SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૨૩ ભિક્ષાર્થે પધાર્યા. તેણીએ વિચાર્યું કે, હું આ અડદ ભગવંતને વહોરાવી દઉં. ૦ ચંદનાને હાથે ભગવંતનું પારણું અને શુક્રની ભવિષ્યવાણી : ત્યારે ચંદનાએ ભગવંતને પૂછયું કે, આપને આ અડદ ખપશે ? ભગવંતે હાથ ફેલાવ્યો. કેમકે તે વખતે ભગવંત મહાવીરનો અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પૂર્ણ થતો હતો. (ભગવંતના અભિગ્રહ અને તપ માટે કથા જુઓ તીર્થકર મહાવીર) તે વખતે પંચ દિવ્યો પ્રગટ થયા. તેણીના વાળ, કેશપાશ પૂર્વવત્ સુશોભિત થઈ ગયા. તેની બેડીઓ પણ તુટી ગઈ, તેને સ્થાને સુવર્ણના ઝાંઝર થઈ ગયા. દેવોએ ચંદનાને વસ્ત્ર–અલંકારથી સુશોભિત કરી દીધી. (આ બધો જ અધિકાર અને આવશ્યક પૂર્ણિ અને આવશ્યકવૃત્તિ – નિયુક્તિ પર૦, પર૧ના આધારે લખેલ છે. ત્રિષષ્ઠી શલાકાપુરુષ ચરિત્રમાં પણ આ પ્રમાણે જ કથા જોવા મળે છે. પરંતુ કલ્પસૂત્ર વૃત્તિકાર વિનયવિજયજી અહીં બે બાબતે જુદા પડે છે. (૧) તેઓના જણાવ્યા પ્રમાણે ચોથા દિવસે ધનાવહ શ્રેષ્ઠીને આ વાતની જાણ થઈ છે. જ્યારે આવશ્યક નિર્યુક્તિ-પ૧ની વૃત્તિમાં સ્પષ્ટ લખ્યું છે કે, તૃતીય દિવસે ધન વૃતિ... તેનોર્યાદિત ઇત્યાદિ. (૨) કલ્પસૂત્ર વૃત્તિકાર વિનયવિજયજી જણાવે છે કે, પહેલા ચંદના રડતી ન હતી, પણ ભગવંત પાછા ફર્યા, તેથી રડવા લાગી. જ્યારે આવશ્યક નિર્યુક્તિ-પર૧ની ચૂર્ણિ અને વૃત્તિમાં સ્પષ્ટ લખ્યું છે કે, તારે સ... 7 ઉંમર ઉમરેલ્ફી... હિયરમંતર રતિ, સાનિ ય તિતો... મતિ ભવં પૂછું ? सामिणा पाणि पसारिओ, चउव्विहो वि पुण्णो अभिग्गहो । તે વખતે દેવરાજ શક્ર પણ ત્યાં આવ્યા. સાડાબાર કોડી સુવર્ણની વૃષ્ટિ પણ થયેલી. કૌશાંબીમાં સર્વત્ર તેણીના પુણ્યની ચર્ચા થવા લાગી. તે વખતે શતાનીક રાજા પણ અંતઃપુર અને પરિજન સાથે ત્યાં આવ્યો. તે વખતે દધિવાહન રાજાનો કંચુકી, જેનું નામ સંપુલ હતું. રાજા તેને બંદી બનાવીને લાવ્યો હતો. તેણે ચંદનાને ઓળખી લીધી. તુરંત ચંદનાને પગે પડીને રડવા લાગ્યો. રાજાએ પૂછયું કે, આ કન્યા કોણ છે ? ત્યારે કંચુકીએ કહ્યું કે, તેણી દધિવાહન રાજાની પુત્રી છે ત્યારે મૃગાવતી રાણી બોલી કે. અરે! આ તો મારી બહેનની પુત્રી છે. તે વખતે જે સાડાબાર કોટિ સુવર્ણની વૃષ્ટિ થયેલી, તેને રાજા ગ્રહણ કરવા ગયો. શક્રએ તેને વસુધારા લેતો અટકાવ્યો અને કહ્યું, હે રાજન્ ! આ ઘન ચંદના જેને આપે તે જ લઈ શકે. પછી ચંદનાને પૂછયું, ત્યારે તેણીએ કહ્યું કે, ધનાવહ શેઠ મારા પિતા સમાન છે. માટે આ ધન તેમને આપો. ચંદનાની અનુજ્ઞાથી શકે બધું ધન ધનાવહ શ્રેષ્ઠીને આપ્યું. પછી શકેન્દ્રએ શતાનિક રાજાને કહ્યું કે, આ ચંદના ચરમશરીરી છે. તેનું સારી રીતે પાલન કરજો. જ્યારે ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવંતના પ્રથમ શિષ્યા થશે. ત્યારે રાજા તેણીને આદરપૂર્વક ઘેર લઈ ગયો. કન્યાના અંતઃપુરમાં તેનો ઉછેર થયો. ૦ ચંદનાની દીક્ષા અને કેવળજ્ઞાન : જ્યારે વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રથમ પોરિસિમાં દેશનાકાળે શ્રમણ ભગવંત મહાવીરે તીર્થની સ્થાપના કરી, ત્યારે ચતુર્વિધ સંઘમાં પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ થયા, પ્રથમ શિષ્યા ચંદના (ચંદનાબાળા) થયા.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy