________________
આગમ કથાનુયોગ–૪
કે જેથી આ નગરી ભગ્ન થાય. તે વચન અંગીકાર કરીને તેણે ત્રિદંડીનો વેષ ગ્રહણ કરીને નગરીમાં પ્રવેશ કર્યો. નગરીની મધ્યમાં મુનિસુવ્રત ભગવંતનો સ્તૂપ જોઈને વિચાર્યું કે, નક્કી આ સ્તૂપના પ્રભાવથી નગરી ભગ્ન થતી નથી, હવે તેવો ઉપાય કરું કે, આ નગરના જ રહેવાસી લોકો તે સ્તૂપને ઉખેડી દૂર કરે. એમ વિચારીને અરે લોકો ! જો આ સ્તૂપ તમે જલ્દી ખસેડી નાખશો, તો જ શત્રુસૈન્ય સ્વદેશમાં પાછું જશે, અન્યથા તમારા જીવતા સુધી આ સૈન્યનો ઘેરો ખસશે નહીં.
તે સમયે રાજાને પ્રથમથી સંકેત કરી રાખેલો કે, જ્યારે સ્તૂપ ખોદીને દૂર કરાય, ત્યારે તમારે પોતાનું સર્વ સૈન્ય સાથે લઈ દૂર પાછા હઠી જવું. તે સમયે વૈશાલીના લોકોએ પૂછ્યું કે, તમે કહો છો તે વાતની ખાતરી શું ? ત્યારે કૂલવાલકે કહ્યું કે, તમે જેવો સ્તૂપ દૂર કરશો ત્યારે શત્રુસૈન્ય સ્વદેશ તરફ ચાલવા માંડશે. એટલે નગરલોકોએ સ્તૂપના શિખરના અગ્રભાગને દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું. જ્યારે શિખરને દૂર કરવામાં આવ્યું ત્યારે શત્રુસૈન્યને પાછળ ખસતું જોઈને લોકોને વિશ્વાસ ઉત્પન્ન થયો. એટલે આખો સ્તૂપ દૂર કરી દીધો. ત્યારપછી રાજા પાછો આવ્યો અને નગરી કબ્જે કરી. ૦ આ દૃષ્ટાંત પારિણામિકી બુદ્ધિમાં પણ આવે છે. ૦ બ્રહ્મચર્યની વાતના અનુસંધાને પણ આ દૃષ્ટાંત આવે છે. ૦ આગમ સંદર્ભ :
સૂય.નિ. ૫૯;
આવ.યૂ.૨-૫ ૧૭૪;
૯૨
ઠL ૨૫૪ની વૃ; આવ.નિ. ૧૨૮૪ની ;
- X = X
૦ કૌંડિન્ય આદિ ૫૦૦ તાપસ કથા ઃ
બુહ.ભા. ૨૧૬૪ + ; નંદી. ૧૦૯ની વૃ;
કૌડિન્ય પોતાના ૫૦૦ તાપસના પરિવાર સાથે વિચરતો હતો. તે અષ્ટાપદ તીર્થની પ્રથમ મેખલા (પગથીયે) પોતાના પરિવાર સાથે જઈને અટકી ગયેલો. તે બધાં તાપસો એકાંતર ઉપવાસ (ચોથ ભક્ત) તપ કરીને રહ્યા હતા. પારણે સચિત્ત એવા મૂલ અને કંદનો આહાર કરતા હતા. એ પ્રમાણે કૌડિન્ય આદિ કલેશને ધારણ કરીને ત્યાં અષ્ટાપદે રહેલા હતા.
ત્યારે ગૌતમસ્વામી ભગવંત મહાવીરના વચને સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થે જઈ રહ્યા હતા. ઇત્યાદિ (કથા ગણધર ગૌતમસ્વામીથી જાણવી) તેમને આવતા જોઈને તે કૌડિન્ય આદિ બોલ્યા આવા સ્થૂળ શરીરવાળા શ્રમણ કઈ રીતે અષ્ટાપદ તીર્થે જશે ? આપણે આવા મહાન્ તપસ્વી છીએ, શુષ્ક અને ભૂખ્યા છીએ, દુર્બળ શરીરવાળા છીએ, તો પણ આપણે અષ્ટાપદ તીર્થનું આરોહણ કરવા સમર્થ થયા નથી. પણ જ્યારે ગૌતમસ્વામી જંઘાચારણલબ્ધિ વડે સૂર્યના કિરણોને અવલંબીને ઉપર ચઢી ગયા ત્યારે તેઓ વિસ્મિત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે જ્યારે આ શ્રમણ નીચે ઉતરશે ત્યારે આપણે તેના શિષ્યો થઈશું. એ પ્રમાણે તેઓ પ્રતિક્ષા કરતા ત્યાં રહ્યા.
યાવત્
ત્યારપછી ગૌતમસ્વામી પણ અષ્ટાપદ તીર્થે ચૈત્યોની વંદના કરી ઉતરતા હતા ત્યારે કૌડિન્ય આદિ તાપસો તેમને કહેવા લાગ્યા કે, આપ અમારા આચાર્ય