SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૫૭ તેમની સેવા કરવી પણ, મારું કાર્ય બીજા પાસે ન કરાવવું. તે તીવ્ર શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરતા હતા. ત્યારે તે ચાતુર્વર્ણ શ્રમણ સંઘમાં વૈયાવચ્ચ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તે વખતે શક્ર દેવેન્દ્રએ નંદિષેણ મુનિના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. ત્યારે દેવેન્દ્ર શુક્રની પ્રશંસામાં અશ્રદ્ધા કરનાર એક દેવ આવ્યો. તે દેવે બે સાધુનાં રૂપો વિકુળં. તેમાંથી એક સાધુ ગ્લાન બન્યા અને જંગલમાં રહ્યા, બીજા સાધુ જ્યાં નંદિષણમુનિ હતા ત્યાં આવ્યા. નંદિષેણ તો અદીનમનથી વૈયાવચ્ચમાં અમ્યુત્થિત હતા. જે સાધુ જે દ્રવ્ય ઇચ્છતા હતા. તેને તે લાવી દેતા હતા. પેલો મિથ્યાષ્ટિ દેવ ત્યાં આવ્યો. ત્યારે હજી નંદિષણમુનિએ છટ્ઠના પારણે પહેલો કોળિયો જ હાથમાં લીધો હતો. ત્યાંજ પેલા શ્રમણરૂપ દેવે કહ્યું કે, અટવીમાં એક સાધુ બિમાર પડેલા છે, જે કોઈ વૈયાવચ્ચ કરવાની ઇચ્છાવાળા હોય તે જલ્દી ઊભા થાય, તેમાં ઢીલ ન કરે. આ વચન નંદિષણમુનિએ સાંભળ્યું. તે સમયે પોતે છઠ તપના પારણા માટે સર્વ સંપત્કરી નામક પ્રથમ ભિક્ષા વિશેષ લઈને આવ્યા હતા. પણ જેવું દેવનું વચન કાને પડ્યું કે, તુરંત જ ઉતાવળા ઊભા થઈને પૂછવા લાગ્યા કે, બોલો, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે? ત્યારે તે સાધુએ કહ્યું કે, ત્યાં પાણીની જરૂર છે. તેથી નંદિષણમુનિ ઉપાશ્રયેથી નીકળીને પાણીની ગવેષણા કરવા નીકળ્યાં. ત્યારે છઠ તપવાળા અને ભૂખ-તરસથી દુર્બળ કૃક્ષિવાળા નંદિષણમુનિ પાણી માટે શુદ્ધ ગવેષણા કરવા લાગ્યા. પણ દરેક સ્થાને પેલો દેવ પાણીને અષણીય અને અશુદ્ધ કરી દેતો હતો. પણ નંદિષેણ અશુદ્ધ પાણી ગ્રહણ કરતા ન હતા. આ પ્રમાણે એક વાર, બીજી વાર શાસ્ત્રાનુસારી ગવેષણા કરતા તે પાણી ગ્રહણ કરવા માટે ફર્યા. પણ તે–તે સ્થાનમાં પાણીની પ્રાપ્તિ ન થઈ. ત્રીજી વખતે તેમને પાણી મળ્યું. પછી નંદિષણમુનિ ગ્લાન સાધુની અનુકંપાથી જલ્દી–જલ્દી બીમાર સાધુ પાસે ગયા. ત્યાં જતાં જ તે ગ્લાન સાધુ અતિશય આક્રોશ કરી, કઠોર, આકરા, નિષ્ફર વચનો વડે જેમ તેમ બોલવા લાગ્યા. આક્રોશ વચનથી કહેવા લાગ્યા કે, હે મંદભાગ્યવાળા ! અલ્પ પુણ્યસ્કંધવાળા ! તું ફોગટ “વૈયાવચ્ચી છો તેવા નામ માત્રથી ખુશ થાય છે.” પણ તેવા ગુણો તો ધરાવતો નથી. તું ભોજન કરીને અહીં આવ્યો છે અને મારી આવી અવસ્થા જોયા પછી પણ તું હજી ભોજન કરવાના લોભવાળો છે. આવા પ્રકારના કઠોર વચનોને પણ તે અમૃત સમાન માનતા હતા. પછી તે નંદિષણમુનિ આદરસહિત તે ગ્લાનમુનિના પગમાં પડ્યા અને પોતાના અપરાધને ખમાવવા લાગ્યા. ફરી ભૂલ નહીં કરું – એમ કહીને મળમૂત્રથી ખરડાયેલી તે સાધુની કાયાને ધોઈ સાફ કરવા લાગ્યા. પછી કહ્યું કે, હે મુનિ ! આપ ઊભા થાવ, આપણે આ સ્થાનેથી નીકળીએ. વસતિમાં જઈને હું એવો ઉપાય કરીશ કે જેથી આપ જલદી નિરોગી થઈ જશો. ત્યારે તે ગ્લાનમુનિ બોલ્યા કે, હું આ સ્થાનેથી કયાંય પણ જવા શક્તિમાન નથી. નંદિષેણમુનિએ કહ્યું, તમે મારી પીઠ પર બેસી જાઓ. ત્યારે તે નંદિષણના ખભે ચડી ગયા. પછી તે દેવ–સાધુએ દેવીમાયાથી અતિશય અશુચિ દુર્ગધમય મૂત્ર અને વિષ્ટા એવાં
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy