુકમાલિકા પુત્રી સ્નાનાદિ કરીને દાસીના સમૂહથી ઘેરાયેલી પોતાના આવાસગૃહની ઉપર છત પર સોનાના દડા વડે ક્રીડા કરતી વિચરી રહી હતી.
ત્યારે જિનદત્ત સાર્થવાહે સકમાલિકા કન્યાને જોઈ, જોઈને સુકમાલિકા કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી આશ્ચર્યાવિત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિયો ! આ કોની કન્યા છે અને તેનું નામ શું છે ? છે ત્યારે તે કૌટુંબિક પુરુષ જિનદત્ત સાર્થવાહના આ કથનને સાંભળીને હર્ષિત સંતુષ્ટ થયા, પછી બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! આ સાગરદત્તની પુત્રી અને ભદ્વાભાર્યાની આત્મજા સુકુમાલિકા નામની કન્યા
છે. જે સુકુમાલ હાથ–પગ અવયવોવાળી – યાવત્ – રૂપ, યૌવન અને લાવણ્યથી . ઉત્કૃષ્ટ છે.
ત્યારપછી જિનદત્ત સાર્થવાહ તે કૌટુંબિક પુરુષો પાસે આ વાત સાંભળીને જ્યાં પોતાનો નિવાસ હતો, ત્યાં આવ્યો. ત્યાં આવીને સ્નાન કર્યું અને મિત્રો, જ્ઞાતિજનોને સાથે લઈને ચંપાનગરીના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં સાગરદનનું ઘર હતું ત્યાં આવ્યા.
ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આવતો જોયો, જોઈને પોતાના આસનેથી ઊભો થયો, ઉઠીને જિનદત્તને આસન ગ્રહણ કરવાને માટે નિમંત્રિત કર્યો. નિમંત્રીને વિશ્રાંત તેમજ વિશ્વસ્ત થયા બાદ સુખપૂર્વક આસને બેસવા કહ્યું. પછી જિનદત્તને પૂછ્યું, હે દેવાનુપ્રિય ! કહો, ક્યા પ્રયોજનથી આજે આગમન થયું છે ?