________________
શ્રમણી કથા
૩૩૭.
મહારાજારૂપે અભિષેક મહોત્સવ પ્રવર્યો. પછી ભરત ચક્રવર્તીએ પોતાના સ્વજનવર્ગને યાદ કરવો શરૂ કર્યો. સર્વે સ્વજનોને જોતાં-જોતાં તેણે સુંદરીને પણ જોઈ. તેણીને અત્યંત કૃશકાય જોઈ, સૌદર્યરહિત એવી સુંદરીને જોઈને તેણે પૂછયું કે
આ સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ? શું મારા ગયા પછી તેની કોઈ સારસંભાળ પણ લેતું નથી ? ત્યારે ખબર પડી કે રાજા ભરત જે દિવસથી દિગ્વીજય યાત્રાએ નીકળ્યા, તે જ દિવસથી સુંદરીએ આયંબિલ તપનો આરંભ કર્યો હતો. ભારતે
જ્યારે રોષપૂર્વક કુટુંબીજનોને પૂછયું કે શું મારે ત્યાં ભોજન ન હતું ? વૈદ્યો ન હતા ? કે તેણી આવી સૌંદર્યહીન અવસ્થાને પામી
ત્યારે કુટુંબીજનોએ કહ્યું કે, તેણી (સંયમ અને વૈરાગ્યથી ઉછળતા સાગરથી પ્રવજ્યા પંથે જવા માટે) ૬૦,૦૦૦ વર્ષથી આયંબિલ કરી રહી છે. તેથી ભારતનો તેણીના પરનો રાગ ઘટી ગયો. સુંદરીએ પણ કહ્યું કે, જો તમને યોગ્ય લાગે તો મારી સાથે ભોગ ભોગવો, નહીં તો મને દીક્ષા લેવા માટે અનુમતિ આપો. ત્યારે ભરત તેણીના પગમાં પડી ગયો. દીક્ષા લેવા માટેની અનુમતિ આપી. સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી – ભગવંત ઋષભદેવના ત્રણ લાખ શ્રમણીઓમાં બ્રાહ્મીની સાથે સુંદરીનું પણ નામ મુખ્ય શ્રમણીરૂપે સામેલ થયું.
જ્યારે બાહુબલિ એક વર્ષપર્યંત કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા ત્યારે ભગવંત ઋષભદેવના કહેવાથી પોતાના બેન સાધ્વી બ્રાહ્મી સાથે સુંદરી આર્યા પણ પોતાના ભાઈ બાહુબલિમુનિને પ્રતિબોધવા ગયા ને કહ્યું કે, હાથી પર ચઢીને કેવળજ્ઞાન ન થાય.
સુંદરી આર્યા ચોર્યાશી લાખ પૂર્વનું સર્વ આયુ પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા – થાવત્ – સર્વ દુઃખથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :ઠા. ૪૭૩; સમ. ૧૬૩, ૩૦૯;
જંબૂ. ૪૪ + q, નિસી.ભા. ૧૭૧૬; બુહ.ભા. ૩૭૩૮, ૨૦૧; રાવ.નિ. ૧૯૬, ૩૪૪, ૩૪૮; આવ.ભા. ૧૩;
આવ.યૂ.૧–. ૧૫૩, ૧૫૬, ૧૫૮, ૧૮૨, ૨૦૯; આવ.નિ. ૩૪૩ની વૃક કલ્પસૂત્ર–વ્યા.૭–ઋષભ વૃત્તિ.
૦ સુભદ્રા કથા :
(આ કથા પુફિયા નામક આગમમાંથી લેવાયેલ છે. આમ તો તે એક સળંગ કથા જ છે. પણ તેમાં ત્રણ ભવોની વાત દ્વારા ત્રણ નામો જોવા મળે છે. જે અલગ–અલગ કથા સ્વરૂપનો ભાસ ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે–
(૧) સુભદ્રા શ્રમણી, (૨) બહુપુત્રિકા દેવી, (૩) સોમા શ્રમણી) ૦ બહુપુત્રિકાદેવી દ્વારા ભ.મહાવીર સન્મુખ નાટ્યવિધિ :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું, ત્યાં ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી.
તે કાળે, તે સમયે બહુપુત્રિકાદેવી સૌધર્મકલ્પના બહુપુત્રિક વિમાનમાં સુધમાં