SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૪ હું જાણીશ નહીં ત્યાં સુધી આમને જિતવા શક્ય નથી. ત્યારે તે જ્ઞાનના આવરણને દૂર કરવા માટે, તે જ આચાર્ય પાસે દીક્ષિત થયા. તેમની પાસે સામાયિકાદિનું અધ્યયન કર્યા બાદ શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું. ત્યારપછી ગુરુ ભગવંતને વંદન કરીને કહ્યું કે, મને વ્રત ઉચ્ચરાવો. ગુરુ ભગવંતે પૂછયું કે, કેમ મેં તને વ્રત ઉચ્ચરાવ્યા નથી ? ત્યારે તેણે સદ્ભાવ કહ્યો અર્થાત્ જે વાત જે સ્વરૂપે હતી તે કહી. ત્યારે ગુરુ ભગવંતે તેને વ્રત ઉચ્ચરાવ્યા. ત્યારબાદ ગોવિંદ આર્યએ એકેન્દ્રિય જીવ આશ્રિને ગોવિંદનિર્યુક્તિની રચના કરી. ૦ નિશીથ સૂત્રમાં આ દૃષ્ટાંત જ્ઞાનનાચોર (નાણસ્તન) માટે આપેલ છે. ૦ વ્યવહાર સૂત્રમાં તે મિથ્યાત્વ-સમ્યકત્વની ચતુર્ભગીમાં નોંધેલ છે. ૦ દશવૈકાલિકમાં આ દૃષ્ટાંત પ્રતિલોમ દ્વારમાં આપેલ છે. ૦ ઠાણાંગમાં આ દૃષ્ટાંત છંદા નામક પ્રવજ્યાના ભેદમાં અને સૂત્રરૂચિ સમ્યકત્વમાં આપેલ છે. ૦ આ રીતે ભિન્ન ભિન્ન સ્થાને વિભિન્ન હેતુથી આ દૃષ્ટાંત અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આયા. ચૂ. ૨૭, ૬૦, ૨૨૮; ઠા. ૮૯૮, ૯૬૩ની વૃ, નિસી.ભા. ૩૬૫૬, ૫૫૭૩ + ચૂક વવ.ભા. ર૭૦૯, ૨૭૧૦ + વૃ; આવ.ચૂર-પૃ. ૨૦૧, ૩૦૬, ૩રર; દસ.નિ૮૨ + 9: દસ ચૂપૃ. ૫3; – – – ૦ ધૃતપુષ્પમિત્ર કથા : આર્યરક્ષિતના એક શિષ્ય હતા, જે પોતાની વિશિષ્ટ લબ્ધિ વડે ઘી ઉત્પન્ન કરી શકતા હતા. (આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આવનિ ૭૮૩માં ભા. ૧૪ર; આવ. ૨.૧–૫. ૪૦૯, ૦ ચંડપિંગલ કથા : વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે રાજાની ગણિકા શ્રાવિકા હતી. તે ચંડપિંગલ નામના ચોર સાથે રહેતી હતી. કોઈ વખતે તેણે રાજાને ત્યાંજ ખાતર પાડી એક હાર ચોરી લાવ્યો. ભીતમાં ગોપવી દીધો. પછી કોઈ વખતે ઉદ્યાનમાં જવાનું થયું ત્યારે ગણિકા સર્વાલંકારથી વિભૂષિત થઈને જતી હતી. તે સર્વે અતિશયોપૂર્વક જતી હતી ત્યારે તેણીએ તે હાર પણ ધારણ કરેલો. જે રાણીનો તે હાર હતો, તે રાણીની દાસીને આ વાત જાણવામાં આવી. ત્યારે તે દાસીએ આ વાત રાણીને કરી. રાજાએ તે જાણીને પૂછયું કે તે ગણિકા કોની સાથે રહે છે ? ત્યારે ખબર પડી કે તે ચંડપિંગલ સાથે રહે છે ત્યારે ચંડપિંગલને પકડી લીધો. પછી તે ચોરને શૂળીએ ચડાવવામાં આવ્યો. ત્યારે તેણીએ વિચાર્યું કે, મારી ભૂખથી આ ચોરને આજ મરવું પડ્યું. ત્યારે તેણીએ એ ચોરને નમસ્કાર મંત્ર આપ્યો. ચોરે પણ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy