SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૪૧ અધન્યા, પુણ્યહીના, અભાગિની, ભાગ્યહીન, દુર્ભગ સત્ત્વવાળી, લીંબોડી સમાન અનાદરણીય એવી મને – નાગશ્રીને ધિક્કાર છે. મેં શરદઋતુ સંબંધી સરસ તુંબડાને ઘણાં જ મસાલાથી યુક્ત અને તેલ–ધીથી વ્યાપ્ત કર્યું – પકાવ્યું. આને માટે ઘણાં જ દ્રવ્યને બગાડ્યું અને ઘી-તેલનો વિનાશ કર્યો. હવે જો મારી દેરાણીઓ આ જાણશે તો તેઓ મારી ઘણી જ નિંદા કરશે. તેથી જ્યાં સુધી મારી દેરાણીઓ જાણી ન જાય. ત્યાં સુધી મારા માટે એ ઉચિત રહેશે કે શરદઋતુ સંબંધી સરસ, અતિ મસાલાયુક્ત અને ઘી–તેલ વ્યાપ્ત આ કડવા તુંબડાના શાકને કોઈ એકાંત સ્થાને છૂપાવી દઉં અને શરઋતુ સંબંધી સરસ, મધુર તુંબડાના બીજા શાકને ઘણો જ મસાલો નાંખી, ઘી-તેલથી વાત કરી પકાવું તે નાગશ્રીએ આવો વિચાર કર્યો અને વિચારીને તે શરદઋતુજન્ય સરસ, કડવા, તુંબડાના મસાલેદાર અને નિષ્પ શાકને એકાંતમાં છુપાવી દીધું. છુપાવીને એક બીજું સરસ–મધુર તુંબડાનું ઘણું જ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાક બનાવ્યું. શાક તૈયાર થઈ ગયા પછી સ્નાન કરીને ભોજનમંડપમાં ‘સુખાસન પર બેસેલા તે બ્રાહ્મણોને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન પીરસ્યું. ત્યારપછી તે બ્રાહ્મણ ભોજન કર્યા બાદ આચમન કરીને સ્વચ્છ અને પરમ શુચિભૂત થઈને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ત્યારપછી સ્નાન કરેલી – યાવતુ – સુંદર વેશભૂષાથી વિભૂષિત તે બ્રાહ્મણીઓએ તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ખાધો. ખાઈને તેણી જ્યાં પોતપોતાના ઘર હતા ત્યાં ચાલી ગઈ અને ત્યાં જઈને પોતપોતાના કામોમાં વ્યસ્ત બની. –૦- નાગશ્રી દ્વારા ઘર્મરુચિને કડવા તુંબડાનું દાન : તે કાળે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર – યાવત્ – ઘણાં મોટા શિષ્ય સમુદાય પરિવારની સાથે જ્યાં ચંપાનગરી હતી, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને યથા પ્રતિરૂપ, કલ્પ અનુસાર અવગ્રહને અવધારીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમના દર્શનાર્થે પર્ષદા નીકળી. સ્થવર ભગવંતે ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી. તેટલામાં તે ધર્મઘોષ સ્થવરના અંતેવાસી ઉદાર, પ્રધાન, ઘોર, અતિ ગુણવાનું, વિકટ તપસ્વી પ્રગાઢ રૂપે બ્રહ્મચર્યમાં લીન, શરીર મમત્વ ત્યાગી, સઘનરૂપે શરીરમાં વ્યાપ્ત તેજલેશ્યા વડે સંપન્ન ઘર્મરુચિ અણગાર મહિના–મહિનાનો તપ કરતા એવા વિચરતા હતા. ત્યારપછી તે ધર્મચિ અણગારે માસક્ષમણના પારણાના દિવસે પહેલી પોરિસિએ સ્વાધ્યાય કર્યો. બીજી પોરિસિએ ધ્યાન કર્યું – ઇત્યાદિ બધું ગૌતમસ્વામીના વર્ણન સમાન અહીં કહેવું જોઈએ. પછી પાત્રોને ગ્રહણ કર્યા. તે જ પ્રમાણે ધર્મઘોષ Wવીર પાસે આજ્ઞા પ્રાપ્ત કરી – યાવત્ – ચંપા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા કરતા જ્યાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું, ત્યાં પ્રવેશ કર્યો. ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ તે ધર્મરુચિ અણગારને આવતા જોયા, જોઈને તે [૪/૬]
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy