SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આગમ કથાનુયોગ-૪ - - - - - --- - -- પ્રાધાન્ય છતાં આકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ પ્રાધાન્ય છતાં જંબૂદીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરતચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યુક્તિ. તેની સાથે સાથે ઓઘ અને પિંડનિયુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો દસાસુયકબંધ છેદસૂત્ર એ શ્રેણિક–ચેઘણા દ્વારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્યા નથી જ તો પન્ના સૂત્ર પણ કથાનો અંગુલિ નિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર છૂ કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમ્મકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાધમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની–મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીસે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો. ખેર ! છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી માંડમાંડ હજાર-બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદુ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીર્વાદ અને મૃતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃતુ શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy