SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૩૬૧ ૦ મનુષ્યના મહાકાલેશકારી ભવો : ત્યારપછી જન્મથી દરિદ્રતાવાળા મનુષ્યના ઘેર જમ્યો. પરંતુ બે માસ પછી માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેર ઘેર ફેરવી સ્તનપાન કરાવીને મહાકાલેશથી જીવાડ્યો. પછી તેને ગોકુળમાં ગોપાળ તરીકે રાખ્યો. ત્યાં ગાયોના વાછરડાઓ પોતાની માતાના દૂધનું પાન કરતા હોય તેમને દોરડાથી ખીલે બાંધીને ગાય દોડતો હતો. તે સમયે દૂધ દોતાં દોતાં જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું તે કર્મના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવાંતર સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. – તે દોરડાથી બંધાતો, શેકાતો, સાંકળોથી જડાતો, દમન કરાતો માતા આદિ સાથેનો વિયોગ પામતો ઘણાં ભવોમાં ભટક્યો. ત્યારપછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકો તેને ઘાયલ કરી છોડીને ચાલી ગયા. ત્યાંથી મૃત્યુ પામીને અહીં મનુષ્યપણું પ્રાપ્ત કરીને શરીરના દોષથી આ મહાપૃથ્વી મંડલમાં પાંચ ઘરવાળા ગામમાં, નગર–શહેર કે પટ્ટણમાં એક પ્રહર, અર્ધપ્રહર એક ઘડી માટે પણ સુખ શાંતિ પ્રાપ્ત ન કરી. હે ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સરખા અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણા આર્યાનો જીવ અતિરોદ્ર ધ્યાનના દોષથી મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડડડ નામક નરકાવાસે ઉત્પન્ન થયો. ૦ ફરી નરક–તિર્યંચના ભવો : (ત્યાં સાતમી નરકમાં) તેવા પ્રકારના મહાદુઃખનો અનુભવ કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વંધ્યા ગાયપણે ઉત્પન્ન થયો. પારકા ખેતરમાં અને પરાણે પેસીને તેનું નુકશાન કરતી, વાડો ભાંગી નાખતી, ચરતી હતી. ત્યારે ઘણાં લોકો એકઠા થઈને ન નીકળી શકાય તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા, એટલે તેમાં તે ખેંચી ગઈ અને પછી તે બહાર નીકળી શકતી નથી. તેમાં પેસી ગયેલી તે બિચારી ગાયને જળચર જીવો ફોલી ખાતા હતા. તથા કાગળા, ગીધ વગેરે ચાંચ મારતા હતા. ક્રોધથી વ્યાપી ગયેલ તે ગાયનો જીવ મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને જળ અને ધાન્ય વગરના મારવાડ દેશના રણમાં દૃષ્ટિવિષ સર્પપણે ઉત્પન્ન થયો. તે સર્પના ભવમાંથી મરીને પાંચમી નરકમૃથ્વીમાં ગયો. એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ હે ગૌતમ ! લાંબા કાળ સુધી આકરું ઘોર દુઃખ ભોગવતો ભોગવતો ચાર ગતિ સ્વરૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને કુમનુષ્યપણામાં ભ્રમણ કરશે. ૦ તીર્થંકર પદ્મનાભના શાસનમાં ઉત્પત્તિ : એ પ્રમાણે લક્ષ્મણા આર્યાનો જીવ આવતી ચોવીશીમાં અહીં શ્રેણિક રાજાનો જીવ જે આવતી ચોવીશીમાં પાનાભ નામે પ્રથમ તીર્થંકર થશે તેમના તીર્થમાં કુલ્પિકાપણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન તે ગામમાં કે પોતાની માતાને પણ દેખવાથી આનંદ આપનારી નહીં થાય. તે સમયે સર્વે લોકોએ આ ઉદ્વેગ કરાવનારી છે, એમ વિચારીને મેશગેરુના લેપનું શરીરે વિલેપન કરી ગધેડા ઉપર સવારી કરાવીને ભ્રમણ કરાવશે. વળી તેના શરીર પર બંને પડખે પક્ષીઓના પીછા લગાડશે. ખોખરા શબ્દવાળુ કિંડિમ આગળ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy