________________
૨૩૬
આગમ કથાનુયોગ-૪
ચિત્રકારને ખ્યાલ આવ્યો કે, આ પ્રમાણે જ હોવું જોઈએ અર્થાત્ મૃગાવતીની સાથળમાં તલ હોવો જ જોઈએ. પછી ચિત્રસભા નિર્માણ પામી. ત્યારે શતાનિક રાજા ચિત્રસભાનું અવલોકન કરતો તે સ્થાને આવ્યો, જ્યાં તે મૃગાવતી રાણીનું ચિત્ર હતું. તેણે નિર્વસ્ત્ર એવી મૃગાવતીની સાથળ પર બિંદુ જોયું. તે રોપાયમાન થયો. આણે મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો. લાગે છે ત્યારે શતાનિક રાજાએ ચિત્રકારનો વધ કરવા આજ્ઞા આપી.
ત્યારે ચિત્રકારોની શ્રેણી હાજર થઈ, તેઓએ રાજાને કહ્યું, હે સ્વામી ! આ ચિત્રકારને યક્ષ તરફથી વરદાન મળેલું છે ત્યારે તેને કોઈ કુન્જાનું મોઢું દેખાડાયું, તે ચિત્રકારે તેને અનુરૂપ ચિત્ર બનાવી આપ્યું. તો પણ શતાનિક રાજાએ તેના અંગુઠા અને તર્જનીનો અગ્ર ભાગ છેદી નાંખ્યા અને તેને દેશનિકાલની આજ્ઞા આપી.
ત્યારે તે ચિત્રકાર ફરીથી યક્ષની આરાધના કરવા ઉપવાસ કરીને રહ્યો. યક્ષ વરદાન આપ્યું કે, તું ડાબા હાથે ચિત્ર બનાવી શકીશ. તેના મનમાં શતાનિક પ્રત્યે પ્રàષ જાગ્યો. તેણે વિચાર્યું કે, રાજા પ્રદ્યોત આની સાથે અપ્રીતિ કરવા–દુશ્મનાવટ કરવા સમર્થ છે. ત્યારે તેણે એક ફલક પર મૃગાવતીનું ચિત્ર બનાવીને પ્રદ્યોત રાજાની પાસે રજૂ કર્યું. પ્રદ્યોત રાજાએ મૃગાવતીનું આબેહૂબ ચિત્ર જોયું. ચિત્રકારને પૂછતાં. તેણે સર્વ વૃત્તાંત જણાવ્યો.
ત્યારે પ્રદ્યોત રાજાએ એક દૂતને મોકલ્યો અને શતાનિકને કહેવડાવ્યું કે, તમે મૃગાવતી મને સોંપી દ્યો અથવા યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. શતાનિક રાજાએ તે દૂતનો અસત્કાર કર્યો અને પાછલા બારણેથી કાઢી મૂક્યો. પ્રદ્યોત રાજા તે દૂતના વચનથી ક્રોધિત થયો. પોતાના સર્વ સૈન્ય સાથે કૌશાંબી ચાલ્યો તેને ત્યાં આવેલ જાણીને (વિશાળ સૈન્યને જોઈને) પોતાનું અલ્પ સૈન્ય હોવાથી તે શતાનિકને અતિસાર-ઝાડા થઈ ગયા અને તે મરણ પામ્યો. શતાનિકનું મૃત્યુ અને મૃગાવતીની દીક્ષા માટે યુક્તિઃ
ત્યારે મૃગાવતીએ વિચાર્યું કે, મારો આ બાળપુત્ર વિનાશ ન પામે તેવું કંઈક કરું. ત્યારે તેણીએ દૂતને મોકલ્યો. કહેવડાવ્યું કે, આ કુમાર હજી બાળક છે. આપણા ગયા પછી સામંત રાજા કોઈ અન્યને પ્રેરીને રાજ્ય પડાવી ન લે. ત્યારે પ્રદ્યોતે કહ્યું કે, મારું ગ્રહણ કરાયેલ રાજ્ય પર કોણ ચડાઈ કરવાનું છે ? ત્યારે મૃગાવતીએ કહ્યું કે, મસ્તક પર સર્પ હોય અને સેંકડો યોજન દૂર વૈદ્ય હોય તો તે વૈદ્ય શું કરી શકે? તેથી પહેલાં તમે આ નગરીને ચારે તરફ મજબૂત કિલ્લો બનાવીને દૃઢ કરો (પછી હું તો તમારે આધીન છું જ ને ?)
ત્યારે (ચંs) પ્રદ્યોતરાજાએ તે વાતની હા કહી. પછી મૃગાવતીએ કહ્યું ઉજ્જૈનીથી મજબૂત પત્થરો લાવી કિલ્લો કરવો. તેની પણ પ્રદ્યોતરાજાએ હા કહી. પ્રદ્યોતને ચૌદ રાજા પોતાને આધીન હતા. તેણે તે બધાનું સૈન્ય કામે લગાડી દીધું. પુરુષ પરંપરા બનાવી. તેઓ મજબૂત (ઇંટો) પત્થરો લાવ્યા. નગરને ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો.
ત્યારપછી મૃગાવતીએ કહ્યું, આ નગરીને ધાન્યથી ભરપૂર કરી દેવી. ત્યારે પ્રદ્યોતે નગરીને ધાન્યાદિથી સમૃદ્ધ કરી આપી. મૃગાવતીના કહેવાથી નગરીની ફરતી ખાઈ પણ બનાવી દીધી. એ રીતે જ્યારે કૌશાંબી નગરીને ચારે બાજુથી ઘેરીને ચડાઈ કરવાનું મુશ્કેલ