SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આ.નિ. ૯૪૯ + ; નંદી. ૧૦૭ + ; * X આગમ કથાનુયોગ–૪ આવ...૧-પૃ. ૫૫૯, ૨-પૃ. ૧૭૧; ૦ નંદિષેણ–૪– કથા ઃ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ હતા. વસુદેવ તેના પૂર્વજન્મમાં નંદિષણ હતા. એષણા સમિતિના અનુસંધાને તેમનું દૃષ્ટાંત છે. વૈયાવચ્ચના ઉદાહરણ સ્વરૂપ પણ નંદિષણનો ઉલ્લેખ આવે છે. નિયાણું કરવાના વિષયે પણ નંદિષણનું દૃષ્ટાંત નોંધાયેલ છે. મગધદેશમાં નંદિ નામના ગામમાં (આવશ્યક ચૂર્ણિકાર શાલિગામમાં એવું જણાવે છે.) ગૌતમ નામનો બ્રાહ્મણ ગૃહસ્થ હતો. તે ચક્રધર અર્થાત્ ભિક્ષાચર હતો. તેને ધારિણી નામે પત્ની હતી. કેટલોક કાળ ગયા બાદ ધારિણીની કુક્ષિમાં ગમે તે કોઈ ગતિમાંથી આવેલો જીવ ગર્ભપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં જ હતો અને ગર્ભને છ મહિના થયા તેટલામાં તે ગૌતમ બ્રાહ્મણ (નંદિષણના પિતા) મૃત્યુ પામ્યા. તેના જન્મતાની સાથે માતા મૃત્યુ પામી. ત્યારપછી તેના મામાએ તેને કોઈ પ્રકારે પાલનપોષણ કરી વૃદ્ધિ પમાડ્યો અને નંદિષણ એવું નામ પાડ્યું. નંદિષેણ પોતાના મામાને ઘેર ખેતી, પશુપાલન આદિ કર્મ કરવા લાગ્યો. ગૃહકાર્યમાં તેના મામા નચિંત બન્યા. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. ત્યારે કેટલાંક ઇર્ષ્યાળુ લોકોએ ભરમાવ્યો કે, તું મામાનાં ગમે તેટલા વૈતરા કરીશ, તો પણ તેમાં તને કશો લાભ થવાનો નથી. તેથી નંદિષણ મામાના ઘરના કાર્યમાં મંદ આદરવાળો થયો. મામાને ખબર પડી ત્યારે તેણે નંદિષણને કહ્યું કે, તું લોકોના વચન સાંભળીશ નહીં, તેઓ તને નકામો ભરમાવે છે. બીજું મારે ત્રણ પુત્રીઓ છે, તેમાં સૌથી મોટી છે, તે યૌવનવય પામશે, ત્યારે તેનાં તારી સાથે લગ્ન કરીશ, આ પ્રમાણે મામા એ કહેતા તે પાછો મન દઈને કાર્ય કરવા લાગ્યો. ત્યારપછી જ્યારે વિહાર સમય પ્રાપ્ત થયો ત્યારે તે કન્યાએ નંદિષેણ સાથે વિવાહ કરવાની અનિચ્છા પ્રગટ કરી. કેમકે નંદિષણના હોઠ જાડા—પહોળા ખુલ્લા હતા, વળી તેના દાંત મુખથી બહાર નીકળેલા છે, નાસિકા બેઠેલી છે, નેત્રના છિદ્રો અતિ ઊંડા છે, બોલે તો તેનું વચન અપ્રિય લાગે છે. લાંબા પેટવાળો છે, છાતી સાંકડી છે. લાંબા પગલાં ભરનારો છે, શ્યામ કાયાવાળો છે, માટે મારે તેની સાથે લગ્ન કરવા નથી. એટલે તે ખેદ પામ્યો. વળી મામાએ તેને સમજાવ્યો કે, હું તને બીજી પુત્રી આપીશ. તે પુત્રી પણ પ્રથમ પુત્રીને જેમ તેને ઇચ્છતી ન હતી, એટલે મામાએ ત્રીજી પુત્રી આપવાનું જણાવ્યું, તે પુત્રીએ પણ વિવાહ કરવા ના પાડી, ત્યારે તે નંદિષણ વૈરાગ્ય પામ્યો. ઘેરથી નીકળીને નંદિવર્ધન નામના આચાર્યની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પોતાના અશુભ કર્મોના નાશને માટે તેણે છટ્ઠના પારણે છટ્ઠ રૂપ તપ આદર્યું અને પછી તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે- બાળ, ગ્લાન, વૃદ્ધ, પરોણા આદિને વૈયાવચ્ચ એ જ હવે મારું કર્તવ્ય રહેશે. મારે
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy