________________
૩૩૬
આગમ કથાનુયોગ-૪
અંતે કાળધર્મ પામ્યા.
ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના દશમાં ભાવમાં અચુત કલ્પે ઉત્પન્ન થયો ત્યારે બધા મિત્રોની સાથે આ શ્રેષ્ઠીપુત્ર પણ અસ્મૃતક અર્થાત્ બારમાં દેવલોકે ઉત્પન્ન થયા.
ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના અગિયારમાં ભવમાં અચ્ચતકલ્પથી ચ્યવને આ જ જંબૂલીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણીનગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા ત્યારે વજનાભ ચક્રવર્તી થયા. ત્યારે તેના ચારે મિત્રો તેના નાના ભાઈઓ રૂપે જન્મ્યા. તે વખતે શ્રેષ્ઠીપુત્રનો જીવ પણ પણ વજનાભ ચક્રવર્તીના ભાઈ મહાપીઠ નામે જમ્યો. પછી જ્યારે વજનાભ ચક્રવર્તી થયા ત્યારે મહાપીઠ માંડલિક રાજા થયા.
ત્યારપછી જ્યારે તેઓના પિતા વજસેન તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી બધાં ભાઈઓની સાથે મહાપીઠે પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને મહાપીઠમુનિ અગિયાર અંગો ભણ્યા. તેઓ નિરંતર સ્વાધ્યાય રત રહેતા હતા. કોઈ વખતે વજનાભસ્વામીએ પહેલા બે ભાઈમુનિ બાહુ અને સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી
ત્યારે સ્વાધ્યાયરત એવા મહાપીઠમુનિને ઇર્ષ્યા જન્મી કે અમે સ્વાધ્યાય કરીએ છીએ તેની પ્રશંસા થતી નથી, પણ આ બંને વૈયાવચ્ચ કરે છે, તેમને ધન્યવાદ મળે છે. આ પ્રકારના ઇર્ષ્યાદિ વડે તેમણે સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. કાળક્રમે તેઓ કાળધર્મ પામ્યા.
ત્યારપછી ભગવંત ઋષભદેવ પોતાના બારમા ભાવે સર્વાર્થસિદ્ધ વિમાન ઉત્પન્ન થયા, ત્યારે મહાપીઠ મુનિ પણ કેટલોક કાળ ગયા બાદ કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા.
સર્વાર્થસિદ્ધથી ચવીને જ્યારે ભગવંત ઋષભદેવ થયા ત્યારે મહાપીઠમુનિ પણ તેમના પછી કેટલોક કાળ વીત્યા બાદ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને ઋષભદેવની પુત્રી અને બાહુબલીની સાથે યુગલિનીરૂપે જન્મ્યા. તેનું સુંદરી એવું નામ રાખ્યું. પૂર્વભવે કરેલ ઇર્ષાદિની આલોચનાદિ ન કર્યા હોવાથી તેણે બાંધેલ સ્ત્રી નામકર્મના પ્રભાવે તે સ્ત્રીરૂપે જમ્યા.
ભગવંત ઋષભદેવે જ્યારે કળાઓનું શિક્ષણ આપ્યું. ત્યારે તેમણે પોતાના ડાબા હાથ વડે સુંદરીને એક, સો, હજાર, દશ હજાર, લાખ ઇત્યાદિ સંખ્યાવાળું ગણિત શીખવેલું.
સુંદરીની કાયા ૫૦૦ ધનુષ ઊંચાઈવાળી થયેલ હતી.
ભગવંત ઋષભદેવને જ્યારે કેવળજ્ઞાન થયું, તેઓનું પ્રથમ સમવસરણ રચાયુ અને તીર્થ પ્રવર્તન થયું ત્યારે બ્રાહ્મીની સાથે સુંદરીને પણ દીક્ષા લેવાનો ઉત્કટ ભાવ હતો. પરંતુ તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને સ્ત્રીરત્નરૂપે સ્થાપવાની ઇચ્છાથી ભરતે તેણીને દીક્ષા લેવાની અનુમતિ ન આપતા તેણી શ્રાવિકા થઈ.
ભરતે છ ખંડને સાધવા માટે તેની દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો. ૬૦,૦૦૦ વર્ષે ભારત છ ખંડની સાધના કરી વિનીતા પાછા ફર્યા. બાર વર્ષ સુધી તેનો ચક્રવર્તી