________________
શ્રમણી કથા
૨૬૫
પરિવેષ્ટિત કરી દીધા. પરિવેષ્ટિત કરીને બોલી – મેં આ પાંચે પાંડવોને પતિરૂપે પસંદ
-
કર્યા છે.
ત્યારપછી તે વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓએ ઊંચા ઊંચા શબ્દઘોષો વડે વારંવાર ઉદ્ઘોષણા કરતા–કરતા આ પ્રમાણે કહ્યું, અહો ! શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ ઘણી જ સારી પસંદગી કરી છે. આ પ્રમાણે કહીને સ્વયંવર મંડપની બહાર નીકળ્યા અને જ્યાં પોતપોતાના આવાસ હતા તે તરફ ચાલ્યા.
ત્યારપછી ધૃષ્ટદ્યુમ્નકુમારે પાંચ પાંડવો અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને ચાતુર્ઘટિક અશ્વરથ પર આરૂઢ કરાવ્યા. કરાવીને કંપિલપુર નગરના મધ્ય ભાગમાંથી નીકળ્યા, નીકળીને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
GND
ત્યારપછી દ્રુપદ રાજાએ પાંચે પાંડવો અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને પટ્ટ પર બેસાડી, બેસાડીને ચાંદી અને સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને અગ્રિહોમ કરાવ્યો. તેમજ પાંચે પાંડવો અને દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું.
ત્યારપછી તે દ્રુપદ રાજાએ શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું. તે આ પ્રમાણે – આઠ હિરણ્ય કોટિ – યાવત્ – પ્રેષણકારિણી, દાસચેટિકા તથા બીજું પણ વિપુલ માત્રામાં ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રત્ન, માણેક આદિ બધી સારભૂત સ્વાપતેય ધન આપ્યું. જે સાત પેઢી સુધી યથેચ્છા દાન દેવાને, ઇચ્છાનુસાર ભોગવવાને, ઇચ્છાનુસાર વહેંચવા માટે પર્યાપ્ત હતું.
ત્યારપછી તે દ્રુપદ રાજાએ વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, માળા, અલંકારો વડે સત્કાર—સન્માન કર્યા, સત્કાર–સન્માન કરીને વિદાય આપી.
૦ પાંડુરાજા દ્વારા વાસુદેવ આદિનો સત્કાર અને મહોત્સવ :–
ત્યારપછી તે પાંડુરાજાએ તે વાસુદેવ પ્રમુખ અનેક રાજાઓને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચે પાંડવ અને દ્રૌપદી દેવીનો કલ્યાણકારી ઉત્સવ થશે. તેથી આપ દેવાનુપ્રિયો ! મારા પર અનુગ્રહ કરીને વિના વિલંબે યથા સમય અહીં પધારવાની કૃપા કરજો. ત્યારપછી તે વાસુદેવ વગેરે ઘણાં જ રાજાઓએ સ્નાન કર્યું. શરીર પર કવચ બાંધી તૈયાર થઈને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવત્ – જે તરફ હસ્તિનાપુર હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યમ્ થયા.
ત્યારપછી તે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ, ત્યાં પાંચ પાંડવોના પાંચ પ્રાસાદાવતંસકો બનાવો. જે ઘણાં જ ઊંચા - યાવત્ - પ્રતિરૂપ હોય. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ તેમની આજ્ઞા સ્વીકારી – યાવત્ – તેવા પ્રાસાદ બનાવડાવ્યા.
ત્યારપછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રૌપદીદેવીની સાથે ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ દ્વારા સજ્જ એવી ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો અને પદાતિ સૈન્યવૃંદની સાથે કંપિલપુરનગરથકી નીકળ્યા, નીકળીને જ્યાં હસ્તિનાપુર