SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૪ ફેંકાયો. તે સોની ત્યાં ને ત્યાં મરણ પામ્યો. ત્યારપછી તે ૪૯૯ સ્ત્રીઓને પશ્ચાત્તાપ થયો. અરેરે ! પતિને મારનારી એવી આપણી શી ગતિ થશે ? લોકો દ્વાર પણ અવહેલના થશે. ત્યારે તે બધી સ્ત્રીઓએ બધાં જ કારોને પૂરી દીધા – છિદ્રરહિત કરી દીધા. પછી ચારે તરફ અગ્નિ સળગાવ્યો, બળી મરી. તે પશ્ચાત્તાપ વડે, પોતાને કોશવા વડે તેમજ અકામ નિર્જરા કરવાથી તે બધી સ્ત્રીઓ મનુષ્યપણે ઉત્પન્ન થઈ. તે બધી જ સ્ત્રીઓ ચોર થઈ. એક જ પર્વત વસવા લાગી. ' તે સોની મૃત્યુ પામીને તિર્યચપણે ઉત્પન્ન થયો. જે સ્ત્રીને પહેલા મારી નાંખેલી તે એક ભવ તિર્યચનો કરીને પછી એક બ્રાહ્મણ કુળમાં દાસ તરીકે ઉત્પન્ન થઈ. એ રીતે તે દાસ પાંચ વર્ષનો થયો. ત્યારે તે સોનીનો જીવ પણ તિર્યચપણામાંથી નીકળીને તે જ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થયો. તે બાળક તે બાલિકાને સાચવવા લાગ્યો અર્થાત્ પૂર્વે જે પહેલી પત્ની મરીને દાસ થઈ, તે સોનીના બાલિકારૂપ જીવને સાચવવા લાગ્યો. તે બાલિકા હંમેશા રહ્યા કરતી હતી. તેના પેટ પર હાથ ફેરવતા કોઈ વખતે તે દાસચેટકનો હાથ તે બાલિકાના યોનિના દ્વારને સ્પર્શી ગયો. યોનિ પર હાથનો સ્પર્શ થતા તે બાલિકા રડતી બંધ થઈ ગઈ. ત્યારે તે દાસચેટકને થયું કે, મને આ બાલિકાને શાંત કરવાનો ઉપાય મળી ગયો. પછી હંમેશા તે દાસચેટક તે બાલિકા રડે ત્યારે તેની યોનિ પર હાથ ફેરવતો અને બાલિકા શાંત થઈ જતી. આવું રોજ રોજ બનતા તેના માતાપિતા આ વાત જાણી ગયા, ત્યારે તે દાસચેટકને મારીને કાઢી મૂક્યો. તે દાસચેટક ત્યાંથી નાસીને લાંબે કાળે નગરથી વિનષ્ટ થઈને દુષ્ટ શીલ અને આચારવાળો થયો. પછી તે કોઈ ચોરપલ્લીમાં પહોંચ્યો. ત્યાં ૪૯ ચોરો રહેતા હતા. પેલી બાલિકા પણ યોગ્ય વયે ઘેરથી નીકળી ગઈ અને ભટકતી ભટકતી કોઈ એક ગામમાં પહોંચી. તે ગામ પેલા ચોરોએ લૂંટ્યું. ત્યારે પેલી કન્યાને પણ ગ્રહણ કરી લઈ ગયા. ત્યારપછી તે ૫૦૦ ચોરો તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા. કોઈ વખતે તે ચોરોને ચિંતા થઈ કે, અહો ! આ બિચારી એકલી આપણા ૫૦૦ સાથે ભોગ ભોગવાનું સહન કરે છે. તેથી જો કોઈ બીજી એક આપણને મળી જાય તો આ બિચારીને થોડો વિશ્રામ મળે. તેમ વિચારી કોઈ દિવસે તેઓ બીજી કોઈ સ્ત્રીને લાવ્યા. પણ જે દિવસે તે ચોરો બીજી સ્ત્રીને લાવ્યા, તે જ દિવસથી પેલી સ્ત્રી તેના છિદ્રો શોધવા લાગી કે કયો ઉપાય કરીને હું આ બીજી સ્ત્રીને મારી નાંખુ ? કોઈ વખતે તે ચોરો ક્યાંક લૂંટફાટ કરવા ગયેલા, ત્યારે પેલી સ્ત્રીએ નવી આવેલી બીજી સ્ત્રીને કહ્યું કે, જો તો આ કૂવામાં શું દેખાય છે ? તે બીજી સ્ત્રી કૂવામાં જોવા લાગી. પેલી સ્ત્રીએ તેણીને તુરંત કૂવામાં નાંખી દીધી. ચોરો જ્યારે આવ્યા ત્યારે તેઓએ પૂછયું કે, બીજી સ્ત્રી ક્યાં ગઈ? પેલી સ્ત્રી બોલી કે, તમે પોતે તમારી સ્ત્રીનું રક્ષણ કેમ કરતા નથી ? ત્યારે ચોરોને ખ્યાલ આવી ગયો કે, આણે જ બીજી સ્ત્રીને મારી નાખેલ છે. ત્યારે પે'લા ચોર બનેલા બ્રાહ્મણ ચેટકના હૃદયમાં ખાતરી થઈ ગઈ કે, આ આવું પાપકર્મ કરનારી મારી બહેન જ હોવી જોઈએ. (બચપણથી જ તેણી વિષયવાસના વડે પીડાઈ રહી છે. ૫૦૦ સાથે ભોગ ભોગવતા પણ તેણીને તૃપ્તિ થતી નથી.)
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy