SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૪ કે, બીજોરાનો મધ્યભાગ તેમને ઔષધરૂપે આપો. તે આપ્યા પછી તેનો અતિસાર વ્યાધિ શાંત થયો. તે નાગદત્તમુનિ સ્થિર થયા. ગુરુ ભગવંતો કહ્યું કે, આ પ્રમાણે જિનકલ્પ અંગીકાર થઈ શકે નહીં. # બત્રીશ યોગ સંગ્રહમાં નિષ્પતિકર્મતાના અનુસંધાને આ દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૮૫, આવર-પૃ. ૧૧૮; –– » –– ૪ – ૦ પંથક કથા : શેલકપુરના રાજા શેકના ૫૦૦ મંત્રીઓમાં મુખ્યમંત્રી, તેણે શેલક રાજા સાથે દીક્ષા લીધી શેલકરાજર્ષિ જ્યારે શિથિલ બન્યા, ત્યારે તેમને સંયમમાં સ્થિર કર્યા. કાળક્રમે મોક્ષે ગયા. (આ આખી કથા શેલકરાજર્ષિની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – શેલકરાજર્ષિ. ૦ આગમ સંદર્ભ :સમ.મૂ. ૨૨રની ; નાયા. ૬૬ થી ૭૩ + : ૦ પ્રભવ કથા : આર્યજંબૂના પટ્ટધર શિષ્યનું નામ પ્રભવ હતું. તે કચ્છાયન ગોત્રના હતા. તેમના પટ્ટધર શિષ્ય શય્યભવસૂરિ થયા. જંબૂકુમાર જ્યારે દીક્ષા લેવા ઉત્સુક બનેલા ત્યારે લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની આઠ સ્ત્રીઓને બોધ આપી રહ્યા હતા. તે રાત્રિએ ૪૯૯ ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો. કેમકે જંબૂકુમારની આઠે પત્નીઓ ૧૧–૧૧ કરોડ સોનૈયા પ્રીતિદાનમાં લાવેલી. જંબૂકુમારને પણ ૧૧ કરોડનું પ્રીતિદાન (મોસાળુ) મળેલ હતું. કુલ ૯૯ કરોડ સોનૈયાની ચોરી કરવાની હતી. તે સમયે પ્રભાવચોરે અવસ્થાપિની અને તાલોદ્દઘાટિની બંને વિદ્યાનો પ્રયોગ કર્યો પણ તે નિષ્ફળ ગયો. તેને બદલે જંબૂકુમારની વૈરાગ્યમય વાણીથી તે ખંભિત થઈ ગયો અને બોધ પામ્યો. તે સમયે બીજા ચોરો પણ પ્રતિબોધ પામ્યા. જંબૂ કુમારની સાથે જ તેમણે પણ દીક્ષા અંગીકાર કરી. જંબૂસ્વામીના પટ્ટધર એવા પ્રભવસ્વામી કાળ કરી સ્વર્ગે ગયા. (આ કથામાં જંબૂસ્વામીની ઉમર, સંયમપર્યાય સાથે પ્રભવ સ્વામીની વય અને સંયમપર્યાયનો તાલમેલ થતો નથી. તેથી અમે ગ્રંથાન્તરની એ વાતની નોંધ લીધી નથી.) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૧૫૪ની ચું, દસ. ૨.૬; દસ.નિ. ૧૪ની વૃ નદી ૨૩ + ; નંદી.. ૨૬ તિત્વો. ૭૧૨; કલ્પસૂત્ર–સ્થવિરાવલી + વૃત્તિ -- ૪ - ૪ -
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy