________________
આગમ કથાનુયોગ–૪
બનશે ? ત્યારે તેમણે દુર્બલિકાપુષ્પમિત્રને તે પદે નિર્ધારિત કર્યા. પણ તેમનો સ્વજન વર્ગ હતો તે ગોષ્ઠામાહિલ કે ફલ્ગુરક્ષિત ગણના ધારક બને તેમ ઇચ્છતો હતો. ત્યારે આચાર્ય ભગવંતે બધાંને બોલાવી દૃષ્ટાંત આપતા જણાવ્યું કે, ત્રણ પ્રકારના કુટ હોય છે ઃ(૧) નિષ્પાવકૂટ, (૨) તેલકૂટ અને (૩) ઘૃતકૂટ. ત્રણે તે જો ઊંધા વાળીએ તો નિષ્પાવ બધા જ નીકળી જાય છે. તેલ નીકળે છે તો પણ તેના કંઈક અવયવ ચોંટી જાય છે. ઘીનો ઘડો ઊંધો વાળીએ તો ઘણું ઘી ઘડામાં જ રહી જાય છે.
એ પ્રમાણે આચાર્ય પણ ત્રણ પ્રકારના હોય છે આ દુર્બલિકાપુષ્પમિત્ર છે તે સૂત્ર-અર્થ—તદુભયમાં નિષ્પાવ ઘડા સમાન છે. પોતાનું સર્વે જ્ઞાન બીજામાં ઠાલવી દે છે, ફલ્ગુરક્ષિત છે તે તેલના ઘડા સમાન છે, જ્યારે ગોષ્ઠામાહિલ છે તે ઘીના ઘડા સમાન છે. સૂત્ર–અર્થાદિથી ઉપગત એવા આ દુર્બલિકાપુષ્પમિત્ર છે તે તમારા આચાર્ય થવાને યોગ્ય છે, ત્યારે તે સર્વે પણ આ વાતમાં સંમત થયા. બીજાઓએ પણ કહ્યું કે, ભલે અમે ફલ્ગુરક્ષિત કે ગોષ્ઠામાહિલની આજ્ઞામાં છીએ, તો પણ આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું. એ પ્રમાણે બંને વર્ગને આજ્ઞા જણાવી, પછી ભક્તપ્રત્યાખ્યાન કરી આર્યરક્ષિત આચાર્ય દેવલોકે ગયા. તેઓ હતા ત્યાં સુધી આગમ વ્યવહાર પ્રવર્તો.
ગોષ્ઠામાહિલે પણ જ્યારે સાંભળ્યું કે આર્યરક્ષિત આચાર્ય કાલધર્મ પામેલ છે, ત્યારે આવીને પૂછયું કે, ગણના ધારક કોને સ્થાપ્યા છે ? ત્યારે શિષ્ય પરિવારે ઘડા અને શ્રુતનું દૃષ્ટાંત આપ્યું. ત્યારે તે જુદા ઉપાશ્રયે સ્થિત થયા. પછી ગોષ્ઠામાહિલ નિહવ થયા તે નિહવ કથાથી જાણવું.
૪૪
૦ પાત્રક ઉપરાંત માત્રકને ચોમાસામાં રાખવાનો ઉપદેશ પણ આર્યરક્ષિત આપ્યો. પૂર્વે તીર્થંકરોએ માત્રકની અનુજ્ઞા આપી ન હતી.
૦ આગમ સંદર્ભ =
આયા.ચૂ.પૃ. ૨;
સૂયયૂ? ૫;
નિસી.ભા. ૪૫૩૬, ૫૬૦૭;
ઠા. ૩૮૨, ૬૮૮ની વૃ;
આનિ. ૭૭૫ થી ૭૭૭ + વૃ;
આવ.યૂ. ૧–પૃ. ૩૯૭, ૪૦૧, ૪૦૬, ૪૦૯, ૪૧૧; ઉત્ત.ચૂ.પૃ. ૬૧, ૮૪;
મરણ. ૪૯૦;
વવભા. ૨૩૬૧, ૨૬૬૩, ૩૬૦૦ થી ૩૬૦૫ની વૃ;
આવભા. ૧૪૨;
ઉત્ત.નિ. ૯૭, ૧૭૫ + ;
X
X
૦ અર્જુન કથા ઃ
હસ્તિનાપુરના પાંડુ રાજાના પાંચ પુત્રોમાંના ત્રીજો પુત્ર અર્જુન હતો. તેના લગ્ન કૃષ્ણ વાસુદેવની બહેન રક્તસુભદ્રા સાથે થયેલા. અભિમન્યુ તેનો પુત્ર હતો. કાળક્રમે તેણે દીક્ષા લીધી. અંતે મોક્ષે ગયા.
X
O
અર્જુનની વિશેષ કથા “પાંડવ કથા” તથા “દ્રૌપદી કથા"માં આવેલ છે.
૦ આગમ સંદર્ભ
નાયા. ૧૭૦, ૧૮૨;
પણ્ડા. ૨૦ની વૃ;
*
નિસી.ભા. ૯૩ની યૂ.