________________
૯૪
આગમ કથાનુયોગ-૪
ઘણાં પરેશાન થવા લાગ્યા. ત્યારે શ્રી સંઘે આર્યખપુટ પાસે જઈને બધી વાત કરી કે, આ રીતે અક્રિયાવાદી બુદ્ધ ઉત્પન્ન થયેલા છે. જેને કારણે બધા સાધુઓ પરેશાન થાય છે.
કોઈ વખતે તે બુદ્ધ દ્વારા ભરેલા પાત્રા આકાશમાંથી આવી રહ્યા હતા. ત્યારે ખપુટાચાર્યએ આકાશમાં પાષાણની સ્થાપના કરી, તેના લીધે બધાં જ પાત્રા ભાંગી ગયા. ત્યારે તે બાળ સાધુ ભયભીત થઈને નાસી ગયો. ત્યારપછી ખપૂટાચાર્ય ત્યાં આવ્યા. ત્યારે બોદ્ધોએ કહ્યું કે, આવો અને બુદ્ધને પાયવંદન કરો. ત્યારે આચાર્યએ કહ્યું કે, તે તો નાસી ગયા. ત્યારે તે બુદ્ધો આચાર્યના પગે પડી ગયા.
આવા-આવા પ્રકારે આર્યખપુટાચાર્યે વિદ્યાસિદ્ધિ દ્વારા શાસનનો મહિમા વધાર્યો. આ વિદ્યાસિદ્ધનું દૃષ્ટાંત થયું.
૦ આગમ સંદર્ભ:નિસી.ભા. ૩૩, ૨૮૬૦ની ચૂ
દશ.નિ ૧૮૪ની વ આવ.નિ ૯૩ર + વૃક
આવ.યૂ.૧–પૃ. ૫૪૧, ૫૪૨;
– –– – ૦ સ્કંદક (૨) કથા :
શ્રાવસ્તી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેમને સ્કંદક નામે કુમાર (પુત્ર) હતો અને પુરંદરયશા નામે પુત્રી હતી. સ્કંદક કુમારની બહેન પુરંદરયશાને કુંભકારકટ નામના નગરમાં દંડકી નામના રાજા સાથે પરણાવેલ હતી. તે દંડકરાજાને પાલક નામનો બ્રાહ્મણ પુરોહિત હતો.
અન્ય કોઈ સમયે શ્રાવસ્તી નગરીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા. પર્ષદા નીકળી, સ્કંદક પણ નીકળ્યો. ભગવંત પાસે ધર્મ શ્રવણ કરી, શ્રાવક થયો.
કોઈ સમયે તે પાલક બ્રાહ્મણ દૂતકાર્ય માટે શ્રાવસ્તી નગરી આવ્યો. સભામાં તે પાલક સાધુનો અવર્ણવાદ કરતો હતો, ત્યારે તેની સાથે વાદ-ધર્મચર્ચા કરવા દ્વારા તેણે પાલકને વાદમાં પરાજિત કરી દીધો. ત્યારથી તે પાલક પુરોહિત સ્કંદક પરત્વે દ્વેષ કરવા લાગ્યો. સ્કંદકની ભૂલો શોધવા માટે જાસુસ પુરુષો દ્વારા તપાસ રાખવા લાગ્યો.
ત્યારપછી સ્કંદકે બીજા ૫૦૦ કુમારો સાથે ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી, કાળક્રમે સ્કંદમુનિ બહુશ્રુત થયા. તે જ ૫૦૦ મુનિઓને તેમના શિષ્યરૂપે અનુજ્ઞા આપવામાં આવી અને સ્કંદક ઋષિ એ ૫૦૦ મુનિઓના ગણના ધારક બન્યા.
- કોઈ સમયે સ્કંદક આચાર્યએ ભગવંતને પૂછયું કે, હે ભગવંતની જો આપની અનુજ્ઞા હોય તો હું બહેન પુરંદરયશાના ગામે જવા ઇચ્છું છું. ત્યારે ભગવંતે કહ્યું કે, તને મારણાંતિક ઉપસર્ગ થશે. ત્યારે સ્કંદક ઋષિએ પૂછયું કે, આ ઉપસર્ગમાં અમે આરાધક થઈશું કે વિરાધક ? ત્યારે ભગવંતે જવાબ આપ્યો કે, તારા સિવાયના બધાં જ આરાધક થશે. ત્યારે સ્કંદક ઋષિએ કહ્યું કે, જો આ બધાં આરાધક થતા હોય તો તેનાથી વધુ સારું શું ?
- ત્યારપછી સ્કંદક ઋષિ બધાં શિષ્યો સાથે કુંભકારકટ નગરે ગયા. ત્યાં તેઓ બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યારે પેલા પાલકબ્રાહ્મણે ગુપ્ત રીતે તે ઉદ્યાનમાં ૫૦૦