________________
૨૯૨
આગમ કથાનુયોગ-૪
ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓને એમ કહ્યું, હે આર્યાઓ ! હું આપની પાસે કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ પોટ્ટિલાને આશ્ચર્યકારી એવા કેવલિપ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો.
ત્યારપછી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી તે પોટ્ટિલા હર્ષિત–સંતુષ્ટ થઈ અને બોલી, હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જે પ્રમાણે આપે પ્રરૂપિત કરેલ છે. તેથી હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તમ કરો.
ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓની પાસે પાંચ અણુવ્રત – યાવત્ – શ્રાવકધર્મને અંગીકાર કર્યો અને પછી તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને તેમને વિદાય કર્યા. હવે તે પોટ્ટિલા શ્રમણોપાસિકા બની ગઈ – યાવત્ – સાધુસાધ્વીઓને પ્રતિલાભિત કરતી વિચારવા લાગી. ૦ પોલિા દ્વારા પ્રવજ્યા ગ્રહણ અને દેવલોકે ઉત્પત્તિ :
ત્યારપછી એક વખત કોઈ સમયે તે પોટ્ટિલાને મધ્ય રાત્રિના સમયે કુટુંબ વિષયક ચિંતા જાગરણ કરતી વેળા આવા પ્રકારનો આ આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. પહેલા હું તેટલીપુત્રને ઇષ્ટ – યાવતુ – મસામ હતી. પણ આ સમયે અનિષ્ટ – થાવત્ – અમણામ થઈ ગયેલ છું. તેટલીપુત્ર મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો નથી, તો દર્શન અને પરિભોગની તો વાત જ કયાં રહી ? તેથી મારા માટે સુવ્રતા આર્યા પાસે દીક્ષા લેવી શ્રેયસ્કર છે.
- આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતમ્પ થયા બાદ – યાવત્ – સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિદિનકર પ્રકાશિત થતા જ જ્યાં તેટલીપુત્ર હતો, ત્યાં પહોંચી પહોંચીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને પછી આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, મેં સુવ્રતા આર્યા પાસે ધર્મશ્રવણ કરેલ છે અને હું તે ધર્મની ઇચ્છા કરું છું. તે ગ્રહણ કરવા ઇચ્છું છું. તે ધર્મ મને પસંદ છે, રચેલ છે. તેથી આપની આજ્ઞા–અનુમતી પ્રાપ્ત કરીને હું પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
ત્યારે તેતલીપત્રએ પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું મુંડિત અને પ્રવ્રજિત થઈને કાળમાસમાં કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈશ. તો હે દેવાનુપ્રિયે ! જો તું તે દેવલોકથી આવીને મને કેવલિપ્રરૂપિત ધર્મનો બોધ કરાય તો હું તને આજ્ઞા આપી શકું છું અને જો તું મને પ્રતિબોધ ન કરે તો હું તને આજ્ઞા આપીશ નહીં ત્યારે તે પોટિલા એ તેટલીપુત્રની આ વાતનો સ્વીકાર કર્યો.
ત્યારપછી તેટલીપુત્રએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર બનાવ્યો, આહાર બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા – યાવત્ – સત્કાર સન્માન કર્યા, સત્કાર-સન્માન કરીને પોટ્ટિલાને ખાન કરાવ્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં બેસાડીને