________________
શ્રમણી કથા
૩૩૧
– યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. શેષ કથા “કાલી" મુજબ. કથા જુઓ “રામકૃષ્ણ".
રામકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા મુજબ જ જાણવી. વિશેષ એ કે રામકૃષ્ણા આર્યાએ ભદ્રોત્તર પ્રતિમા અંગીકાર કરેલી.
પ્રથમ લતા – તેણીએ પહેલા પાંચ ઉપવાસ કર્યા કરીને સર્વકામગુણયુક્ત – વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ, સાત, આઠ, નવ ઉપવાસ કર્યા, બધા પારણા વિગઈયુક્ત કર્યા.
બીજી લતા – પહેલા સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આજ ક્રમે આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયક્ત કર્યા.
ત્રીજી લતા – પહેલા નવ ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા.
ચોથી લતા – પહેલા છ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા.
પાંચમી લતા – પહેલા આઠ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે નવ, પાંચ, છ અને સાત ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા.
આ પ્રમાણે પાંચ લતાઓની એક પરિપાટી થઈ. આવી ચાર પરિપાટીઓ આ તપમાં હોય છે. ચારેમાં પારણાની વિધિ રત્નાવલી તપ અનુસાર જ જાણવી. એક પરિપાટીમાં છ માસ અને વીસ દિવસ અર્થાત્ કુલ ૨૦૦ દિવસ લાગે છે. જેમાં ૨૫ પારણા અને ૧૭૫ દિવસનો તપ હોય છે. ચારે પરિપાટીઓનો કાલ બે વર્ષ બે માસ અને વીસ દિવસ થાય છે.
શેષ સર્વ વર્ણન પૂર્વવત્ “કાલી આર્યા" અનુસાર જાણવું. રામકૃષ્ણા આર્યા પણ કાલીઆર્યા સમાન સંલેખના કરીને – યાવત્ – સિદ્ધબુદ્ધ અને મુક્ત થયા. – યાવત્ - સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૨૭
નિર. ૨૧;
કપ. 3;
૦ પિતસેનકૃણા કથા :
રાજા શ્રેણિકની એક રાણીનું નામ પિતૃસેનકૃણા હતું. તેને પિતૃસેનકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. શેષ કથા “કાલી રાણી" મુજબ જ જાણવી – કથા જુઓ “પિતૃસેનકૃષ્ણ".
પિતૃસેનકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા મુજબ જ જાણવી. વિશેષ એ કે પિતૃસેનકૃષ્ણાએ મુક્તાવલી તપ અંગીકાર કરેલ હતો.
આ તપમાં પહેલા ઉપવાસ કર્યો પછી સર્વકામગુણિત અર્થાત્ વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો, પછી ઉપવાસ કર્યો, પછી અઠમ કર્યો, પછી ઉપવાસ કર્યો, પછી ચાર ઉપવાસ કરી એક ઉપવાસ કર્યો, પછી પાંચ ઉપવાસ કરી એક ઉપવાસ કર્યો. આ