________________
શ્રમણી કથા
૨ ૩૫
નામની રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી વાવત્ સુરૂપા, શ્રમણોપાસિકા – યાવત્ - વિચરણ કરતી હતી.
જયંતી શ્રાવિકા હતી. જેનું વર્ણન જયંતીની કથામાં આવી ગયું છે.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીર કૌશાંબી પધાર્યા. તે સમયે ઉદાયન રાજા આ વૃત્તાંત સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા. તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું, ઇત્યાદિ કથન જયંતી કથામાં આવી ગયેલ છે.
ત્યારે જયંતી શ્રાવિકાએ... મૃગાવતીને આવીને કહ્યું... મૃગાવતી રાણીએ તેની આ વાત સ્વીકારી. ત્યારપછી તે મૃગાવતી રાણીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેમને આ પ્રમાણે કહ્યું, જેમાં વેગવાન ઘોડાઓ જોડેલા હોય એવા યાવત્ શ્રેષ્ઠ ધાર્મિક રથ જોડીને જલદીથી ઉપસ્થિત કરો. કૌટુંબિક પુરુષોએ યાવત્ રથ લાવીને ઉપસ્થિત કર્યો થાવત્ મૃગાવતીની આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે મૃગાવતી દેવી અને જયંતી શ્રાવિકાએ સ્નાનાદિ કર્યા યાવત શરીરને અલંકૃત્ કર્યું. પછી કુન્જાદાસીઓની સાથે તે બંને અંતઃપુરથી નીકળી. પછી તે બાહ્ય ઉપસ્થાનશાળામાં આવી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ હતો, ત્યાં આવી રથારૂઢ થઈ. મૃગાવતી દેવી પોતાના પરિવાર સહિત યાવતું ધાર્મિક શ્રેષ્ઠ રથથી નીચે ઉતરી.
પછી મૃગાવતી દેવી શ્રમણ ભગવંત મહાવીરની સેવામાં દેવાનંદાની માફક પહોંચી. થાવતુ ભગવંતને વંદના નમસ્કાર કર્યા અને તેના પુત્ર ઉદાયન રાજાને આગળ કરીને સમવસરણમાં બેસી અને તેની પાછળ સ્થિત રહીને પર્યાપાસના કરવા લાગી.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજા, તેમની માતા મૃગાવતી રાણી અને જયંતી શ્રાવિકાને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી, ઉદાયન રાજા અને માતા મૃગાવતી રાણી પણ પાછા ફર્યા. ૦ મૃગાવતીનું ચિત્ર અને ચંદપ્રદ્યોત દ્વારા ચડાઈ :
કૌશાંબી નામે નગરી હતી, ત્યાં શતાનિક રાજા હતો. તે કોઈ દિવસે સુખાસને બેઠો હતો. આવેલા દૂતને પૂછયું, બીજા રાજાની પાસે હોય અને મારી પાસે ન હોય એવું મારા રાજ્યમાં શું છે? તે દૂતે કહ્યું, તમારા રાજમાં ચિત્રસભા નથી. તે જ ક્ષણે શતાનિક રાજાએ ચિત્રશાળા બનાવવાની આજ્ઞા આપી. ચિત્રકારો સભામાં અવકાશ અનુસાર ચિત્રો બનાવવા લાગ્યા. તે વખતે યક્ષનું વરદાન પામેલા એક ચિત્રકારને જે રાજાના અંતઃપુરનો ક્રિીડપ્રદેશ હતો. તેનું ચિત્ર બનાવવાનું સોંપાયુ.
તે ચિત્રકારે તે ક્રીપ્રદેશને અનુરૂપ ચિત્રોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. તે વખતે કોઈ દિવસે જાળીના અંતરમાં રહેલ મૃગાવતીના પગનો અંગુઠો જોયો. ઉપમાન વડે તેણે જાણ્યું કે, આ મૃગાવતી રાણી છે ત્યારે તે ચિત્રકારે યક્ષના વરદાનને આધારે મૃગાવતી રાણીના પગના અંગુઠાને અનુસાર મૃગાવતી રાણીનું આબેહુબ ચિત્ર બનાવ્યું. તે વખતે તેની આંખે મટકું માર્યું અને એક મષીનું બિંદુ મૃગાવતીના ચિત્રમાં તેણીની સાથળ પર પડ્યું. ચિત્રકારે તેને સાફ કરી દીધું.
ફરી વખત તે જ રીતે મસીનું બિંદુ પડ્યું. એ રીતે ત્રણ વખત થયું. પછી