________________
શ્રમણી કથા
૨૩૭
બની ગયું, ત્યારે મૃગાવતીએ વિચારણા કરી કે, તે ગામ, નગર, આકર – યાવત્ – સન્નિવેશો ધન્ય છે કે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. જો ભગવંત અહીં પધારે તો હું દીક્ષા ગ્રહણ કરું (મારા શીલની રક્ષા કરું).
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કેવળજ્ઞાન વડે આ વાત જાણીને કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં બધાંના પરસ્પર વૈરો શાંત થઈ ગયા. મૃગાવતી રાજમહેલથી નીકળ્યા. ૦ સમવસરણ મધ્યે કોઈ પુરષ દ્વારા પ્રશ્ન :
તે વખતે ભગવંત ધર્મ કહેતા હતા ત્યારે કોઈ એક પુરષ આવ્યો. તેણે ભગવંત સર્વજ્ઞ છે એમ જાણીને પ્રચ્છન્ન મનથી પ્રશ્ન પૂછવા વિચાર્યું, ત્યારે ભગવંતે તેને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તું સ્પષ્ટ વાણી વડે પ્રશ્ન પૂછ. કેમકે ભગવંત જાણતા હતા કે, તેના પ્રશ્ન દ્વારા ઘણાં જીવો બોધ પામશે. આ પ્રમાણે કહ્યું ત્યારે તે પુરુષે પૂછયું, ભગવન્! યા તા. – સી માં. (જે આ છે – તે જ તે છે ?) ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો કે, હા (જે આ છે તે જ તે છે.)
તે વખતે ગૌતમસ્વામીએ પૂછયું કે, આ પુરુષે ય સ – સ સી એમ કેમ પૂછયું? ત્યારે ભગવંતે આ પ્રશ્ન કેમ થયો તે અંગે સર્વ વૃત્તાંત કહ્યો – તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં એક સોની રહેતો હતો. તે ઘણો જ સ્ત્રીલોલુપ હતો. તે પ૦૦પ૦૦ સુવર્ણમુદ્રા આપીને જે-જે પ્રધાન રૂપવાનું કન્યા હોય તેને તેને (ખરીદીને) લગ્ન કરતો હતો. એ રીતે તેણે પ૦૦ કન્યા સાથે વિવાહ કર્યા.
તે એક–એક માટે તિલક વગેરે ચૌદ ઘરેણાં ઘડાવતો હતો. જે દિવસે જેની સાથે ભોગોને ભોગવે તે દિવસે તેણીને તે બધાં ઘરેણાં પહેરાવતો. પણ જેની સાથે તેને રાત્રિએ ભોગ ભોગવવાનો ન હોય તે કોઈ પણ સ્ત્રીને ઘરેણાં પહેરવા આપતો ન હતો. તે એવો ઇર્ષાળુ અને અદેખો હતો કે તે કદાપી ઘર છોડતો નહીં કે બીજા કોઈને પણ આવવા દેતો નહીં, તેમજ પોતાની કોઈ પત્નીને ક્યાંય જવા દેતો નહીં.
અન્ય કોઈ દિવસે જમણવાર આદિ કારણે મિત્રને ત્યાં ગયો. અનિચ્છાએ પણ મિત્રના ઘણાં જ આગ્રહથી તેને જવું પડ્યું. જ્યારે આ સોની બહાર ગયો છે. તેમ એ બધી સ્ત્રીઓએ જાણ્યું ત્યારે તે બધીએ વિચાર કર્યો કે, આ આપણાં સોનાના ઘરેણાં જો પહેરવા ન મળે તો તેનો ફાયદો શો છે? આજે આપણે ઇચ્છા મુજબના શૃંગાર કરીએ. ત્યારે તે બધી સ્ત્રીઓએ સારી રીતે અત્યંગવિધિ કરી, સ્નાન કર્યું, તિલક આદિ ચૌદ પ્રકારના અલંકારો વડે અલંકૃત્ થઈ, શૃંગાર કર્યો. પછી બધી સ્ત્રીઓ હાથમાં અરીસો લઈને જોતી હતી.
ત્યાં અચાનક પેલો સોની આવી ચડ્યો. તેણે બધી સ્ત્રીઓને એ રીતે અલંકૃત્ જોતા, તે ક્રોધિત થયો. તે એક સ્ત્રીને પકડીને મારવા લાગ્યો. એટલો માર માર્યો કે તે સ્ત્રી મરણ પામી. ત્યારે બીજા સ્ત્રી બોલી કે, આ રીતે તો આપણે પણ બધી આના દ્વારા એક–એક કરીને મારી નંખાશું. તેના કરતા આપણે જ આજે આને આ અરીસા વડે પૂજા કરી દઈએ. એ રીતે તે વખતે તે ૪૯ સ્ત્રીઓએ એક સાથે પોતપોતાનો અરીસો ફેંકયો - અર્થાત્ ૪૯૯ અરીસા તેની પર ફેંક્યા. એ રીતે ૪૯૯ અરીસાનો ઢગલો તેના પર