________________
પર
આગમ કથાનુયોગ-૪
સ્વસ્થ ચિત્તવાળા થયા. ત્યારે માતાએ મધુર વચનથી તેને સમજાવી કહ્યું કે, હે પુત્ર ! તું દુર્ગતિના રસ્તે જવાનું છોડી, પ્રવજ્યા પંથનો સ્વીકાર કર, ત્યારે અન્નકે કહ્યું કે, હું સંયમ પાલન કરવા માટે સમર્થ નથી. છતાં હું પરમ અનશન કરીશ. ત્યારે માતાએ કહ્યું કે, ભલે તું અનશન સ્વીકાર, પણ અસંયત થતો નહીં. સંસારમાં ભ્રમણ કરતો નહીં
ત્યારપછી તેણે ગુરુ સમીપે જઈને પુનઃ ચારિત્ર અંગીકાર કર્યું. પછી તેણે ધગધગતી શીલા પર પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. મુહુર્ત માત્રમાં તેનું સુકમાલ શરીર ઉષ્ણ વેદનાને લીધે માખણના પિંડની જેમ ઓગળી ગયું. તેણે પહેલાં ઉષ્ણ પરીષહ સહન કર્યો ન હતો, પછી સહન કર્યો. એ પ્રમાણે ઉષ્ણપરીષહ સહન કરવો.
મરણસમાધિમાં પણ તેમનું દૃષ્ટાંત આવે છે. જીતકલ્પ ભાષ્યમાં ઇર્યાસમિતિના દૃષ્ટાંતમાં અન્નકનો ઉલ્લેખ છે.
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૭૮, ૪૯૦; વિવ.ભા. ૧૭૦ર;
જીત.ભા. ૮૧૮; આવ..ર–પૃ. ૯૩;
ઉત્ત.નિ. ૯૨ + +
ઉત્ત..૫ ૫૮; - X - X – ૦ અહેમિત્ર :
ક્ષિતિપ્રતિષ્ઠિત નામે કોઈ નગર હતું. ત્યાં બે ભાઈઓ રહેતા હતા, તેમના નામ અર્વત્રક અને અન્મિત્ર હતા. તેમાં અભિંત્ર ધર્મમાં પ્રીતિવાળો હતો. તેણે ગુરુમુખે ધર્મદેશના સાંભળી સ્વદારા સંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. અન્નકની પત્ની અન્મિત્રમાં રાગવતી થઈ હતી. પણ અર્ણમિત્ર તેણીની ઇચ્છા કરતો ન હતો. ત્યારે તેણી હાવભાવ, કટાક્ષ અને મધુર વાણીથી નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. તો પણ અન્મિત્ર તેણીમાં કિંચિત્માત્ર આસક્ત ન થયો ત્યારે તેણીએ વિચાર્યું કે, આ મારો દિયર મારામાં કેમ આસક્ત થતો નથી ? તેથી તેણીએ પોતાના પતિ અત્રકને મારી નાંખ્યો. પછી પણ તેણીએ અઈન્મિત્રની ઇચ્છા કરી, તો પણ અન્મિત્ર સંમત ન થયો.
ત્યારે અઈન્મિત્ર વૈરાગ્ય પામ્યો, તેણે પ્રવજ્યા અંગીકાર કરી, સાધુ બન્યો. તેની ભાભી પણ આર્તધ્યાનને વશ થઈને મૃત્યુ પામી કૂતરી થઈ. કોઈ વખતે અઈન્મિત્રમુનિ વિહાર કરતા-કરતા તે ગામમાં ગયા. કૂતરીએ તેમને જોયા. ત્યારે તે તેમની પાછળપાછળ ફરવા લાગી, આલિંગન કરવા લાગી. રાત્રિના કોઈ ઉપસર્ગ થવાથી કૂતરી મૃત્યુ પામી. પછી તે વાંદરીરૂપે જન્મી. કોઈ વનમાં ફરવા લાગી. કોઈ વખતે અઈન્મિત્રમુનિ પણ કર્મસંયોગે તે અટવી મધ્યેથી વિચરતા નીકળ્યા. તેણે મુનિને જોયા, તુરંત જ તેમના ગળે વળગી પડી. ત્યાં પણ ક્લેશ થવાથી પલાયન થઈ ગઈ. ત્યાં મૃત્યુ પામી યક્ષિણી થઈ.
યક્ષિણી-વ્યંતરીના ભવે અવધિજ્ઞાનના બળે તે મુનિને જોવા લાગી. પછી તે મુનિના છિદ્રો શોધવા લાગી. પરંતુ મુનિ અપ્રમત્ત ભાવે જીવતા હતા, તેથી તેણીને કોઈ છિદ્ધ પ્રાપ્ત થતા ન હતા. એક વખતે તેણી મુનિ પાસે આવીને તેમને આશ્લેષ કરીને મુહર્તભર તેને ભર્તા માની વ્યવહાર કરવા લાગી. એ પ્રમાણે કાળ વ્યતીત થવા લાગ્યો. ત્યારે તેના