SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ત્યારે આચાર્ય ભગવંતે યથોચિત ધર્મદેશના આપી. તે દેશનાને સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગસુધા રૂપ સમુદ્ર વડે તેઓના અંતરમલ ધોવાવા લાગ્યા. સકલ એવો શ્રાવકલોક (ગણ) ગયો, તેઓ પરમ સંતોષને પામ્યા. આચાર્ય ભગવંતના ગુણોગાન વર્ણવતા સર્વે પોતપોતાને સ્થાને ગયા. તે વાચક નભોમણિના ત્યાં આવવાથી પ્રતિહત થયેલા પતંગીયા જેવા અન્યતીર્થિકોમાં આ વાત પ્રસરી ગઈ. ત્યારપછી તે અન્યતીર્થિક આચાર્ય ભગવંતના વ્યાખ્યાનાદિ ગુણો વડે ઉત્પન્ન થયેલ અને નિરૂપિત થવા એવા મહિમાને જોઈને બધાં ભેગા મળીને વિચારવા લાગ્યા કે, આ આચાર્યને વાદમાં પરાજિત કરીને તેને તૃણ કરતા પણ હલકા કરી દઈએ. આ પ્રમાણે તેઓ એક વાકયતાને અંતરમાં સારી રીતે સ્થાપીને આચાર્યની પાસે એકઠાં થયા. આચાર્ય વડે પણ અપ્રતિમ પ્રતિભાની ગુરતાથી ઉત્પન્ન એવી વાદલબ્ધિ સંપન્નતા વડે નિપુણ હેતુ અને દૃષ્ટાંત ઉપન્યાસથી યુક્ત એવી વાણીથી વિદ્વર્જનોની સભા મધ્યે તેઓને અનુત્તર કરી દીધા. ત્યારપછી પારમેશ્વર પ્રવચન ગોચર અને સમુલ્લસિત એવો તેમની કીર્તિનો કોલાહલ ઉત્પન્ન થયો. પરતીર્થિકોનો પરમ પરાભવ થયો. શ્રમણોપાસક વર્ગ પ્રમોદરૂપી અમૃતના મેઘમાં નિમગ્ન થયો. તેમના કારણે વિશેષ પ્રકારે મહાન એવી તીર્થ પ્રભાવના સંપાદિત થઈ. ત્યારપછી તે વાચક કેટલોક કાળ સુધી તે ગામને પ્રકૃષ્ટ બોધ આપીને મિથ્યાત્વરૂપી નિદ્રાનું વિદારણ કરીને ભવ્ય પ્રાણીઓના ચિત્ત સ્વસ્થ કરીને અન્ય સ્થાને વિહાર કર્યો. સૂર્યની જેમ તેમનો અન્યત્ર પણ પ્રભાવ જોઈને તે પરતીર્થિકો ઘવળની જેમ અંધવત્ બનીને ઘોર ધૂત્કાર કરતા (જિન) પ્રવચનનો અવર્ણવાદ કરવા લાગ્યા. શ્રાવકોને પણ કહેવા લાગ્યા કે, ઓ ! શ્વેતાંબર–ઉપસકો ! હજી જો તમારે કોઈ કંડૂલમૂખવાદી હોય તો તેને અમારી સાથે વાદ કરવાને મોકલો. ત્યારે શ્રાવકે પણ જવાબ આપ્યો – શું તમે તેં ભૂલી ગયા કે હમણાં જ તમારો પરાભવ કરાયો હતો તે બધી વાત ભૂલી ગયા છો કે, આ પ્રમાણે અનાત્મજ્ઞ થઈને અસમંજસ પ્રલાપ કરો છો ? તો પણ તમે કહો છો તેમ કરીએ. કોઈ વાચક કે ગણિને અમે મોકલીએ છીએ પછી તમારું જે થવાનું હોય તે થાઓ. હવે એક વખત પોતાના પાંડિત્યના અભિમાનથી ત્રણ ભુવનને પણ તૃણ સમાન માનતા તું–તાંડવ આડંબરથી વાચસ્પતિ પણ મૂકપણાનું આકલન કરતા ત્યાં આવ્યા. તે કેટલાંક શિષ્યોથી પરિવરેલા ઉત્સારકલ્પિક વાચક નામે હતા. ત્યારે પ્રમુદિત થયેલા શ્રાવકો અન્યતીર્થિકોની પાસે ગયા. તેમની પાસે નિવેદન કર્યું કે, તમે અમારી સાથે વાદ કરવાની પ્રાર્થના કરી હતી. અમે પણ કહેલું કે, ભલે તેમ થાઓ. જ્યારે વાચકવર અત્રે પધારશે ત્યારે તમને અભિપ્રેત એવું બધું જ કરીશું. તો હવે આ વાચક પધાર્યા છે. હવે તેમની સાથે તમે વાદ ગોષ્ઠી કરો. એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને તે શ્રાવકો પોતાના સ્થાને ગયા. તે અન્યતીથિંકાએ પ્રાચીન પરાભવના ભયથી ભ્રાંત થઈને એક પ્રચ્છન્ન વેશધારી
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy