________________
શ્રમણ કથા
૯૩
છો અને અમે આપના શિષ્યો છીએ. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, તમારા અને મારા સૌના આચાર્ય ત્રિલોકગુર છે. ત્યારે કૌડિન્ય આદિ ૫૦૦ તાપસોએ કહ્યું કે, તમારા પણ કોઈ અન્ય આચાર્ય છે ? ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતના ગુણોની સ્તવના કરી. બધાં તાપસોએ દીક્ષા ગ્રહણ કરી. એ વખતે દેવતાઓએ આવીને વેશ સમર્પણ કર્યો.
ત્યારપછી તેઓ ગૌતમસ્વામી સાથે ચાલ્યા. જ્યારે ભિક્ષાની વેળા થઈ ત્યારે ગૌતમસ્વામીએ પૂછયું કે, તમારા માટે શું લાવું ? તેઓએ કહ્યું, તમે ખીર લાવજો. ગૌતમસ્વામી તો સર્વ લબ્ધિ સંપન્ન હતા, તેઓ ખાંડ-ઘી સંયુક્ત એવી ખીરનું પાત્ર ભરીને લાવ્યા. પછી કહ્યું કે, ક્રમાનુસાર બેસી જાઓ. તેઓ પણ પારણું કરવા એ રીતે બેઠા. ગૌતમસ્વામી અલીણમહાનસિક એવી લબ્ધિના ધારક હતા. તેમણે બધાંને પારણું કરાવ્યું. બધાં જ્યારે સારી રીતે પારણું કરીને બેઠા, ત્યારપછી પોતે આહાર કર્યો. પછી તે બધાને લઈને ભગવંત મહાવીર પાસે ચાલ્યા. ત્યારે કૌડિન્ય આદિ ૫૦૦ તાપસીને ભગવંત મહાવીરને જોતાની સાથે જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યારપછી ગૌતમસ્વામીએ આગળ જઈને ભગવંતને પ્રદક્ષિણા કરી. કૌડિન્ય આદિ શ્રમણો કેવલિની પર્ષદા તરફ ચાલ્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, તમે સૌ ભગવંતને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા કે, હે ગૌતમ! કેવલિની આશાતના ન કરો. ત્યારે ગૌતમસ્વામીએ પોતાના તે દોષનું મિથ્યાદુષ્કતું આપ્યું.
(કૌડિન્ય આદિ સર્વે કાળક્રમે મોક્ષે પધાર્યા). ૦ આગમ સંદર્ભ :આવ.પૂ.૧–પૃ. ૩૮૩; આવ નિ ૭૬૪ +
ઉત્ત.નિ. ૨૯૬ની વૃ; – ૪ - ૪ - ૦ ખપુટાચાર્ય કથા -
(ચૌદ પ્રકાના સિદ્ધોમાં નામ–સ્થાપના અને દ્રવ્ય સિદ્ધ સિવાય બીજા અગિયાર સિદ્ધોના ભેદ આવશ્યક નિર્યુક્તિ આદિમાં જણાવેલા છે. જેમાં એક ભેદ વિદ્યાસિદ્ધનો છે, તેના સંબંધમાં આ કથા છે...)
આર્ય ખપૂટ નામે એક આચાર્ય હતા. તેને એક બાળક એવો ભાણેજ હતો. તેણે તેની પાસેથી કાનેથી વિદ્યાહરણ કરેલ. તે વિદ્યાચક્રવર્તી તે ભાણેજને ભૃગુકચ્છ નગરે કોઈ સાધુ પાસે મૂકીને ગુડશસ્ત્ર નગરે ગયા. હવે તે નગરમાં કોઈ પરિવ્રાજક સાધુ સાથે વાદમાં પરાજિત થઈ દુઃખી થઈને કાળધર્મ-મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે જ ગુરુશસ્ત્ર નગરમાં વ્યંતર થયો અને તેણે ત્યાં રહેલા સાધુઓને ઉપસર્ગ પહોંચાડવાનું શરૂ કર્યું.
આ નિમિત્તે આર્ય ખપૂટ ત્યાં ગયા. ત્યાં જઈને તે વ્યંતરના કાનોમાં ઉપાહ લટકાવી દીધા. પછી લોકોને લઈને ત્યાં આવ્યા, ત્યારે તે વ્યંતર બધાં લોકોને લાકડી વડે મારતો પાછળ દોડવા લાગ્યો. લોકો પગે પડીને પોતાને મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે આર્યખપુટે તે વ્યંતરને પોતાના પ્રભાવથી અંકુશમાં રાખ્યો.
એ જ રીતે કેટલાંક સમય બાદ તેમનો ભાણેજ આહાર લાલસાને કારણે ભૃગુકચ્છ નગરમાં બૌદ્ધ સાધુ થઈ ગયો. તે પોતાની વિદ્યાના પ્રભાવથી પાત્રોને આકાશમાં તરતા મૂકતો. ઉપાસકોના ઘરમાંથી આહારના પાત્રો ભરીને પાછા લઈ લેતો હતો. લોકો તેનાથી